નિજાનંદ ચેરી. ટ્રસ્ટ અને રાજભા ઝાલા પરિવારના યજમાનપદે ભાગવત સપ્તાહનો પ્રારંભ

‘અબતક’ મિડિયાના માધ્યમથી સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ

સપ્તાહમાં બે દિવસ દરમિયાન અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ: દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો: આજે ભવ્ય લોકડાયરો

નિજાનંદ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજભા ઝાલાના પરિવારના યજમાન ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. પોથીયાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્નેહીઓ ઉમટી પડ્યા પોથીયાત્રામાં શણગારેલા રથ, બગી, ડીજે, રથયાત્રાની શરૂઆતમાં ઘોડેસવારો ત્યારબાદ ડીજે અને ડીજે પાછળ સંખ્યાબંધ ભાઈઓ-બહેનો બાલાજી ચોકથી નાના મોવા ચોક સુધી રાસની રમઝટ બોલાવતા કથા સ્થળે પહોંચ્યા પોથીયાત્રામાં શ્રીમદ્ ભાગવતની પોથીનું કુમારિકાઓએ સામૈયું કર્યું પોથીયાત્રા બાલાજી હોલ પાસે સરદાર પટેલ પાર્ક ૨ નંબરમાંથી ધીરૂભાઈ ભંડેરીના ઘરેથી પ્રસ્થાન થયું. પોથીયાત્રાના પ્રસ્થાન પૂર્વે શણગારેલા રથમાં રાજ શ્યામાજીનું સ્થાપન કરીને આરતી કરીને તેમની શોભાને પ્રથમ પ્રસ્થાન કર્યું ત્યારબાદ ભાગવત ભાસ્કર પ્રમોદ સુધારકરજી મહારાજને શણગારેલી બગીમા બિરાજમાન કરાવીને ધામધૂમથી રથયાત્રાનો પ્રારંભ થયો છે. રથયાત્રામાં પ્રણામી સંપ્રદાયના અનુયાયીઓ ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં સામેલ થયા તેમજ ઝાલા પરિવારના આમંત્રણને સ્વીકારીને ક્ષત્રિય સમાજના યુવા અગ્રણીઓ અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં ગિરિરાજસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ જાડેજા (ખોડુભા), બલભદ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, સુરેન્દ્રસિંહ વાળા, લાલુભા જાડેજા, ચંદુભા પરમાર ખાસ ઉપસ્થિત ઝાલાવાડના ક્ષત્રિય અગ્રણી અને ઉદ્યોગપતિ હર્ષદસિંહ રાણા (ભડવાણા) પણ ઉપસ્થિત રહ્યા તેમજ દેવેન્દ્રસિંહ ગોહિલ, દેવતસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, હાલુભા ઝાલા, સિદ્ધરાજસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, એડવોકેટ ભૂપેન્દ્રસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા વગેરે ક્ષત્રિય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ ઝાલા પરિવારના આમંત્રણને સ્વીકારીને કથા શ્રવણમાં ઉપસ્થિત રહીને ધર્મલાભ લીધો જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાબાપુ તેમજ તેમની સાથે કિશોરસિંહ સોલંકી તેમજ રાજકોટના પૂર્વ સંસદ સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ વર્તમાનમાં ગૌસેવા આયોગના ચેરમેન વલ્લભભાઈ કથીરિયા તેમજ પૂર્વ સાંસદ શિવલાલભાઈ વેકરીયા ચેમ્બરના પૂર્વ પ્રમુખ શિવલાલભાઈ બારસીયા તેમજ ભાજપ અગ્રણી ભીખાભાઈ વસોયા, ડો.વર્ષાબેન શાહ, અરવિંદભાઈ દોમડીયા, અમુભાઈ ભારદીયા તેમજ રીટાયર્ડ ડીવાયએસપી દિગુભા વાઘેલા, વીએચપીના અગ્રણી ચમનભાઈ સિંધવ તેમજ નવનીતભાઈ ગોહિલ અને કચ્છ કરણીસેનાના અગ્રણી વીરભદ્રસિંહ જાડેજા તથા મેરૂભા જાડેજા કચ્છથી અશોકસિંહ ઝાલા, અજયપાલસિંહ (આડેસર)તેમજ દેવેન્દ્રસિંહ ચુડાસમા, હરપાલસિંહ જાડેજા (હિન્દુ યુવા વાહીની), જયેશભાઈ ઉપાધ્યાય (બોલબાલા), પૂર્વ કોર્પોરેટર મુરલીભાઈ દવે, નવરંગ નેચર કલબ વી.ડી. બાલા, ગણપતસિંહ જાડેજા (ઘંટેશ્ર્વર), પરાક્રમસિંહ જાડેજા (માણેકવાડા),  હરદેવસિંહ જાડેજા (ચાંદલી), ગુલાબસિંહ જાડેજા (કંથકોટ) તથા ડો. હિમાંશુભાઈ પરમાર વગેરે અનેક અગ્રણીઓએ ઉપસ્થિત રહીને આયોજનને બિરદાવ્યું અને કથાકાર ભાગવત ભાસ્કર સુધારકરજી મહારાજની સરળ શૈલીમાં સંગીતમય રીતે કથા કરવાની રીતથી મંત્રમુગ્ધ થઈ ગયા અને સમગ્ર આયોજનને બિરદાવ્યું હતું.

ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો  લાભ લેવા રાજભાની અપીલ

નિજાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને ઝાલા પરીવારના યજમાનપદે હરીદ્વારના પ્રણામી સંત પ્રમોદ સુધાકર મહારાજ ભાગવતકથાનું આયોજન કરાયેલ છે. આયોજનના શરૂઆતમાં ૭ ડિસેમ્બરથી ૧૩ ડિસેમ્બર સુધી આયોજન કરાયેલ છે. આ આયોજનમાં રાજેન્દ્રસિંહ તથા તેમના પરિવારજનો નાના મૌવા સર્કલ સુધી પગપાળા પોથીયાત્રા કાઢવામાં આવેલ. જેમાં કથાનો સમય ૩ થી ૭નો રાખવામાં આવેલ છે. તો સમગ્ર રાજકોટની ધર્મપ્રેમી જનતાને ભાવ ભર્યા નિમંત્રણ આપું છે અને તેમજ રાત્રે સાસ્કૃતિક કાર્યક્રમનો પણ લાભ લેવા નિમંત્રણ આપ્યું હતું.

Loading...