Abtak Media Google News

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૨૨.૧૦.૨૦૧૯ ના રોજ સવારે ૧૦ કલાકે….

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૯૨૯૮.૩૮ સામે ૩૯૨૩૩.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૯૧૬૫.૫૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૬૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૧ પોઈન્ટના  ઘટાડા સાથે ૩૯૨૧૭.૩૩ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૬૭૦.૦૦ સામે ૧૧૬૪૭.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૬૪૧.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦૪ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૬૬૬.૦૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

ગોલ્ડ-સિલ્વર :- સોના-ચાંદીમાં પુષ્યનક્ષત્રના દિવસે મોટા પાયે ખરીદી ખુલે તેવો અંદાજ છે. સેફહેવન ગણાતા એવા સોના-ચાંદીમાં અન્ય રોકાણલક્ષી માધ્યમોમાં છેલ્લા એક વર્ષમાં સારૂ રિટર્ન રોકાણકારોને મળ્યું છે. સરેરાશ ૧૫%થી વધુ મળેલા રિટર્નના કારણે આગામી વર્ષે પણ રોકાણ માટે પોર્ટફોલિયોમાં સોના-ચાંદીમાં વધુ ઉમેરો કરે તેવો અંદાજ છે. અત્યારે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૯૭૫૦ આસપાસ ચાલી રહ્યો છે જે આગામી એકાદ વર્ષમાં એટલે કે આગામી પુષ્યનક્ષત્રના વધીને ૪૫૦૦૦ની સપાટીએ પહોંચે તેવી આશા છે જેના કારણે રોકાણકારો સોનાને વધુ મહત્વ આપી રહ્યાં છે. આ ઉપરાંત  પેલેડિયમ ૧૭૬૦-૧૭૭૦ ડોલરની રેન્જમાં રહ્યાં બાદ અત્યારે ૧૭૬૬ ડોલર ટ્રેડ થઇ રહ્યું છે જેમાં રોકાણ આગામી એકાદ માસમાં ૧૮૩૦ ડોલર સુધી પહોંચવા સાથે સારું રિર્ટન મળે તેવા સંકેતો છે. જ્યારે સોનામાં ૧૪૮૦-૧૫૧૦ ડોલરની રેન્જમાં ભાવ સપાટી છેલ્લા એકાદ માસથી અથડાઇ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અત્યારે ૧૪૯૪ ડોલર છે જે વધી ૧૫૦૭ અને નીચામાં ૧૪૮૭ ડોલર થઇ શકે. જ્યારે ચાંદી ૧૭.૭૫ ડોલર છે જે વધી ૧૭.૮૦ અને નીચામાં ૧૭.૫૭ ડોલરના સંકેતો છે. સ્થાનિકમાં સોનાનો ભાવ ૪૦૦૦૦ ની સપાટી નજીક સરક્યાં છે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૭૮૮૧ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણે બે તરફી વધઘટે અથડાઇ રહ્યું છે. આજે ઉપરમાં ૩૮૨૫૦ અને ૩૮૩૦૦ સુધી પહોંચી શકે છે નીચામાં ૩૭૭૭૦ મજબૂત સપોર્ટ છે જે તૂટતા ૩૭૬૦૦ આવી શકે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર અત્યારે ૪૫૩૪૦ ની સપાટી ઉપર રહી છે. જે ઉપરમાં ૪૫૫૦૦ – ૪૫૬૫૦ અને નીચામાં ૪૫૨૫૦ સુધી જઇ શકે.

ક્રૂડ :- ક્રૂડમાં વૈશ્વિક સ્તરે માગ કરતા પુરવઠો વધારે હોવાથી ક્રૂડ ૬૦ ડોલરની સપાટી ઉપર ટકતું નથી. જ્યારે નીચામાં ૫૭ ડોલર તૂટતું ન હોવાથી મોટી મંદી અટકી છે. એમસીએક્સ ઓક્ટોબર ૩૮૦૬ની સપાટી આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ નીચામાં ૩૭૯૦ અને ત્યાર બાદ ૩૭૭૦ સુધી પહોંચી શકે છે. ઉપરમાં હવે ૩૮૫૦ ન કુદાવે ત્યાં સુધી સુધારાના સંકેતો નથી.

