Abtak Media Google News

ઘણા લોકોને રાતે મોડી રાતે ઊંઘ ઊડી જવાની આદત બની ગઈ હોય છે પરંતુ શું તમને ખબર છે તે તમારી માટે ખૂબ જ નુકશાનકારક છે તો ચાલો આજે આપણે વાત કરીએ કે શા માટે આવું થાય છે અને તેનાથી શું નુકશાન થાય છે.

રાતે થી ૧૧ વચ્ચે ઊંઘ ના આવવી

તમારો સુવાનો સમય તમારી માનસિક પરેશાનીઓને દર્શાવે છે. રાતમાં ૯ થી ૧૧ વચ્ચે સુવાનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. જો તમને રાતના ૯ થી લઈને ૧૧ સુધીમાં ઊંઘ નથી આવતી તો તમે માનસિક તણાવમાં છો. તમે પોતાની ચિંતાને શરીર પર હાવી થવા દઈ રહ્યા છો. આ પરેશાની માંથી મુક્ત થવા માટે તમારે મેડિટેશન કરવું જરૂર છે. તમારે ખુશીને તમારી ચારો તરફ રાખવી પડશે અને તે જ તમારી પરેશાનીઓનું સમાધાન છે.

રાતે ૧૧ થી વચ્ચે ઊંઘ ઊડી જવી

જો તમારી ઊંઘ રાતના ૧૧ થી ૧ વચ્ચે ઊડી જાય છે તો એ સીધો ઈશારો કરે છે કે તમે ઈમોશનલ સ્થિતિમાં છો આ સ્થિતિ માંથી બચવા માટે તમારે પવિત્ર મંત્રોના જાપ શરૂ કરવા પડશે અથવા બીજાને માફ કરવાની આદત પાડવી પડશે અને પોતાનો સ્વીકાર કરવો પડશે.

રાતે થી વચ્ચે ઊંઘ ઊડી જવી

જો તમારી ઊંઘ રાતના ૧ થી ૩ વાગ્યાની વચ્ચે ઊડી જાય છે તો આ સમયે ઊંઘ ના આવવી એ તમારા લીવર ની કમજોરીનો સંકેત છે.આ સમયે તમારું જાગવું એ ગુસ્સાવાળા સ્વભાવ તરફ ઈશારો કરે છે. આનાથી બચવા માટે તમારે ઠંડુ પાણી પીવાની અને ધ્યાનમાં બેસવાની જર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.