Abtak Media Google News

Ipoint Logo For Header 1 4

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૪૬૧૮.૦૪ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૪૯૦૨.૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૪૫૫૧.૪૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૧.૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪.૬૧ પોઈન્ટના ઉછાળા સાથે ૪૪૬૩૨.૬૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૧૬૨.૪૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૩૨૧૦.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૩૧૫૩.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૫.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૦.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૩૨૦૨.૭૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ફંડોએ ફરી વિક્રમી તેજીએ કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ચાલુ સપ્તાહમાં ધિરાણ નીતિ સમીક્ષામાં રાહત – પ્રોત્સાહનોની અપેક્ષા વચ્ચે કોરોના વાઈરસના વિશ્વમાં અનેક દેશોમાં ફરી સંક્રમણ વચ્ચે કોરોના વેક્સિનની અસરકારકતાના વિવિધ કંપનીઓના દાવા અને આ દિશામાં સારી પ્રગતિ વચ્ચે હવે વેક્સિનના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક પર દેશોના ફોક્સે આ વાઈરસને ફેલાતો અટકાવવા ટૂંકાગાળામાં જ સારી પ્રગતિના અંદાજો અને એના થકી વૈશ્વિક અર્થતંત્ર ફરી ધમધમતું થવાની અપેક્ષાએ ફોરેન ફંડોએ આજે ભારતીય શેરબજારમાં તેજી કરતાં શરૂઆતી તબક્કામાં બીએસઇ સેન્સેક્સે ૪૪૯૫૩ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૩૨૨૮ પોઈન્ટની વધુ એક વિક્રમજનક સપાટી નોંધાવી હતી. આ સાથે સપ્ટેમ્બર ક્વાર્ટરનો જીડીપી ગ્રોથ અપેક્ષા કરતાં સારા -૭.૫% નોંધાતા અને જીએસટી કલેક્શનના આંકડા પણ ચાલુ વર્ષમાં બીજી વાર રૂ.૧ લાખ કરોડને પાર કરી જતા માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ બન્યું હતું. સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે ગુરુવારે ભારતીય શેરબજાર પ્રારંભિક કારોબારમાં એક નવી ઉંચી સપાટી પર સ્થિર થઈ અને દિવસભરની વધઘટ બાદ સાધારણ વધીને બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર ફાઈનાન્સ, આઈટી, બેન્કેક્સ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બાકી બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધારા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૮૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૬૮ અને વધનારની સંખ્યા ૧૯૬૧ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૩૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, ચાલુ વર્ષે ઈક્વિટી માર્ક્ટેસ માટે ક્રિસમસ વહેલી આવી ગઈ છે. માર્કેટ ખૂબ તીવ્ર ગતિએ વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. માર્ચ મહિનાના તળિયાથી ૭૦%થી વધુ સુધારો દર્શાવી રહ્યું છે. ભારત સહિત વૈશ્વિક સૂચકાંકો તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી રહ્યાં છે. નવેમ્બર મહિના દરમિયાન વિદેશી સંસ્થાકિય રોકાણકારોની ખરીદી પણ વિક્રમી રહી હતી. તેમણે રૂ.૬૦ હજાર કરોડનું રોકાણ ઠાલવ્યું હતું. માસિક ધોરણે આટલો મોટો ઈનફ્લો અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. માર્કેટમાં અપેક્ષાથી મજબૂત બાઉન્સ પાછળનું કારણ વૈશ્વિક અર્થતંત્રમાં અગાઉ જોવાતી રિકવરી કરતાં વધુ ઝડપે જોવા મળતો સુધારો છે. કેટલાંક ક્ષેત્રો જેવાકે ટ્રાવેલ, રેસ્ટોરન્સ અને હોટેલ્સ પર ખૂબ પ્રતિકૂળ અસર પડી છે તેમ છતાં અન્ય ક્ષેત્રોનો દેખાવ સંતોષપ્રદ રહ્યો છે. આગામી દિવસોમાં બજાર ઘટાડો દર્શાવી શકે છે પરંતુ એ સિવાય બજારનું માળખું તેજીનું બનેલું છે. વેક્સિનની સફળતા અને એફઆઇઆઇ ની સતત લેવાલીને કારણે બજાર વધી રહ્યું છે. પરંતુ અગાઉ પણ તેજીના તબક્કામાં કરેક્શન જોવા મળ્યાં છે એમ આ વખતે પણ કોઈ એક સમયે કરેક્શન જોવા મળી શકે છે.

તા.૦૪.૧૨.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૩.૧૨.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૩૨૦૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૩૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૧૩૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૩૧૮૮ પોઈન્ટ થી ૧૩૧૬૦ પોઈન્ટ, ૧૩૧૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૩૨૭૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ટાઈટન લિમિટેડ ( ૧૪૧૯ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૯૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૩૭ થી રૂ.૧૪૫૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૬૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઈન્ફોસિસ લિમિટેડ ( ૧૧૩૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૦૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ભારત ફોર્જ ( ૫૪૨ ) :- રૂ.૫૨૬ નો પ્રથમ તેમજ રૂ.૫૧૮ ના બીજા સપોર્ટથી ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૫૭ થી રૂ.૫૬૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાટા કેમિકલ્સ ( ૪૫૩ ) :- કોમોડિટી કેમિકલ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૬૦ થી રૂ.૪૬૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • JSW સ્ટીલ ( ૩૭૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૬૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ પ્રોડક્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૭૮ થી રૂ.૩૮૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.