Abtak Media Google News

Ipoint Logo For Header 1 4

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૪૦૭૭.૧૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૪૩૪૧.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૪૨૪૭.૧૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૪.૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૫.૮૭ પોઈન્ટના ઉછાળા સાથે ૪૪૫૨૩.૦૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૯૩૪.૩૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૨૯૭૭.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૯૬૪.૮૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૬.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૩.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૩૦૭૭.૬૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ભારતીય શેરબજારમાં ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા મોટાપાયે ખરીદી અને વૈશ્વિક બજારોમાંથી મળેલા તેજીના સંકેતોને પગલે સપ્તાહના બીજા દિવસે આજે બીએસઇ સેન્સેક્સે ૪૪૬૦૧ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૩૦૮૧ પોઈન્ટની વધુ એક વિક્રમજનક સપાટી નોંધાવી હતી. ભારતીય શેરબજારમાં કોરોના મહામારીને પગલે માર્ચ મહિનામાં ભારતીય શેરબજારમાં ભારે મંદી આવી હતી. ૨૩ માર્ચના રોજ સેન્સેક્સ ગગડીને ૨૫,૯૮૧.૨૪ પોઈન્ટ પર બંધ રહ્યો હતો, ત્યારે તે જ દિવસે નિફ્ટી ૭,૬૧૦.૨૫ પોઈન્ટ પર બંધ રહી હતી. આ ન્યૂનત્તમ સ્તરની તુલનામાં અત્યાર સુધીમાં અંદાજીત ૭૧%નો ઉછાળો જોવા મળ્યો છે. ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારો તરફથી ધૂમ ખરીદી જોવા મળી રહી છે. બીજીબાજુ વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતા કોર્પોરેટ જગતે સારા પરિણામો રજૂ કર્યા છે. આ ઉપરાંત કોરોના વેક્સીનને લગતી કામગીરી અંતિમ તબક્કામાં હોવાના અહેવાલ, વૈશ્વિક અર્થતંત્રમાં મજબૂત રિકવરી તેમજ એશિયાના બજારોમાં જાપાનના નિક્કી તથા હોંગકોંગના હેંગસેંગમાં તેજીના અહેવાલની પોઝિટિવ અસરે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એફએમસીજી, ફાઈનાન્સ, હેલ્થકેર, ઓટો બેન્કેક્સ, મેટલ અને રિયલ્ટી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. જ્યારે બાકી બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ વધારા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૦૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૭૨ અને વધનારની સંખ્યા ૧૬૩૭ રહી હતી, ૧૯૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, ભારતીય અર્થતંત્રમાં સુધારાના સંકેતો જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં ફરીથી સુધારાના સંકેતો જોવાશે અને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં મજબૂત ગ્રોથનો અંદાજ મૂકવામાં આવે છે. આને કારણે વિવિધ રેટિંગ અજન્સી સહિત બ્રોકરેજ હાઉસોએ જીડીપીના અંદાજોમાં સુધારો કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે નવેમ્બર માસને અંતે જાહેર થનારા જીએસટીના આંકડા રૂ.૧ લાખ કરોડની ઉપર રહે છે કેમ? દેશ અને વિદેશમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને મિનિ લોકડાઉન જેવા પગલાં ભરવાનું શરૂ કર્યું હોવાથી તેની અસર પણ થઈ શકે છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા કેસને કારણે વધેલી ચિંતાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતા છે. તે સાથે જ નવી રસીનો આશાવાદ હોવાથી નવી કોઈ જાહેરાતની પણ રાહ જોવાઈ રહી છે. આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં ડેરિવેટીવ્ઝમાં નવેમ્બર સિરીઝની એક્સપાયરીને કારણે વોલેટિલિટી વધે તેવી શક્યતા છે. બજાર ઐતિહાસિક ટોચ પર હોવાથી પ્રોફિટ બુકિંગની પણ સંભાવના જોવાઈ રહી છે. આવામાં એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે પણ જોવાનું રસપ્રદ બની રહેશે.

તા.૨૫.૧૧.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૪.૧૧.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૩૦૭૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૩૧૩૩ પોઈન્ટના પ્રથમ અને ૧૩૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૩૦૦૩ પોઈન્ટ થી ૧૨૯૮૮ પોઈન્ટ, ૧૨૯૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૩૧૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • જ્યુબિલન્ટ ફૂડ ( ૨૫૫૧ ) :- જ્યુબિલન્ટ ભારતીય ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૫૨૫ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૫૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૫૭૭ થી રૂ.૨૫૮૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૬૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • માઈન્ડટ્રી લિ. ( ૧૪૧૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૩૩ થી રૂ.૧૪૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • અમર રાજા બેટરી ( ૮૭૯ ) :- રૂ.૮૬૦ નો પ્રથમ તેમજ રૂ.૮૪૮ ના બીજા સપોર્ટથી ઓટો પાર્ટ્સ એક્વિપમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૯૩ થી રૂ.૯૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • વોલ્ટાસ લિ. ( ૭૮૦ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૩ થી રૂ.૮૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ડાબર ઈન્ડિયા લિ. ( ૫૦૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૮૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પર્સનલ પ્રોડક્ટ્સ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૨૨ થી રૂ.૫૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.