Abtak Media Google News

Ipoint Logo For Header 1 4

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!!

ભારતીય શેરબજારની નિફ્ટી માર્ચ ૨૦૨૦માં આવેલી ગભરાટભરી વેચવાલીમાંથી ફરી એકવાર લગભગ પાંચ મહિના બાદ ૧૧૨૦૦ પોઈન્ટની સપાટી ઉપર ટ્રેડ થઈ ઊભરતાં બજારોમાં મજબૂત પ્રત્યાઘાતી ઉછાળો નોંધાવ્યો હતો. નોંધનીય વાત એ છે કે કોરોનાથી ઉદ્દભવેલા કેસમાં ડાઉજોન્સે તેની ઐતિહાસિક ટોચથી ૪૦% નો ઘટાડો નોંધાવ્યો હતો અને નિફ્ટી પણ તેને અનુસરી હતી. ચીનને બાદ કરતાં તમામ એશિયન હરીફો સાધારણ નેગેટિવ ટ્રેન્ડ દર્શાવી રહ્યા હતા ત્યારે નિફ્ટી ફ્યુચરે માર્ચ મહિનાના અંદાજીત ૭૫૦૦ પોઈન્ટના તળિયાથી આશરે ૪૬%નો સુધારો નોંધાવી ભારતીય શેરબજારના ઇતિહાસમાં અસાધારણ ઘટનાને આકાર આપ્યો એમ કહીએ તો પણ અતિશિયોક્તિ નથી.

બેન્ચમાર્કને ૧૧૦૦૦ પોઈન્ટનો સ્તર પાર કરવામાં મોટા ભાગનાં તમામ લાર્જ-કેપ્સ સાથે મિડ અને સ્મોલ-કેપ્સ ક્ષેત્રોનો સપોર્ટ મળ્યો હતો. ફાર્મા, બેન્કીંગ, ઓટો, કેપિટલ ગૂડ્સ, ટેકનોલોજી તેમજ મેટલ અને સિમેન્ટ શેરોમાં લીક્વિડીતી ફરતી થઇ અને સાથે સાથે પરિણામ સીઝનની શરૂઆત પણ અપેક્ષાથી સારી જોવા મળી હતી.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

વૈશ્વિક સ્તરે અમુક દેશોને બાદ કરતાં મોટા ભાગનાં ઊભરતાં બજારોમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વૈશ્વિક શેરબજારો પણ યુએસ ખાતે સંક્રમિતોની મોટી સંખ્યા પાછળ મિશ્ર ચાલ દર્શાવી રહ્યાં છે. યુએસ ખાતે વધતાં સંક્રમણો અને યુએસ-ચીન વચ્ચે જોવા મળી રહેલી તંગદિલી વચ્ચે વૈશ્વિક બજારો નરમ જોવા મળી રહ્યાં છે. યુએસ ખાતે ફરી લોકડાઉન થવા લાગ્યું છે જેને કારણે આર્થિક રિકવરી વિલંબિત થાય તેવી શક્યતા છે.

સ્થાનિક સ્તરે ભારતીય બજારને અસરકર્તા એક પરિબળ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વિક્રમ વૃદ્ધિ છે. જેને કારણે સંબંધિત સરકારો સ્થાનિક લોકડાઉનની નીતિ અપનાવી રહી છે. જે જૂન મહિના દરમિયાન બિઝનેસમાં જોવા મળેલી રિકવરી માટે અવરોધરૂપ બાબત છે. વિવિધ કંપનીઓના મેનેજમેન્ટના ડેટા અને નિવેદનોથી સંકેત મળે છે કે કોરોના મહામારીને કારણે શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારોમાં રિકવરી આવી રહી છે. ગ્રામીણ રિકવરીને કેટલાંક પરિબળોને કારણે વધુ સપોર્ટ મળી શકે છે. આગામી દિવસોમાં નોંધપાત્ર પ્રમાણમાં કંપનીઓ તેમની પ્રથમ ક્વાર્ટરનાં પરિણામોની કામગીરી રજૂ કરશે અને દૈનિક ધોરણે શેરબજાર પર તેની અસર જોવા મળશે.

છેલ્લાં કેટલાંક સપ્તાહમાં દેશમાં અમુક જગ્યાએ સ્થાનિક લોકડાઉનના કારણે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે જીડીપીના અંદાજમાં ડાઉનગ્રેડનો નવો રાઉન્ડ શરૂ થયો છે. તેમાં સૌથી ચિંતાજનક અંદાજ અનુસાર રેટિંગ એજન્સી ઇકરા અને કેર રેટિંગ્સે તેમના અંદાજમાં વધુ કાપ મૂક્યો છે. ઇકરાએ અગાઉ જીડીપીમાં ૫% ઘટાડાનો અંદાજ આપ્યો હતો, જે હવે વધારીને ૯.૫% કર્યો છે. હાલની નીતિ ‘એક કદમ આગળ, બે કદમ પાછળ’ સમાન છે. મે અને જૂન મહિનામાં લોકડાઉન હળવું થયા પછી બિઝનેસ પ્રવૃત્તિમાં વધારો થયો હતો પરંતુ ચાલુ મહિને નવેસરથી લોકડાઉન થવાથી તે સુધારો ધોવાઈ ગયો હતો.

