Abtak Media Google News

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૦૮.૦૫.૨૦૨૦ ના રોજ સવારે ૧૦ કલાકે….

Ipoint Logo For Header 1

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૧૪૪૩.૩૮ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૨૦૮૩.૩૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૧૭૯૨.૬૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૫.૮૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૩.૫૮ પોઈન્ટના ઉછાળા સાથે ૩૧૮૫૬.૯૬ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૯૨૦૪.૨૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૯૩૪૮.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૯૨૮૫.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૩.૭૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૫.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૯૩૨૧.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જૂન ગોલ્ડ રૂ.૪૬૩૭૭ ના મથાળેથી ખુલીને રૂ.૪૬૩૭૭ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૫૯૪૨ ના નીચા મથાળે નોંધાવી ૧૯૬ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૫૯૬૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૪૩૧૩૩ ના મથાળેથી ખુલીને રૂ.૪૩૩૨૪ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૩૧૦૧ ના નીચા મથાળે નોંધાવી ૩૨ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૩૧૫૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત કોરોના વાયરસના સંકટ વચ્ચે ગઈકાલના નોંઘપાત્ર ઘટાડા બાદ પોઝીટીવ વૈશ્વિક સંકેતોની પાછળ નીચલી સપાટીએથી રિકવરી સાથે થઈ હતી. અમેરિકા-ચાઈના વચ્ચે ફરી ટ્રેડ વોર શરૂ થવાની તૈયારી અને કોરોના મહામારીના પરિણામે વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ બન્યું છે, ત્યારે અમેરિકા સહિતના દેશોમાં અનેક લોકો બેરોજગાર બન્યાના આંકડામાં હવે અમેરિકાના જાહેર થનારા રોજગારીના આંકડા પૂર્વે કંપનીઓના સતત નબળા પરિણામોની અસરે વૈશ્વિક બજારોમાં ચિંતા વધતા અને સ્થાનિક સ્તરે દેશમાં કોવિડ-૧૯ના કેસમાં સતત વધારો થતાં ભારતીય શેરબજારોમાં ગઇકાલે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. કોરોના મહામારીના સતત જોખમ છતાં વિશ્વના અર્થતંત્રને પુન:બેઠું કરવા અમેરિકા, યુરોપ સહિતના અનેક દેશો દ્વારા લોકડાઉન હળવું કરવામાં પોઝિટીવ પરિબળે અને ઓપેક દેશો દ્વારા ઓઈલના ઉત્પાદનમાં કાપ મૂકવાની અસરે ક્રુડ ઓઈલના ભાવ વધીને આવતાં વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ભારતીય શેરબજારોમાં આજે ફરી તેજી જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૫% વધીને કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૪૮૧ અને વધનારની સંખ્યા ૧૧૧૭ રહી હતી, ૮૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, બજાર ફંડામેન્ટલ્સમાં કોઈ પણ પ્રકારના ખાસ સુધારા વિના માર્ચ મહિનાના તળિયાથી મધ્યસ્થ બેન્ક અને સરકારો તરફથી લિક્વિડિટીના સપોર્ટથી અંદાજીત ૩૦% કરતાં વધુ સુધારો દર્શાવી ચૂક્યું છે. આગામી દિવસોમાં બજાર માટે મુખ્ય નેગેટિવ પરિબળોમાં કોરોના વાઇરસને કારણે લંબાવવામાં આવેલું લોકડાઉન, ચોથા ક્વાર્ટરનાં અપેક્ષાથી ઊતરતાં પરિણામો છે. કોવિડ-૧૯ ના આઉટબ્રેક વચ્ચે બજારો ટ્રેડવોરને લગભગ વીસરી ચૂક્યા હતા ત્યારે યુએસ પ્રમુખે ચીન સામે નવેસરથી ટેરિફ લાગુ પાડવાની ચીમકી ઉચ્ચારતા વૈશ્વિક સ્તરે બજારોને ફરી એકવાર યુએસ-ચીન ટ્રેડ વોરની ચિંતા ઊભી થઈ છે. લોકડાઉનને લંબાવવા બાબતે મારા મતે માર્કેટ માટે આ કોઈ મોટી નેગેટિવ સરપ્રાઇઝ નથી. કેમ કે મોટા ભાગનો વર્ગ માને છે કે જૂન ૨૦૨૦ બાદ જ અર્થતંત્રનું તબક્કાવાર રિઓપનિંગ થશે. જોકે કેટલાંક રાજ્યોએ ૧૭ મે બાદ પણ લોકડાઉન લંબાવવાની વાત કરી છે અને તે જોખમી બની શકે છે. બજારને રાહત આપી શકે તેવું એક જ પરિબળ ભારત સરકાર પાસેથી અપેક્ષિત સ્ટિમ્યુલસ પેકેજ છે. બજાર પખવાડિયાથી તેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. પેકેજનું કદ કેટલું છે અને કેવું છે તેના પર બજાર પ્રતિક્રિયા આપશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

ડીવીસ લેબ ( ૨૨૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૨૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૨૨૦૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૨૮૮ થી રૂ.૨૩૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

ACC લિ. ( ૧૧૪૩ ) :- રૂ.૧૧૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૧૧૭ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૬૬ થી રૂ.૧૧૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

HDFC બેન્ક ( ૯૨૮ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૪ થી રૂ.૯૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

ઈન્ડીગો ( ૯૧૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૦૯ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક એરલાઇન્સ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૩૩ થી રૂ.૯૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.