Abtak Media Google News

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- સતત સાત ટ્રેડિંગ દિવસથી પોઝિટીવ રહ્યાં બાદ બે દિવસથી તેજીને બ્રેક લાગી છે. સ્થાનિક સંસ્થાઓ દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે બજારમાં સુધારો પાછો પડ્યો છે. આ ઉપરાંત સેન્સેક્સની તુલનાએ સ્મોલ-મિડકેપમાં ધારણા મુજબની મૂવમેન્ટ ન હોવાની પણ અસર વર્તાઇ છે. ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૪૦૨૪૮.૨૩ સામે ૪૦૩૧૧.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૦૫૫.૫૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૨ પોઈન્ટના  ઘટાડા સાથે ૪૦૧૦૬.૧૫ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- બજારની તેજીની ચાલમાં નિફ્ટી ફ્યુચર ૧૨૦૧૨ પોઇન્ટની સપાટી કુદાવવામાં સફળ ન રહેતા ફરી ઘટાડા તરફી ચાલ રહી છે. જોકે, બજારની વાસ્તવિક તેજી માટે સળંગ સુધારા બાદ એકાદ કરેક્શન જરૂરી હતું. નિફ્ટી સુધારાની ગતી પકડતા ઝડપી ૧૨૦૦૦ પોઇન્ટની સપાટી કુદાવશે. ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૯૫૬.૦૦ સામે ૧૧૯૪૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૮૯૧.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૭ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૮૯૮.૦૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

ગોલ્ડ-સિલ્વર :- આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી છે. રોકાણકારો બૂલિયનના બદલે મેટલ્સ માર્કેટ તરફ આકર્ષાયા છે. બજારમાં હાલ ઝડપી તેજીના સંકેતો નથી. ટ્રેડવોર ઠંડુ પડવા સાથે હેજફંડો તથા સેન્ટ્રલ બેન્કોની ખરીદી અટકી હોવા ઉપરાંત ગોલ્ડ ઇટીએફ ફંડ હાઉસની ખરીદી પણ અટકી છે. જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૫૩૦ ડોલરની સપાટી ન કુદાવે ત્યાં સુધી સુધારાની ચાલ ન સમજવી. ચાંદીમાં પણ તેજી માટે ૧૮.૭૦ ડોલરનું લેવલ ક્રોસ થાય તે જરૂરી છે. સ્થાનિક બજારમાં રૂપિયાની મજબૂતીના કારણે ભાવ ઘટી રહ્યાં છે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૦૦૦ની સપાટી નજીક ૩૮૦૮૫ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણેબે તરફી વધઘટે અથડાઇ રહ્યું છે. આજે ઉપરમાં ૩૮૨૫૦ અને ૩૮૩૭૦ સુધી પહોંચી શકે છે નીચામાં ૩૭૯૦૦ મજબૂત સપોર્ટ છે જે તૂટતા ૩૭૭૫૦ આવી શકે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર અત્યારે ૪૫૭૩૧ની સપાટી ઉપર રહી છે. જે ઉપરમાં ૪૬૦૦૦-૪૬૨૫૦ અને નીચામાં ૪૬૫૦૦ સુધી જઇ શકે.

એફકેઝેડ

ક્રૂડ :- ક્રૂડમાં તોફાની તેજીને સપોર્ટ મળતો નથી. પુરવઠો મોટી માત્રામાં છે સામે માગ સાવ ઠંડી છે જેના કારણે ક્રૂડની તેજી તકલાદી સાબીત થઇ રહી છે. જ્યાં સુધી ક્રૂડ ૬૩ ડોલરની સપાટી ઉપર સાપ્તાહિક ધોરણે બંધ ન આપે ત્યાં સુધી તેજીનું ધ્યાન નથી. એમસીએક્સ નવેમ્બર ૪૦૨૫ ની સપાટી આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ ઉપરમાં ૪૦૭૦ અને ત્યાર બાદ ૪૧૦૦ સુધી પહોંચી શકે છે. નીચામાં હવે ૩૯૩૦ ન તોડે ત્યાં સુધી ઝડપી ઘટાડો પણ જણાતો નથી.

