Abtak Media Google News

Ipoint Logo For Header 1 4 4

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૫૮૪.૧૬ સામે ૪૯૬૫૬.૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૭૯૫.૭૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૬૦.૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૪૯.૪૯ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૦૩૪.૬૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૨૮.૧૦ સામે ૧૪૬૦૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૩૭૫.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૮.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૮.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૪૬૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કોર્પોરેટ ઈન્ડિયાની ડિસેમ્બર ૨૦૨૦ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં એકંદર અપેક્ષાથી સારા પરિણામોથી શરૂઆત સાથે હવે કેન્દ્રિય બજેટની તૈયારીએ ઉદ્યોગોની અપેક્ષાઓ અને નાણા પ્રધાનના આ વખતે ઐતિહાસિક બજેટ રજૂ કરવાના આગોતરા સંકેતે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક લાંબી તેજી જોવાયા બાદ આજે ઈન્ડેક્સ બેઝડ ફંડોએ તેજીને બ્રેક લગાવી હતી. બજાર લાંબા સમયથી ઓવરબોટ સ્થિતિમાં હોઈ લોકલ ફંડોએ દરેક ઉછાળે શેરોમાં વેચીને નફો બુક કરવાનું પસંદ કર્યું હોવા સામે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં અવિરત ખરીદી બાદ આજે ઉછાળે નફારૂપી વેચવાલી કરતાં આજે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

ભારતનું અર્થકારણ કોવિડની મહામારી પહેલા ધીમુ પડી ગયું હતું તેમા ધીમે ધીમે સુધારો થઇ રહ્યો છે. ભારતની જીડીપી એપ્રીલ – જુન ૨૦૨૦ના ત્રીમાસીક ગાળા દરમિયાન ૨૩.૯% ઘટી અને જુલાઈ – સપ્ટેમ્બરના ત્રીમાસીક ગાળા દરમિયાન તે ૭.૫% ઘટી ગઈ. એક અંદાજ પ્રમાણે ૨૦૨૦-૨૦૨૧ના સમસ્ત ફાયનાન્સીયલ વર્ષ દરમિયાન તે નવથી દસ ટકાની વચ્ચે ઘટી જશે. તેવો ભય છે. પરંતુ તે પછી સ્થિતિ સુધરશે. મારા અંગત મત મુજબ સમગ્ર વિશ્વના દેશો કોરોના વેક્સિન પ્રોગ્રામમાં આગળ વધી રહ્યા છે. સંક્રમણના નવા તબક્કામાં રસી કારગત નીવડશે કે કેમ તે પણ એક યક્ષ પ્રશ્ન છે. આમ, રસીના મુદ્દે આગામી સમયમાં થનાર ગતિવિધીની પણ ઇક્વિટી બજાર પર અસર જોવા મળશે.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૦૧ અને વધનારની સંખ્યા ૧૦૨૩ રહી હતી, ૧૩૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર ગત કેલેન્ડર વર્ષ ૨૦૨૦ પોઝિટિવ અને નેગેટિવ એમ બેઉ રીતે યાદગાર બની રહેવા સાથે ઇતિહાસ બની ચૂક્યું છે. કોરોના મહામારીના પગલે અમલી બનેલ લાંબા લચ્ચ આકરા લૉકડાઉનના કારણે તમામ સ્તરે આર્થિક ગતિવિધિઓ ખોરવાઈ જતા માર્ચ માસના અંતિમ સપ્તાહ દરમિયાન બજારમાં નોંધપાત્ર ઘટાડા બાદ એપ્રિલ માસના અંતથી તેમાં પુનઃ તેજીનો દોરીસંચાર થતા અગાઉની ગુમાવેલ તમામ સપાટીઓ પરત હાંસલ કરીને વર્ષના અંતિમ તબક્કા દરમિયાન નીત નવી ઉંચી સપાટીઓ હાંસલ કરીને વિક્રમોની હારમાળા રચી હતી. આગામી દિવસોમાં બજારની ચાલ મુખ્યત્વે કોરોના અને તેની વેક્સિન અંગેના ઘટનાક્રમ, ક્રૂડ ઑઇલની મુવમેન્ટ, વિશ્વના આગેવાન દેશોની સેન્ટ્રલ બેંકોની નીતિ અને વૈશ્વિક કરન્સીની – ડોલરની મુવમેન્ટ પર આધારિત રહેશે. સ્થાનિક સ્તરે કંપનીઓની આવક અને અર્થતંત્રમાં સુધારા માટે સરકારના પગલા અને નાણાંનીતિ મહત્ત્વની ભૂમિકા ભજવશે. ગત વર્ષની બજારમાં વિક્રમી તેજીમાં મહત્ત્વનો રોલ વિદેશી રોકાણકારોએ ભજવ્યો હતો. પ્રતિકૂળ માહોલ વચ્ચે પણ વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં રૂા. ૧.૬૬ લાખ કરોડનું રોકાણ કર્યું છે. આ રોકાણ પાછળનું મુખ્ય કારણ મહામારી બાદ ભારતીય અર્થતંત્ર ઝડપથી ધમધમતું થશે તે છે. જો કે, તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ જોતા અર્થતંત્રને હજુ જોઈએ તેટલો વેગ સાંપડયો નથી. આમ, આ મુદ્દાને લઈને આગામી દિવસોમાં વિદેશી રોકાણનો પ્રવાહ ધીમો પાડવાની શક્યતા જણાય છે.

તા.૧૮.૦૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૫.૦૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૪૬૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૧૪૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૪૭૪ પોઈન્ટ થી ૧૪૫૦૫ પોઈન્ટ, ૧૪૫૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એચડીએફસી બેન્ક ( ૧૪૬૯ ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૯૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૩૪૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૬૦ થી રૂ.૧૩૭૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૨૩ ) :- રૂ.૮૦૮ નો પ્રથમ તેમજ રૂ.૭૯૭ ના બીજા સપોર્ટથી કાર & યુટિલિટી વિહિકલ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૪૪ થી રૂ.૮૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૭૫ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૭ થી રૂ.૭૯૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા કેમિકલ ( ૫૩૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કોમોડિટી કેમિકલ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૪૫ થી રૂ.૫૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.