Abtak Media Google News

Ipoint Logo For Header 1 1

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૪૧૪૫૯.૭૯ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૧૫૧૦.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૫૧૦.૧૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૨ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૪૧૬૬૫.૩૧ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૧૭૪.૬૦ સામે ૧૨૧૯૮.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૧૯૦.૬૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૬૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૨૪૯.૭૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એપ્રિલ ગોલ્ડ રૂ.૪૦૬૦૧ ના મથાળેથી ખુલીને રૂ.૪૦૬૦૪ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૦૫૭૩ ના નીચા મથાળે નોંધાવી ૫૬ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૦૬૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૫૮૧૯ ના મથાળેથી ખુલીને રૂ.૪૫૮૨૫ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૫૭૪૦ ના નીચા મથાળે નોંધાવી ૧૫ પોઈન્ટ વધારા સાથે રૂ.૪૫૮૧૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના અંતિમ દિવસે ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. ભારતમાં ડિસેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ (આઈઆઈપી) નવેમ્બરના ૧.૮%ની તુલનાએ ઘટીને ૦.૩% આવતાં અને રીટેલ ફુગાવાનો આંક ડિસેમ્બર ૨૦૧૯ના ૭.૩૫%ની તુલનાએ વધીને જાન્યુઆરી ૨૦૨૦માં ૭.૫૯%ની ૬૮ મહિનાની ઊંચાઈએ પહોંચી જતાં આર્થિક વિકાસ વધુ નબળો પડવાના સંક્તે વચ્ચે ફંડોએ સાવચેતીમાં શેરોમાં ઈન્ડેક્સ બેઝડ તેજી જોવા મળી હતી. આરંભિક મજબૂતી બાદ ફંડોએ શેરોમાં મોટું ઓફલોડિંગ કરતાં નરમાઈ જોવાઈ હતી. આર્થિક નબળા આંકડા સાથે વૈશ્વિક મોરચે ચાઈનામાં કોરોના વાઈરસના પરિણામે ૧૨૦૦થી વધુ લોકોના મોત થયા હોવાના અને વિશ્વભરમાં  ૪૮૦૦૦થી વધુ લોકો આ વાઈરસથી અસરગ્રસ્ત થયાના આંકડાથી વૈશ્વિક આર્થિક વૃદ્વિ વધુ મંદ પડવાના ફરી ભયના  કારણે વૈશ્વિક બજારોમાં પીછેહઠ પાછળ ભારતીય શેર બજારોમાં ઉછાળે નફારૂપી વેચવાલી રહી હતી. આ સાથે  કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર ૨૦૧૯ અંતના ત્રિમાસિક પરિણામો નબળા જાહેર થતાં  નિરાશામાં ઈન્વેસ્ટરોએ સાવચેતીમાં રોકાણ હળવું કરતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં સાવચેતી જોવા મળી હતી. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ(એસ એન્ડ પી) દ્વારા ભારતના રેટીંગને ટ્રીપલ બી માઈનસ-એ-થ્રી જાળવીને સ્ટેલબ આઉટલૂક આપીને ભારતમાં આર્થિક રિકવરી ફરી જોવાશે એવી અપેક્ષા બતાવાઈ હતી. ફાર્મા-હેલ્થકેર, ક્ધઝયુમર ડયુરેબલ્સ, આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની લેવાલી સામે બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની સાવચેતી જોવા મળી હતી.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૫૨૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૫૭ અને વધનારની સંખ્યા ૯૦૪ રહી હતી. ૫૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૭૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર માઠી અસરના નેગેટીવ પરિબળ છતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડા અને વિવિધ ઉત્પાદનો માટે વિશ્વના ખરીદદારો ભારત તરફ વળી રહ્યાના અહેવાલો વચ્ચે કોર્પોરેટ-ઉદ્યોગ જગતની કામગીરીમાં વધુ રિકવરીની અપેક્ષાએ ફંડોની ભારતીય શેરબજારોમાં ખરીદી વધતી જોવાઈ છે અલબત આગામી દિવસોમાં બજાર વધ્યા મથાળેથી ઈન્ડેક્સ બેઝડ નફારૂપી વેચવાલી નોંધાવશે. બાકી અંગત સલાહ એ છે કે  તબક્કાવાર નફો બુક કરે એ જ શાણો રોકાણકાર …કેમ ખરું ને …!!!

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૨૦૨ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૧૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૨૧૬૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૨૩૨ પોઈન્ટ થી ૧૨૨૭૨ પોઈન્ટ, ૧૨૩૦૩ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૨૭૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

લાર્સન લિ. ( ૧૨૯૮ ) :- રૂ.૧૨૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૨૭૪ ના બીજા સપોર્ટથી ક્ધસ્ટ્રકશન સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૩૦૮ થી રૂ.૧૩૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

ઇન્ડસઇન્ડ બેન્ક ( ૧૨૨૫ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૩૮ થી રૂ.૧૨૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૨૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

ઓરબિન્દો ફાર્મા ( ૫૨૮ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૩૪ થી રૂ.૫૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.