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

કોર્પોરેટ ઈન્ડિયાના સપ્ટેમ્બર ૨૦૧૯ અંતના ત્રિમાસિક પરિણામો એકંદર અપેક્ષાથી સારા જાહેર થતાં શેરોમાં ઈન્ડેક્સ બેઝડ સળંગ સાત દિવસની વિક્રમી તેજીની દોટ જોવાયા બાદ અંતે સપ્તાહના ત્રીજા દિવસે ફંડો, મહારથીઓએ તેજીને વિરામ આપ્યો હતો. મંદી જોવા મળી હતી. વૈશ્વિક મોરચે ચાઈના-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની અપેક્ષા સાથે ફરી ચાઈનાએ અમેરિકા દ્વારા ૩૬૦ અબજ ડોલરની ચાઈનાની આયાતો પરની ટેરિફમાં ઘટાડો કરવાની શરત મૂક્યાના અહેવાલ વચ્ચે આ ટ્રેડ વાટાઘાટ ફરી વિલંબમાં પડવાના સંકેતે છતાં વૈશ્વિક બજારોમાં એશીયાના બજારોમાં તેજી સામે યુરોપના બજારોમાં નરમાઈ જોવાઈ હતી. એફએમસીજી શેરોમાં આકર્ષણ સામે બેંકિંગ-ફાઈનાન્સ, ક્ધઝયુમર ડયુરેબલ્સ, પાવર-કેપિટલ ગુડઝ, ફાર્મા, ઓઈલ-ગેસ, ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ તેજીને બ્રેક લાગ્યા સાથે ફંડોએ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કર્યાની ચર્ચા હતી. સેન્સેક્સ-નિફટી બેઝડ સતત તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો દ્વારા સંખ્યાબંદ શેરોમાં ઓફલોડિંગ શરૂ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.

કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૫૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૭૫ અને વધનારની સંખ્યા ૮૦૪ રહી હતી. ૭૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૭૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, તેજીનો વર્તમાન દોર પણ ટૂંકાગાળાનો નીવડવાની અને બજાર ફરી રિવર્સ ટ્રેન્ડ બતાવતાં ફરી સંખ્યાબંધ શેરોમાં ઓફલોડિંગ થવાના સંજોગોમાં ફસાઈ જવાની પૂરી શકયતા હોઈ રોકાણકારોએ પોતે તકેદારી રાખવાની રહેશે. સેન્સેક્સ ફરી નવી વિક્રમી ઊંચાઈને આંબી ગયો છે, ત્યારે હજુ રોકાણકારો-ખાસ સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં લાંબા સમયથી રોકાણ ધરાવતાં અનેક રોકાણકારોમાં હજુ નિરાશા પ્રવર્તિ રહી છે. તેજીને અનુસરવામાં સાવચેતી જરૂરી રહશે. કોર્પોરેટ પરિણામોની ત્રિમાસિક સીઝન એકંદર અપેક્ષાથી સારા રિઝલ્ટની પૂરવાર થઈ રહી છે, ત્યારે હવે આગામી સપ્તાહમાં જાહેર થનારા ત્રિમાસિક પરિણામોમાં આજ રોજ સિપ્લા, લુપીન, ગુરૂવારે ૭,નવેમ્બર ૨૦૧૯ના પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, સન ફાર્મા, બીપીસીએલ, એચપીસીએલ રિઝલ્ટ પર નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- (  ૧૧૯૧૯ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૧૧૮૫૮ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૯૪૭ પોઈન્ટ થી ૧૧૯૬૦ પોઈન્ટ, ૧૧૯૭૩ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૮૮૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

લાર્સન લિમિટેડ ( ૧૪૪૭ ) :- રૂ.૧૪૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૧૮ ના બીજા સપોર્ટથી ક્ધસ્ટ્રકશન સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૭૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

ઓરબિન્દો ફાર્મા ( ૪૭૫ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૮૮ થી રૂ.૪૯૪ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૩૯૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૮૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૧૩ થી રૂ.૪૨૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.