Abtak Media Google News

Ipoint Logo For Header 1 4

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૪૧૪૬૧.૨૬ સામે ૪૧૫૪૩.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૪૧૦.૧૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧ પોઈન્ટના  ઘટાડા સાથે ૪૧૪૪૦.૧૧ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૨૩૮.૪૫ સામે ૧૨૧૨૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૧૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૦૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭ પોઈન્ટના ઘટાડા સાથે ૧૨૨૧૦.૫૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૩૮૬૩૫ ના મથાળેથી ખુલીને રૂ.૩૮૭૧૯ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૮૬૩૫ ના નીચા મથાળે નોંધાવી ૬૧ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૩૮૭૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૬૫૮૯ ના મથાળેથી ખુલીને રૂ.૪૭૦૮૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૫૮૯ ના નીચા મથાળે નોંધાવી ૪૨૯ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૪૬૯૩૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

7537D2F3 21

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

કેલેન્ડર વર્ષ ૨૦૧૯ પૂરૂ થવામાં છે, ડેરિવેટીવ્ઝમાં ડિસેમ્બર વલણના ચાલુ સપ્તાહમાં અંત પૂર્વે આજે સાવચેતીમાં ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી ત્યારે ક્રિસમસ મૂડની વચ્ચે ફંડોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. ભારતની આર્થિક વૃદ્વિ રૂંધાવા લાગી હોઈ પાછલા દિવસોમાં ફુગાવામાં અસાધારણ વધારા સાથે ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ(આઈઆઈપી) તળીયે જવા સાથે સરકારને આ વર્ષે જીએસટી આવક એકત્રીકરણ રૂ.૬૧૦૦૦ કરોડ જેટલી ઓછું થવાના અંદાજો સાથે હવે ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ(આઈએમએફ) દ્વારા  કેન્દ્ર સરકારને ચેતવણી આપીને તાકીદે આર્થિક અધોગતિને અટકાવવા પગલાં લેવા સલાહ આપવામાં આવતાં અને બીજી તરફ સરકાર દ્વારા અત્યાર સુધીમાં સંખ્યાબંધ સરાહનીય પગલાં લેવાયા છતાં આર્થિક વિકાસ મંદ પડી રહ્યો હોઈ આ પરિસ્થિતિમાં આજે ફંડોએ શેરોમાં સાવચેતીમાં પ્રોફિટ બુકિંગ વધાર્યું હતું. ફયુચર્સ એન્ડ ઓપસન્સ(એફ એન્ડ ઓ)માં પણ ડિસેમ્બર વલણનો આજે અંત આવનારો હોઈ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ ઓવરબોટ પોઝિશન હળવી થતી જોવાઈ હતી. ઓઈલ-ગેસ, કેપિટલ ગુડઝ-પાવર, આઈટી શેરોમાં ફંડોની પ્રોફિટ બુકિંગ થયું હતું.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૫૭૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૯૯ અને વધનારની સંખ્યા ૮૭૦ રહી હતી. ૧૦૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૬૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, માર્કેટને હાલમાં વૈશ્વિક અને સ્થાનિક તમામ સ્તરેથી સપોર્ટ મળી રહ્યો છે. યુએસ-ચીન વચ્ચે ટ્રેડ ડીલ લગભગ નિશ્ચિત છે અને બંને દેશો અગાઉ એકબીજાની આયાત પર લાદવામાં આવેલી ટેરિફ્સમાં છૂટછાટ મૂકે તેવી શક્યતા છે. બ્રેક્ઝિટને લઈને પણ સ્પષ્ટતા આવી રહી છે અને તેની પોઝિટિવ અસરે ભારતમાં ઈનફ્લો વધી શકે છે. અમેરિકાના નવેમ્બર ૨૦૧૯ મહિના માટેના આજે જાહેર થનારા ડયુરેબલ્સ ગુડઝ ઓર્ડરો તેમજ ૨૦૧૯ના નવેમ્બર મહિના માટેના અમેરિકાના બેરોજગારીના દાવાઓ અને બેરોજગારીના જાહેર થનારા દર પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૨૦૨ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૧૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૨૧૬૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૨૨૨ પોઈન્ટ થી ૧૨૨૪૭ પોઈન્ટ, ૧૨૨૬૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૨૬૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

ઇન્ડસિન્ડ બેન્ક ( ૧૫૨૨ ) :- રૂ.૧૫૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૪૯૬ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૪૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

ટેક મહિન્દ્રા ( ૭૭૨ ) :- ટેક્નોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૦ થી રૂ.૭૮૪ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

લ્યુપિન લિમિટેડ ( ૭૬૫ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૫૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૭૨ થી રૂ.૭૭૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.