નિફ્ટી ફ્યુચર ૧૨૧૬૦ પોઈન્ટ મહત્ત્વની સપાટી …!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૪૧૦૨૦.૬૧ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૧૧૬૧.૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૦૨૨.૮૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૩ પોઈન્ટના ઉછાળા સાથે ૪૧૦૯૩.૯૩ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૧૦૮.૫૫ સામે ૧૨૧૧૯.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૦૯૭.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦૭ પોઈન્ટના ઘટાડા સાથે ૧૨૧૦૧ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ગોલ્ડ રૂ.૩૭૫૭૩ ના મથાળેથી ખુલીને રૂ.૩૭૬૪૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૭૫૪૦ ના નીચા મથાળે નોંધાવી ૧૦૫ પોઈન્ટ વધારા સાથે રૂ.૩૭૬૩૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સિલ્વર રૂ.૪૪૦૦૫ ના મથાળેથી ખુલીને ૪૪૧૫૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૪૦૦૫ ના નીચા મથાળે નોંધાવી ૯૫ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૪૧૩૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!’

 

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ ડિસેમ્બર ૨૦૧૯ના અંત સુધીમાં થઈ જવાની અપેક્ષાએ અમેરિકી શેરબજારોમાં રેકોર્ડ તેજીની સાથે વૈશ્વિક બજારોમાં રિકવરીની હૂંફે અને હવે સંસદના શિયાળું સત્રમાં રજૂ થનારા વિવિધ બિલો થકી આર્થિક સુધારાને વેગ મળવાના આશાવાદે ભારતીય શેરબજારોમાં ફરી ઈન્ડેક્સ બેઝડ રેકોર્ડ તેજી સાથે સેન્સેક્સમાં આજે નવો વિક્રમ સર્જાયો હતો. વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારોમાં પણ તેજીનો નવો ઈતિહાસ રચ્યા બાદ સપ્તાહના ચોથા દિવસની શરૂઆત સતત તેજી સાથે થઈ હતી.  ભારતમાં આર્થિક મોરચે હાલ આર્થિક વૃદ્વિના નબળા આંક સાથે પરિસ્થિતિ પ્રતિકૂળ બની રહી હોઈ ભારતના જીડીપી વૃદ્વિના સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકના આંક શુક્રવારે ૨૯,નવેમ્બર ૨૦૧૯ના જાહેર થનારા હોઈ એના પર બજારની નજર વચ્ચે શેરોમાં ઉછાળે સાવચેતીમાં વેચવાલી જોવાયા બાદ વૈશ્વિક બજારોની હૂંફે અને સરકાર દ્વારા વધુ આર્થિક સુધારાના પગલાં લેવાય એવી પૂરી શકયતાએ ફંડોનું ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ, ફાર્માસ્યુટિકલ્સ, આઈટી-સોફટવેર સર્વિસિઝ, એફએમસીજી શેરોમાં લેવાલી થઈ હતી. સેન્સેક્સ-નિફટી બેઝડ તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓનું આજે શેરોમાં વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૬૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૮૮ અને વધનારની સંખ્યા ૮૭૭ રહી હતી. ૧૦૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૮૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, નવેમ્બર વલણના અંતે ઈન્ડેક્સ બેઝડ ઓવરબોટ પોઝિશન વધુ હળવી થતી જોવાય એવી શકયતા સાથે ક્વોલિટી સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું પસંદગીનું વેલ્યુબાઈંગ વધવાની શકયતા રહેશે. જ્યારે વૈશ્વિક મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ફરી ટ્રેડ ડીલના પોઝિટીવ સંકેત છતાં આ વાટાઘાટ પર વિશ્વના બજારોની સતત નજર રહેશે. જ્યારે આગામી દિવસોમાં ક્રુડ ઓઈલના ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની મળનારી મીટિંગ પૂર્વે ક્રુડ ઓઈલના ભાવ ફરી વધતાં ક્રુડના ભાવ પર અને રૂપિયા-ડોલરના મૂલ્યમાં વધઘટ પર નજર રહેશે. જાપાનના નવેમ્બર ૨૦૧૯ મહિના માટેના કોન્ફિડેન્સ ઈન્ડેક્સ અને યુરો એરિયાના બિઝનેસ કોન્ફિડેન્સ ઈન્ડેક્સ પર નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૦૯૭ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૦૬૦ પોઈન્ટના પ્રથમ અને ૧૨૦૪૪ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૧૧૮ પોઈન્ટ થી ૧૨૧૪૭ પોઈન્ટ, ૧૨૧૬૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૧૬૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

ઇન્ડસિન્ડ બેન્ક ( ૧૫૨૩ ) :- રૂ.૧૫૦૮ નો પ્રથમ તેમજ ‚.૧૪૯૭ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

ઈન્ડીગો ( ૧૪૨૧ ) :- એરલાઇન્સ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૪૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

લ્યૂપીન લિમિટેડ ( ૭૯૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૭૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૦૩ થી રૂ.૮૧૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

Loading...