કોમોડીટી સેક્ટર સંદર્ભે…

ગત સપ્તાહે અમેરિકા-ચીન વચ્ચે વકરતા વિવાદ, કોરોના વાઈરસની ગંભીર સ્થિતિ તથા ડોલર ઈન્ડેકસમાં ઘટાડાને પગલે વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોના ચાંદીમાં આગઝરતી તેજી જોવા મળી હતી. ગત સપ્તાહે સોનામાં નવ વર્ષની ઉંચી સપાટીએ અંદાજીત રૂ.૫૧,૦૦૦નો નવો વિક્રમ રચાયો હતો અને ચાંદી સાત વર્ષની અને વિશ્વ બજારમાં ચાર વર્ષની ટોચે જોવા મળી હતી. માર્ચ મહિનામાં લોકડાઉન શરૂ થયું ત્યારે ચાંદી અંદાજીત રૂ.૩૩,૫૦૦ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. જે લગભગ ૯૦% વૃદ્ધિ સાથે રૂ.૬૨૪૦૦ની સપાટી પર ટ્રેડ થઈ હતી. જો કે સોના ચાંદીમાં તેજી અહીંથી અટકી છે એવું ના કહી શકાય. મારા મતે ચાંદી રૂ.૬૦૦૦૦ની સપાટી પર બંધ આપશે તો આગામી દિવસોમાં તે રૂ.૬૫૦૦૦ અને સોનું અંદાજીત રૂ ૫૧૫૦૦ થી ૫૨૦૦૦ના સ્તર દર્શાવી શકે છે. ફન્ડવાળાનું ચાંદીમાં લેણ વધી રહ્યું હોવાથી ચાંદીમાં તેજીની આગેકૂચ જળવાઈ રહી છે. વર્ષ ૨૦૧૧ના એપ્રિલ માસમાં ચાંદીનો ભાવ રૂ.૭૫૦૦૦ આસપાસ તેમજ સોનાનો ભાવ રૂ.૨૨૦૦૦ આસપાસનો ભાવ જોવાયો હતો.

મિત્રો, શા માટે સોનું વધી રહ્યું છે..? કારણ જાણીએ તો યુરોપિયન યુનિયન દ્વારા ૭૫૦ અબજ યુરોના કોવિડ-19 પેકેજની જાહેરાત કરાતા અને અમેરિકન કોંગ્રેસે એક ટ્રિલિયન ડોલરના સ્ટીમ્યુલ્સની દરખાસ્ત રજૂ કરતાં પરિણામે આ દેશોએ કરન્સી છાપવી પડશે તેવા અહેવાલને પગલે ફુગાવો વધવાનો ભય રહેતા વિશ્વ બજારમાં તમામ બેન્કો અને સંસ્થાઓ દ્વારા જરૂરિયાત મુજબ ડોલર વેચી સોના ચાંદીમાં રોકાણ વધારી રહ્યા છે. ભારતીય શેરબજારમાં પણ વધતા ડોલર સામે રૂપિયામાં મજબૂતાઈ જોવા મળી રહી છે. અંતિમ ચાર મહિનામાં ચાંદીએ અન્ય તમામ એસેટ ક્લાસિસની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે.

બજારની ભાવી દિશા…..

આગામી સપ્તાહે ભારતીય શેરબજારની ચાલ પર કોવિડ-19ની સ્થિતિ અને કંપનીઓના ત્રિમાસિક પરિણામની અસર જોવા મળશે. સાથે સાથે કોરોના વાઈરસગ્રસ્ત ભારતના અર્થતંત્રને ઉગારવામાં કૃષિ ક્ષેત્રની સારી કામગીરી મહત્ત્વની સાબિત થઈ શકે તેમ હોવાથી રોકાણકારોની નજર ચોમાસાની સ્થિતિ પર પણ રહેશે.

