નિફટી ફયુચર તા.30-03-2020 ના રોજ 8570 પોઈન્ટ મહત્વની સપાટી…!!!

133

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૨૯૮૧૫.૫૯ સામે ૨૯૨૨૬.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૮૭૦૮.૮૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૯૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૨૦.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૯૩૯૪.૬૯ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૮૬૫૧.૪૦ સામે ૮૪૪૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૩૯૫.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૮ પોઈન્ટના ઘટાડા સાથે ૮૬૦૨.૫૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એપ્રિલ ગોલ્ડ રૂ.૪૩૪૫૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૩૫૮૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૩૩૨૬ ના નીચા મથાળે નોંધાવી ૨૧૨ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૩૩૫૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મે સિલ્વર રૂ.૪૦૦૦૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૦૦૦૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૯૩૬૧ ના નીચા મથાળે નોંધાવી ૧૨૪૪ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૩૯૬૫૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત ગેપ ડાઉન ઓપનીંગે થઈ હતી. કોરોના વાયરસના કારણે હાલ આખા દેશમાં લોકડાઉન છે તેમ છતાં દિવસે-દિવસે કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના વાયરસની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. કોરોના મહામારી વૈશ્વિક કટોકટી બની જઈ સમગ્ર વિશ્વને ઐતિહાસિક મહામંદીમાં વિશ્વના મોટાથી લઈ નાના દેશોની આર્થિક હાલત અત્યંત દયનીય બની જવાની દહેશતે વૈશ્વિક બજારો માટે અત્યાર સુધીનું સૌથી મોટી મંદીનું પૂરવાર થયું છે ત્યારે આર્થિક સંકટમાં લોકોને મદદ માટે ગત સપ્તાહે ભારતીય રિઝર્વ બેન્કે લોકોની આશા પ્રમાણે રેપો રેટમાં ૭૫ બેઝિઝ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રેપો રેટ, સીઆરઆરમાં ઘટાડા સહિતના અનેક રાહતના પગલાં લીધા હતા. આ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે કોરોના મહામારીની સ્થિતિ યુરોપના દેશોમાં ખાસ ઈટાલી, સ્પેન, યુ.કે.માં વણસી રહી હોઈ અને અમેરિકામાં પણ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને ચાઈનાના આંકને પાર કરવા સાથે પરિસ્થિતિ વિકટ બની રહી હોઈ અમેરિકી પ્રમુખ અને ચાઈનાના પ્રમુખ આ મહામારીમાંથી બહાર આવવા બન્ને દેશોએ એકસાથે કામ કરવાની પહેલ કરવાની ફરજ પડતાં વૈશ્વિક બજારોમાં નરમાઈ જોવાઈ હતા. ભારતીય શેરબજારમાં બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ અનુક્રમે ૨.૮૦% અને ૨.૨૩% ઘટીને કારોબાર કરી રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં ઓટો, મેટલ, ફાર્મા, રિયાલિટી, પાવર અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૭૮૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૩૩ અને વધનારની સંખ્યા ૬૩૦ રહી હતી. ૧૨૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૪૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, આગામી દિવસોમાં કોરોના વૈશ્વિક મહામારી પર નજર સાથે વૈશ્વિક બજારોમાં મોટી અફડા – તફડીની પૂરી શકયતા છે. ભારત કોરોના સંક્રમણના મહત્વના તબક્કામાં પ્રવેશી રહ્યું હોઈ અને અત્યાર સુધીમાં કોરોના સંકટને કારણે દેશ-વિદેશોના બિઝનેસો થંભી ગયા હોઈ આવી પડેલા આ આર્થિક સંકટમાં ભારત, અમેરિકા, ચાઈના સહિતના દેશોના માર્ચ મહિના માટેના જાહેર થનારા મેન્યુફેકચરીંગ પીએમઆઈના આંક પર નજર રહેશે. આ સાથે આજે જાહેર થનારા યુરોપના યુરો એરિયાના બિઝનેસ કોન્ફિડેન્સના માર્ચ મહિનાના આંક તેમજ માર્ચના કન્ઝયુમર કોન્ફિડેન્સ આંક પર વિશ્વના બજારોની નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૭૪૩૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૮૩૭૦ પોઈન્ટના પ્રથમ અને ૭૩૦૩ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૮૪૮૪ પોઈન્ટ થી ૮૫૧૦ પોઈન્ટ, ૮૫૭૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૮૫૭૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • કોટક બેન્ક ( ૧૩૨૨ ) :- રૂ.૧૩૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૯૦ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • ઇન્ફોસિસ ( ૬૪૧ ) :- ટેક્નોલૉજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૫૬ થી રૂ.૬૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૨૭૭ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૬૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૮૩ થી રૂ.૨૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Loading...