Abtak Media Google News

Ipoint Logo For Header 1

 

ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂ‚આતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૪૦૪૪૫.૧૫ સામે શરૂ, આતી તબક્કામાં સુધારા સાથે ૪૦૫૨૭.૨૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૩૩૬.૫૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૪૮૭.૨૬ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂ‚આતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૯૫૫.૭૦ સામે ૧૧૮૫૫.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૮૫૫.૩૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૯૬૨.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

ખઈડ ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂ‚આતે ગોલ્ડ ‚. રૂ ૭૬૭૯ ના મથાળેથી ખુલીને ‚રૂ ૩૭૬૭૯ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી ‚રૂ, ૩૭૫૭૫ ના નીચા મથાળે નોંધાવી ૯૭ પોઈન્ટ ઘટાડા સાથે ‚રૂ, ૩૭૬૦૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

ખઈડ સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂ‚આતે સિલ્વર ‚રૂ, ૪૩૫૭૫ ના મથાળેથી ખુલીને ‚રૂ, ૪૩૫૮૮ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી ‚રૂ, ૪૩૪૫૦ ના નીચા મથાળે નોંધાવી ૭૩ પોઈન્ટ ઘટાડા સાથે ‚રૂ ૪૩૪૭૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

દેશની આર્થિક વિકાસની ગાડી પટરી પરથી ઊતરતી જઈને તાજેતરના દિવસોમાં આવવા લાગેલા નેગેટીવ આંકડાઓને લઈ ભારતીય શેરબજારોમાં પણ સેન્ટીમેન્ટ ફરી ડહોળાતું જોવાઈ રહ્યું છે. ભારતીય અર્થતંત્ર ડામાડોળ થયાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. સપ્ટેમ્બર ૨૦૧૯ અંતના ત્રિમાસિકના આર્થિક વૃદ્વિ-જીડીપીના આંક ઘટીને ૪.૫%ની છ વર્ષની નીચી સપાટીએ આવી જવા, પાયાના ક્ષેત્રનો વૃદ્વિ દર પણ ઘટીને ઓકટોબરમાં ૫.૮% આવી જવો, ઓકટોબર સુધીમાં જ ભારતની રાજકોષીય ખાધ સંપૂર્ણ વર્ષ માટેના બજેટ અંદાજના ૧૦૨.૪% પહોંચી જવી આ સહિતના નેગેટીવ આંકડા બાદ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ધિરાણ નીતિ સમીક્ષામાં ચાલુ વર્ષ માટે ભારતના આર્થિક વિકાસનો અંદાજ ઘટાડીને ૫% મૂકવાની પડેલી ફરજ અને રેપો રેટમાં ઘટાડાને અણધારી લગાવેલી બ્રેકથી આગળ જતાં આર્થિક મોરચે પરિસ્થિતિ વધુ વણસી છે. સપ્તાહના પ્રથમ દિવસની ટ્રેડીંગની શ‚આત મજબૂતીએ થઈ હતી પરંતુ ફંડોએ ઈન્ડેક્સ બેઝડ અફડા – તફડી બતાવી હતી. રેપો રેટમાં ઉદ્યોગ-કોર્પોરેટ ઈન્ડિયાની વધુ ઘટાડાની અપેક્ષાથી વિપરીત રિઝર્વ બેંક દ્વારા ઘટાડાને બ્રેક મારતાં અને ફુગાવાની ચિંતા સાથે આર્થિક અધોગતિના એક પછી એક આવી રહેલા આંકડાએ આર્થિક વૃદ્વિનો અંદાજ ઘટાડતાં નારાજ ઈન્વેસ્ટરો-ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, ઓટોમોબાઈલ, ફાર્મા શેરોમાં ઓફલોડિંગ કર્યું હતું. અલબત આજે ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અફડાતફડી જોવાઈ હતી. આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોએ નવેમ્બર ૨૦૧૯ના સર્વિસિઝ પીએમઆઈના આંક વધીને આવ્યાની પોઝિટીવ અસરે સતત શોર્ટ કવરિંગ સાથે લેવાલી કર્યા સાથે કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કર્યું હતું.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૫૯ અને વધનારની સંખ્યા ૭૬૨ રહી હતી. ૧૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૯૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, આગામી દિવસોમાં હવે એક તરફ સ્થાનિકમાં નવેમ્બર ૨૦૧૯ના મહિનાના ૧૩, ડિસેમ્બર ૨૦૧૯ના જાહેર થનારા ફુગાવાના હોલસેલ આંક તેમજ ભારતના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ (આઈઆઈપી)ના ઓકટોબર ૨૦૧૯ મહિના માટેના ૧૨,ડિસેમ્બર ૨૦૧૯ના જાહેર થનારા આંક અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ તેમજ રૂપિયા-અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર બજારની નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૧૯૦૯ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૮૩૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૯૩૩ પોઈન્ટ થી ૧૧૯૬૦ પોઈન્ટ, ૧૧૯૮૮ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૯૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

ઇન્ડીગો ( ૧૩૨૯ ) :- ‚રૂ, ૧૩૦૩ નો પ્રથમ તેમજ ‚રૂ, ૧૨૮૮ ના બીજા સપોર્ટથી એરલાઇન્સ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક ‚રૂ, ૧૩૪૪ થી ‚રૂ, ૧૩૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

મહિન્દ્રા  મહિન્દ્રા ( ૫૧૩ ) :- ઓટો સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી ‚રૂ,૫૩૩ થી ‚રૂ,૫૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત ‚રૂ, ૪૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

સિપ્લા લિમિટેડ ( ૪૫૩ ) :- ‚રૂ,૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક ‚રૂ,૪૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી ‚રૂ,૪૬૪ થી ‚રૂ૪૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / www.nikhilbhatti.in 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.