Abtak Media Google News

Ipoint Logo For Header 1 7

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૪૧૫૫૮.૦૦ સામે ૪૧૬૦૭.૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૩૮૪.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૨ પોઈન્ટના  ઘટાડા સાથે ૪૧૪૦૫.૫૯ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૩૨૯.૩૦ સામે ૧૨૨૯૬.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૨૬૫.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૨ પોઈન્ટના ઘટાડા સાથે ૧૨૨૭૬.૮૫ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૩૯૦૫૩ ના મથાળેથી ખુલીને રૂ.૩૯૨૭૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૯૦૫૩ ના નીચા મથાળે નોંધાવી ૧૮૬ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૩૯૧૫૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૭૨૪૫ ના મથાળેથી ખુલીને રૂ.૪૭૨૮૫ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૧૮૦ ના નીચા મથાળે નોંધાવી ૩૭૯ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૪૭૨૩૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

કેલેન્ડર વર્ષ ૨૦૧૯ પૂરું થવાના છેલ્લા દિવસે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેબજારોમાં હોલીડે મૂડ જોવાયો હતો. ફોરેન ફંડો-એફપીઆઈની ઓછી હાજરી વચ્ચે લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડોની આજે એનએવી બેઝડ સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેકટીવ ખરીદી રહી હતી. આ સાથે હવે કેન્દ્રિય બજેટની તૈયારી અને નવા વર્ષમાં ફોરેન ફંડોનું એલોકેશન સ્મોલ, મિડ કેપ શેરો માટે વધવાની શકયતાના સમીક્ષકોના અંદાજો વચ્ચે સાઈડ માર્કેટમાં આકર્ષણ રહ્યું હતું. લાંબા સમયથી મંદી-સંકટનો સામનો કરી રહેલા ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે કેન્દ્ર સરકાર નવી સ્ક્રેપ નીતિને આખરી ઓપ આપીને કમર્શિયલ વાહનો માટે સ્ક્રેપ નીતિ કડક બનાવે એવી શકયતાએ નવા વાહનો માટેની માંગ ફરી વધવાની શકયતાએ ફંડો, નામી દિગ્ગજોએ ઓટોમોબાઈલ શેરોમાં તેજી કરી હતી. અલબત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બેંકોની એનપીએની સ્થિતિ હજુ બગડવાની અને નવા વર્ષ ૨૦૨૦માં બેંકો-નાણા સંસ્થાઓની એનપીએમાં વધારો થવાની ચેતવણી ઉચ્ચારતાં બેંકિંગ-ફાઈનાન્શિયલ શેરોમાં ફંડોની સાવચેતીમાં વેચવાલી રહી હતી.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૯૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૯૭ અને વધનારની સંખ્યા ૯૧૫ રહી હતી. ૮૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૬૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, હાલમાં બજારમાં મર્યાદિત શેરો અને ક્ષેત્રોમાં તેજી છે, જે સ્થિતિ સુધરી શકે છે. પ્રોત્સાહક પગલાં અને ટેક્સલાભ સાથે સરકારની નીતિ વધુ બિઝનેસલક્ષી બની રહી છે. ઘરેલુ બજારમાં જોખમ લેવાની ક્ષમતા વધશે તથા અમેરિકા અને ચીન વચ્ચે સમજૂતી તથા બ્રેક્ઝિટ ડીલ બાદ વૈશ્વિક અવરોધમાં ઘટાડો થશે. બાકી અંગત સલાહ એ છે કે “ તબક્કાવાર નફો બુક કરે એ જ શાણો રોકાણકાર ”…કેમ ખરું ને …!!!

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૨૯૩ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૩૩૩ પોઈન્ટના પ્રથમ અને ૧૨૩૬૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૨૬૭ પોઈન્ટ થી ૧૨૨૪૪ પોઈન્ટ, ૧૨૩૩૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૩૬૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • લાર્સન લિ. ( ૧૩૦૭ ) :- રૂ.૧૨૯૧ નો પ્રથમ તેમજ રૂ.૧૨૭૩ ના બીજા સપોર્ટથી કન્સ્ટ્રકશન સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૩૨૩ થી રૂ.૧૩૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • સિપ્લા લિ. ( ૪૮૩ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૯૭ થી રૂ.૫૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૪૬૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ઓરબિંદો ફાર્મા ( ૪૬૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૫૧ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૭૩ થી રૂ.૪૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.