વૈશ્વિક સ્તરે કોરોનાનું વધી રહેલું સંક્રમણ તેમજ ભૂ-રાજકીય તણાવને કારણે આર્થિક રિકવરીની આશા સામે અનિશ્ચતતાના વાદળો ઘેરાયા છે અને કોરોનાના કેસની રીતે ભારત અમેરિકા અને બ્રાઝિલ બાદ ત્રીજા ક્રમે આવી ગયું છે. આગામી દિવસોમાં વિશ્વભરના બજારોની નજર અમેરિકા અને ચીન વચ્ચેના રાજકીય તેમજ વ્યાપારી સંબંધો પર રહે તેવી શક્યતા છે. જો કે દેશમાં લોકડાઉન મે મહિનાથી તબક્કાવાર ધોરણે હળવું થયા પછી અર્થતંત્રમાં રિકવરીનો સંકેત છે. ચાલુ નાણાકીય વર્ષમાં GDP નેગેટિવ ઝોનમાં રહેવાનો અંદાજ છે. મારા અંદાજ અનુસાર સરકાર દ્વારા આવનારા નવા સ્ટિમ્યુલસનો યોગ્ય સમય વેક્સિનના લોન્ચિંગની આસપાસનો રહેશે. જેથી એ સમયે કોરોના સંબંધી અનિશ્ચિતતા દૂર થઈ હશે અને સ્ટિમ્યુલસનો સંપૂર્ણ ઉપયોગ આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે કરાશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને પણ જણાવ્યું હતું કે અર્થતંત્ર પર સરકારની નજર છે અને આગામી સમયમાં જરૂર જણાશે તો તે વધુ દરમિયાનગીરી માટે તૈયાર છે અને કોઈ પણ સંજોગે સરકાર યોગ્ય સ્ટિમ્યુલસ દ્વારા ભારતીય અર્થતંત્રને ફરી ધમધમતું કરવાનો સરકારનો ઇરાદો સ્પષ્ટ છે. બાકી મારા અંગત અભિપ્રાય તરીકે “તબક્કાવાર નફો બુક કરે એ જ શાણો રોકાણકાર”…કેમ ખરું ને ….!!!

Investment Point Weekly 27.07.2020 To 31.07.2020 003 Scaled

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૧૧૭૦ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૨૭૨ પોઇન્ટના પ્રથમ અને ૧૧૩૦૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૧૧૦૧ પોઇન્ટથી ૧૧૦૮૮ પોઇન્ટ, ૧૧૦૦૮ પોઇન્ટની અતિ મહત્વની નીચી સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૧૩૦૩ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

Investment Point Weekly 27.07.2020 To 31.07.2020 004 Scaled

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૨૨૬૧૪ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૩૩૦૩ પોઇન્ટના પ્રથમ અને ૨૩૪૭૪ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૨૨૪૭૪ પોઇન્ટથી ૨૨૨૭૨ પોઇન્ટ, ૨૨૦૮૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૩૪૭૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) અદાણી ગ્રીન ( ૩૩૦ ) :-  અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૩૮ થી રૂ.૩૪૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) PNB હાઉસિંગ ફાઈ. ( ૨૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૧૨ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૦૨ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૩૨ થી રૂ.૨૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) વીએ ટેક વેબેગ ( ૧૩૭ ) :- રૂ.૧૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૨૬ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૧૪૪ થી રૂ.૧૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) સિલ ઈન્વેસ્ટમેન્ટ ( ૧૩૬ ) :- ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૪ થી રૂ.૧૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૧૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) રેપ્કો હોમ ફાઈનાન્સ ( ૧૨૮ ) :- રૂ.૧૧૮ નો પ્રથમ તેમજ રૂ.૧૧૦ ના સ્ટોગ સપોર્ટથી હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૩૭ થી રૂ.૧૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) રેમકો સિસ્ટમ્સ ( ૧૨૨ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૧૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૨૯ થી રૂ.૧૩૩ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) યુનિવર્સ ફોટો ( ૧૧૮ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૦૮ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૨૩ થી રૂ.૧૩૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) તાનલા સોલ્યુશન્સ ( ૧૧૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેક્નોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૬ આસપાસ રોકાણકારે રૂ.૧૨૦ થી રૂ.૧૨૭ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) HDFC લિ. ( ૧૮૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૮૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૮૬૦ થી રૂ.૧૮૮૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ઈન્ફોસિસ ( ૯૨૩ ) :- આ સ્ટોક રૂ.૯૦૯ નો પ્રથમ તેમજ રૂ.૮૮૮ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૪૦ થી રૂ.૯૪૯ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) સન ફાર્મા ( ૪૮૪ ) :- ૧૪૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૪૬૪ નો પ્રથમ તેમજ રૂ.૪૪૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક ફાર્મા સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૪૯૭ થી રૂ.૫૧૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) કોટક બેન્ક ( ૧૩૪૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૭૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૮૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૩૧૭ થી રૂ.૧૩૦૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૯૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) લાર્સેન લિ. ( ૯૦૫ ) :- રૂ.૯૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૮૯૦ થી રૂ.૮૭૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૯૪૪ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) ઇન્ડસઇન્ડ બેન્ક ( ૫૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૫૪૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૫૫૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૫૦૮ થી રૂ.૪૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૬૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) GTPL હેથવે ( ૯૪ ) :- ટેલિકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૯ થી રૂ.૧૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) વિનસ રેમેડીઝ ( ૭૩ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ફાર્મા સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૬૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૭૭ થી રૂ.૮૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) ઓનવર્ડ ટેક્નોલોજી ( ૬૨ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૭ નો પ્રથમ તેમજ રૂ.૫૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક ટેક્નોલોજી સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૬૬ થી રૂ.૭૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) આલોક ઈન્ડસ્ટ્રીઝ ( ૨૮ ) :- રૂ.૨૨ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૩૧ થી રૂ.૩૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૩૬ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

શેરબજારમાં સ્ટોક સ્પેશિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.