Abtak Media Google News

 

Ipoint Logo For Header 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૬૦૨૧.૪૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૬૩૧૩.૪૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૬૨૫૪.૦૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૨.૯૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૨.૬૧ પોઈન્ટના ઉછાળા સાથે ૩૬૪૨૪.૬૩ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૫૭૨.૪૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૭૦૦.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૬૬૧.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૨.૯૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૪.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૬૯૬.૬૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૪૭૯૭૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૭૯૭૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૭૭૫ ના નીચા મથાળે નોંધાવી ૧૬૬ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૭૮૮૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ.૪૯૦૮૭ ના મથાળેથી ખુલીને રૂ.૪૯૦૮૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૮૮૬૫ ના નીચા મથાળે નોંધાવી ૧૯૭ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૮૯૮૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ખુલતાની સાથે જ ઉછાળો નોંધાયો છે. સારા ગ્લોબલ સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક મોરચે કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત થઈ રહેલા ચિંતાજનક વધારાની સાથે કોરોનાના ઉપદ્રવને રોકવા ફાર્મા જાયન્ટો દ્વારા કોરોનાની વેક્સિન શોધવામાં મળી રહેલી સફળતાના અહેવાલો વચ્ચે વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે આજે ભારતીય શેરબજારમાં તેજી આગળ વધી હતી. વૈશ્વિક અર્થતંત્રને પુન: રિકવરીના પંથે લાવવા યુરોપ, અમેરિકાના દેશો દ્વારા નવા સ્ટીમ્યુલસ પેકેજની થઈ રહેલી તૈયારીએ વૈશ્વિક બજારોમાં તેજી સાથે સ્થાનિક સ્તરે ગત સપ્તાહે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ એનબીએફસીઝ અને હાઉસીંગ ફાઈનાન્સ કંપનીઓ માટે સ્પેશ્યલ લિક્વિડિટી સ્કીમ મંજૂર કર્યાનું જાહેરાત બાદ ફાઈનાન્સ-બેંકિંગ શેરોની આગેવાનીમાં ફંડોએ શેરોમાં ફરી તેજી કરી હતી. શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૬% ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે S&P 500 ૦.૪૫% અને નેસ્ડેક ૦.૫૨% વધીને સેટલ થયા હતા. દિગ્ગજ શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૦% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો બીએસઈ પર આજે બેન્કેક્સ, ફાઈનાન્સ, બેઝિક મટિરિયલ્સ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ અને રિયલ્ટી શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી, તેમજ અંદાજીત અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૩૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૨૯ અને વધનારની સંખ્યા ૧૩૯૫ રહી હતી, ૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૩૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશભરમાં અપેક્ષાથી સારા ઈકોનોમિક ડેટા અને કોવિડ-19ની રસીની સંભાવનાને પગલે વિતેલા સપ્તાહે ઈક્વિટી માર્કેટ મજબૂત સુધારા સાથે બંધ રહ્યું હતું. ગત સપ્તાહે ભારતીય ઈક્વિટી માર્કેટનો બેન્ચમાર્ક સતત વૃદ્ધિ સાથે ચાર મહિનાની ટોચની સપાટી નજીક બંધ રહ્યો હતો. માર્કેટકેપની દ્રષ્ટિએ સેન્સેક્સની ટોપ-૧૦ કંપનીઓના સંયુક્ત માકર્કેટકેપમાં TCS, RILની આગેવાનીમાં અંદાજીત રૂ.૧,૩૭,૫૦૮.૬૧ કરોડનો ઉછાળો નોંધાયો હતો. ભારતીય શેરબજારમાં આગામી શેરબજારની ચાલનો આધાર વેશ્વિક સંકેતો, કોવિડ-19ના ટ્રેન્ડ્સ તેમજ કોર્પોરેટ પરિણામોની જૂન ૨૦૨૦ના અંતના પ્રથમ ત્રિમાસિકના ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ-ટીસીએસના ૯,જુલાઈ ૨૦૨૦ના રિઝલ્ટથી શરૂ થનારી સિઝન પર ભારતીય શેરબજારની નજર રહેશે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયાની ચાલ તેમજ ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવની વધઘટ પર ભારતીય શેરબજારની નજર રહેશે. આગામી દિવસોમાં IIP ડેટા જેવા મેક્રો ઈન્ડિકેટર્સ, દેશમાં ચોમાસાની પ્રગતિ અને કોરોનાના કેસોની સ્થિતિ વગેરે પરિબળો પર પણ ભારતીય શેરબજારની નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

  • બાટા ઈન્ડિયા ( ૧૩૦૯ ) :- ફૂટવેર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૮૮ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૨૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૩૩ થી રૂ.૧૩૪૦ સુધી તેજી તરફી ધ્યાન…!!!
  • ઇન્ડીગો ( ૧૦૦૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૭૭૧ ) :- રૂ.૭૪૪ નો પ્રથમ તેમજ રૂ.૭૩૦ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૮૭ થી રૂ.૭૯૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • HCL ટેક્નોલોજી ( ૫૭૭ ) :- ટેક્નોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૮૫ થી રૂ.૫૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૬૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૩૦૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૯૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૧૬ થી રૂ.૩૨૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.