Abtak Media Google News

Ipoint Logo For Header 1 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૫૬૯૭.૪૦ સામે ૩૪૪૭૨.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૩૭૬૭.૫૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૦૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૯૯ પોઈન્ટના ઘટાડા સાથે ૩૩૮૯૭.૭૪ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૪૫૦.૭૫ સામે ૯૯૪૧.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૯૮૬૪.૪૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૯૯૧૫.૨૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એપ્રિલ ગોલ્ડ રૂ.૪૩૩૦૨ ના મથાળેથી ખુલીને રૂ.૪૩૩૮૭ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૩૨૧૫ ના નીચા મથાળે નોંધાવી ૧૦૭ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૩૨૪૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મે સિલ્વર રૂ.૪૫૫૫૬ ના મથાળેથી ખુલીને રૂ.૪૫૫૫૬ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૫૧૫૦ ના નીચા મથાળે નોંધાવી ૪૭૦ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૫૩૫૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના ચોથા દિવસે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત ગેપ ડાઉન ઓપનીંગે થઈ હતી. ઝડપથી પ્રસરી રહેલા કોરોના વાઈરસનો ફફડાટ જારી રહેતાં વિશ્વભરના શેરબજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો. ગભરાટભરી વેચવાલીથી ગુરુવારે BSE સેન્સેક્સ નીચે ગેપમાં ખૂલ્યા બાદ ૧૯૦૦ પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. શરૂઆતથી જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં મેટલ, રિયલ્ટી, પાવર, ઓઈલ-ગેસ, ઓટો, બેન્ક, કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે સવારે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૫.૭૬% અને ૬.૨૪% ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. ગઈકાલે વોલસ્ટ્રીટમાં ભારે કડાકા બાદ આજે સવારથી જ એશિયાના બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આજે સવારે જાપાનનો નિક્કાઈ ઈન્ડેક્સ ૪.૨%, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૩.૮%, હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ ૩.૫% અને શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ ૧.૧% ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૯૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૬૭ અને વધનારની સંખ્યા ૧૪૩ રહી હતી. ૫૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૨૫૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, ૨૦૨૦નું કેલેન્ડર વર્ષ ભારતીય શેરબજાર માટે ઐતિહાસિક સ્તરે ગાબડાનું વર્ષ પુરવાર થવા પામ્યું છે. વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઇલના ભાવમાં કડાકો બોલી ગયાના અહેવાલો, કોરોના વાઇરસનો વધી રહેલો પ્રકોપ તેમજ ઘરઆંગણે યસ બેંકના ચિંતાજનક અહેવાલો પગલે નાણાંકીય- બેન્કિંગ સિસ્ટમ સામે ઉદ્ભવેલ કટોકટીભરી સ્થિતને પગલે ચોમેરથી વેચવાલી જોવા મળી રહી છે. તેમાં વળી કોરોના વાઇરસના પ્રકોપના કારણે વૈશ્વિક બજારોમાં બોલેલા કડાકા પાછળ ભારતીય શેરબજારો પણ કડાકા જોવા મળી રહ્યા છે. આ સાથે કોરોના વાઇરસ, ક્રુડ ઓઈલના તૂટતાં ભાવ અને રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૯૮૭૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૯૭૬૦ પોઈન્ટના પ્રથમ અને ૯૭૦૭ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૯૯૦૯ પોઈન્ટ થી ૯૯૧૯ પોઈન્ટ, ૯૯૩૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૯૯૩૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • ACC લિ. ( ૧૧૨૨ ) :- રૂ.૧૧૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૦૯૭ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૧૩૭ થી રૂ.૧૧૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૭૭૭ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૦૮ થી રૂ.૮૨૮ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • લુપિન લિ. ( ૬૦૭ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૯૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૨૬ થી રૂ.૬૨૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.