Abtak Media Google News

Ipoint Logo For Header 1 3

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૦૫૭૯.૦૯ સામે ૩૦૯૬૮.૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૦૦૫૬.૭૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૦૪૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૧ પોઈન્ટના ઘટાડા સાથે ૩૦૧૯૭.૮૨ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૮૯૧૫.૬૦ સામે ૯૦૪૦.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૭૭૬.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૯૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૮૦૨.૧૫ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એપ્રિલ ગોલ્ડ રૂ.૪૦૧૨૭ ના મથાળેથી ખુલીને રૂ.૪૦૪૪૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૦૧૨૭ ના નીચા મથાળે નોંધાવી ૨૬ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૦૨૭૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મે સિલ્વર રૂ.૩૫૭૦૦ ના મથાળેથી ખુલીને રૂ.૩૬૪૮૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૫૭૦૦ ના નીચા મથાળે નોંધાવી ૨૮૬ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૩૫૭૩૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારોની ટ્રેડિંગની શરૂઆત મજબૂતીએ થયા બાદ દેશમાં કોરોનાના પોઝિટીવ કેસો વધવાના ખોફથી ફંડો તેમજ ટ્રેડરો દ્વારા હેમરીંગે આરંભિક ઉછાળો ધોવાઈ બજાર ફરી મંદીમાં ટ્રેડ થતું હતું. કોરોનાના ડરથી હવે ભારતીય શહેરો લોકડાઉન કરવાની પરિસ્થિતિ સર્જાવા લાગતાં અને દેશમાં કોરોનાના પોઝિટીવ કેસો સૌથી વધુ મહારાષ્ટ્રમાં નોંધાતાં અને કેસોની સંખ્યા ઝડપથી વધી રહ્યાથી ચેતી જઈને મહારાષ્ટ્ર સરકારે યુદ્ધના ધોરણે પગલાં લેવાની શરૂઆત કરી દીધા બાદ હવે ઉપદ્રવને ફેલાતો અટકાવવા મુંબઈ લોકલ ટ્રેનોને સાત દિવસ માટે બંધ કરવાની વિચારણા સહિતના અહેવાલો વહેતાં થતાં ભારતીય શેરબજારોમાં વધ્યા મથાળેથી ફંડો, ટ્રેડરો દ્વારા મોટાપાયે હેમરીંગ થયું હતું. એશિયા-પેસેફિક દેશોમાં પાકિસ્તાન સહિતમાં કોરોનાના કેસો ઝડપથી વધીને આવતા વૈશ્વિક ચિંતામાં એશિયાના બજારોમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં માંગનો અભાવ અને પુરવઠા વૃદ્ધીના ભણકારા વચ્ચે બ્રેન્ટ ક્રુડ અને નાયમેક્ષ ક્રુડના ભાવ અંદાજીત ૮ થી ૮.૫૦% ગબડીને ૩૦ ડોલર આસપાસ રહ્યા હતા. અલબત ઓટોમોબાઈલ ઉદ્યોગ સતત મંદીનો સામનો કરી રહ્યો હોઈ સાથે ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૮૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૨૦ અને વધનારની સંખ્યા ૫૧૮ રહી હતી. ૮૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૮૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, કોરોના વાઈરસના ઝડપી અને વ્યાપક ફેલાવાને કારણે તેની અસર નોંધપાત્ર આર્થિક પરિણામો પર પડી રહી છે, ત્યારે કોરોના વાઈરસની અર્થતંત્ર પર અસરને ધ્યાનમાં રાખી મૂડી’સ દ્વારા વર્તમાન કેલેન્ડર વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને ૫.૩૦% મૂકયો છે. આ અગાઉ મૂડી’સે ગયા મહિને આ દર ૫.૪૦% રહેવાનું જણાવ્યુ હતું. મૂડી’સે જણાવ્યુ હતું કે અસરગ્રસ્ત દેશોમાં ઉપભોગ માગમાં ઘટાડાથી પૂરવઠા સાંકળ અને સરહદપાર માલસામાન અને સેવાનો વેપાર ખોરવાઈ ગયો છે. ખલેલ લાંબો સમય ચાલુ રહેશે તો, વૈશ્વિક મંદીનો ખતરો પણ એટલો વ્યાપક રહેશે. મૂડી’સ દ્વારા વર્ષ ૨૦૨૧ માટે આર્થિક વિકાસનો દરનો અંદાજ ૫.૮૦% મુકાયો છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૮૮૦૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૮૭૩૦ પોઈન્ટના પ્રથમ અને ૮૭૦૭ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૮૮૩૩ પોઈન્ટ થી ૮૮૪૮ પોઈન્ટ, ૮૮૮૮ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૮૮૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • TCS લિ. ( ૧૬૩૦ ) :- રૂ.૧૬૧૬ નો પ્રથમ તેમજ રૂ.૧૬૦૬ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૬૬૩ થી રૂ.૧૬૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • લુપિન લિ. ( ૬૨૦ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૩૩ થી રૂ.૬૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૦૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૪૨૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૧૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૩૦ થી રૂ.૪૪૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.