Abtak Media Google News

પોલીસ તંત્ર ધારે તો આ કરી શકે

જેલર સહિત પાંચ સિપાઇઓ સસ્પેન્ડ

જલ્સાઘર સાથે ચર્ચાસ્પદ બનેલી ગોંડલની સબજેલમાં બે માસ પૂર્વે અમદાવાદની જડપી સ્કોર્ડ દ્વારા ચેકીંગ હાથ ધરી મોબાઇલ, ડોગર રોકડ સહિત જેલમાં અનઅધીકૃત પ્રવેશ કરી બારુબલી કેદીઓ સાથે મીજબાની માણી રહેલા છ શખ્સો સામે થયેલી ફરીયાદ અને પોલીસ કાર્યવાહી બાદ જેલતંત્ર દ્વારા હવે રહી રહીને જેલને જલ્સાઘર બનાવનારા જેલર ડી.કે. પરમાર સહીત પાંચ સિપાઇઓને સસ્પેન્ડ કરાયા છે. જેલમાં રહેલા ગેંગસ્ટર નિખીલ દોંગાને મદદગારી કરનારા જેલર ડી.કે. પરમાર સિપાઇ અંકિત અગોલા, પિયુષ મોરી, વિક્રમસિંહ બારડ સંદિપ ચૌધરી અને વિપુલ સોલંકીને જેલ એડિશ્નલ ડીજીપી રાવ દ્વારા આક્રમક બની સસ્પેન્ડ કરાયા છે. જેલમાં ધુસેલા અનઅધિકૃત છ જેટલા વ્યકિતઓ ને સ્કોડની જડપી વેળા જેલનો દરવાજો ખોલી દઇ ભગાડી દેવાના કૃત્યમા  અગાઉ ગેઇટ પરનો સિપાઇ સસ્પેન્ડ કરાયો હતો.

સબ જેલનું જલ્સાઘર કાંડ બહાર આવતા પોલીસે આકરી કાર્યવાહી હાથ ધરી નીખીલ દોંગા ગેંગ સામે ગુજજસીટોની કાર્યવાહી કરી ગેંગની કમર તોડી નાખી છે. તો જેલના વગદાર કેદીઓ તનથા નિખીલ દોગા ને સ્પેશ્યલ બેરેક, બેરેકમાં ગાદલા, બહારના ટીફીન, ગમે તે સમયે મુલાકાત સહિતની સવલતો આપી મહીને લાખોની હપ્તાખોરી કરનારા જેલર ડી.કે.પરમાર સામે તેની પ્રથમ બદલી કરી સીટી પોલીસમાં મદદગારી અંગે ગુન્હો પણ નોંધાયો હતો. જેલર પરમા હવે આરોપી બનતા કેદી બની જવા પામ્યા છે. હાલ ધરપકડ ટાળવા જેલર પરમાર ભૂગર્ભમાં ઉતરી ગયા હોય પોલીસ પકકડથી દુર છે. હવે તેઓ ફરજ પરથી સસ્પેન્ડ  કરાતા ગોંડલ સબ જેલનું જલસાઘર વધુ ચર્ચાસ્પદ બનવા પામ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.