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને લઈ અને ખાસ મહારાષ્ટ્રમાં ચૂંટણી હોઈ ભારતીય શેરબજારોમાં સાવચેતી જોવા મળી હતી. અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ટેન્શન ફરી વધતાં અને ટ્રેડ વોરની નેગેટીવ વૈશ્વિક વેપાર પડી રહી હોઈ ચાઈનાનો આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિ ઘટીને ૬%ની ૨૭ વર્ષની નીચી સપાટીએ આવી જતાં અને ભારતમાં પણ આર્થિક વિકાસ સતત નબળો પડવા લાગતાં વૈશ્વિક સંસ્થાઓ ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ (આઈએમફ) અને વર્લ્ડ બેંક દ્વારા પણ ભારતના આર્થિક વિકાસ મામલે ચિંતા બતાવીને પરિસ્થિતિ નહીં સુધરવાના સંજોગોમાં મોટા જોખમની ચેતવણી ઉચ્ચારી છે. જે નેગેટીવ પરિબળો છતાં મોદી સરકાર દ્વારા પાછલા દિવસોમાં યુદ્વના ધોરણે આર્થિક વિકાસને વેગ આપવા અનેક આર્થિક ઉદારીકરણના લેવાયેલા પગલાં પૈકી કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડા, એમએસએમઈને વધુ ફાઈનાન્સ માટે બેંકોને રૂ.૭૦,૦૦૦ કરોડની  ફાળવણી તેમજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ રેપો રેટમાં સતત ઘટાડો કરીને સિસ્ટમમાં પ્રવાહિતા વધારવાના થયેલા પ્રયાસોને પગલે કોર્પોરેટ ઈન્ડિયાના સપ્ટેમ્બર ૨૦૧૯ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનની ધારણાથી સારી શરૂઆત થઈ છે.

કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૮૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૮૦ અને વધનારની સંખ્યા ૧૦૦૪ રહી હતી. ૧૦૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૭૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, ત્રિમાસિક પરિણામો શેરોમાં ફંડો, મહારથીઓનું ઘટાડે શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ નીકળતાં બજારે પોઝિટીવ ચાલ બતાવી શકે છે. જે ચાલ આગામી દિવસોમાં સ્ટોક સ્પેસિફિક જળવાઈ રહેવાની શકયતા સાથે ઈન્ડેક્સ બેઝડ હવે એફ એન્ડ ઓમાં ઓકટોબર વલણનો અંતનું સપ્તાહ હોઈ અફડા તફડી જોવાય એવી શકયતા રહેશે. ૨૩,ઓકટોબરના જાહેર થવા સાથે મેન્યુફેકચરીંગ પીએમઆઈના જાહેર થનારા આંક અને અમેરિકાના પણ ઓકટોબર ૨૦૧૯ માટેના મેન્યુફેકચરીંગ પીએમઆઈના ૨૪,ઓકટોબર ૨૦૧૯ના જાહેર થનારા આંક પર નજર રહેશે. આમ કોર્પોરેટ પરિણામો, બે રાજયોની ચૂંટણીઓ, અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ટેન્શન, રૂપિયા-ડોલરના મૂલ્યમાં વધઘટ અને ક્રુડના ભાવ પર નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- (  ૧૧૬૬૦ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૧૫૭૫ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૬૯૬ પોઈન્ટ થી ૧૧૭૦૭ પોઈન્ટ, ૧૧૭૩૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૭૪૭ ) :- રૂ.૭૩૦ નો પ્રથમ તેમજ રૂ.૭૧૭ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૭૬૦ થી રૂ.૭૭૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

વોલ્ટાસ લિ. ( ૬૯૬ ) :- ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૧૩ થી રૂ.૭૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

સિપ્લા લિમિટેડ ( ૪૪૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૧૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૫૭ થી રૂ.૪૬૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે ખાસ નોંધ : –

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.