નિફટી ફયુચર તા.૧૭-૦૨-૨૦૨૦ ના રોજ ૧૨૧૮૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

138

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૪૧૨૫૭.૭૪ સામે ૪૧૩૨૪.૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૧૧૪૭.૪૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૭૨ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૪૧૨૨૦.૩૩ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૧૨૯.૬૫ સામે ૧૨૧૪૦.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૦૭૧.૩૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૮૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૧૨૧૦૭.૫૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એપ્રિલ ગોલ્ડ રૂ.૪૦૮૮૯ ના મથાળેથી ખુલીને રૂ.૪૦૯૨૫ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૦૮૫૧ ના નીચા મથાળે નોંધાવી ૬૨ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૦૯૧૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૬૩૮૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૬૪૧૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૩૦૮ ના નીચા મથાળે નોંધાવી ૧૬૭ પોઈન્ટ ઉછાળે સાથે રૂ.૪૬૩૯૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ ફંડોએ બે-તરફી અફડા તફડી મચાવી હતી. આર્થિક મોરચે ડિસેમ્બર ૨૦૧૯ મહિનાના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ(આઈઆઈપી)ના નબળા આંક અને જાન્યુઆરી ૨૦૨૦ મહિનાના રીટેલ ફુગાવાનો ૬૮ મહિનાની ઊંચાઈએ પહોંચેલા આંકને લઈ આર્થિક વિકાસ માટે હજુ મોટો પડકારો હોઈ વૃદ્વિ મંદ પડવાની ચિંતાએ ફંડો ઈન્ડેક્સ બેઝડ તેજીના વેપારમાંથી હળવા થતાં જોવાયા હતા. આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ ફંડો, ઓપરેટરો, ખેલંદાઓનું વ્યાપક ઓફલોડિંગ થયું હતું. આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ(એસ એન્ડ પી) દ્વારા ભારતના ક્રેડિટ રેટીંગને જાળવી રાખવામાં આવ્યા છતાં ચાઈનાના કોરોના વાઈરસનો વધુ લોકો ભોગ બન્યાના અહેવાલો અને આ ઉપદ્રવ વિશ્વ માટે કટોકટી બની જવાના ભયે વૈશ્વિક બજારોમાં ધોવાણની સાથે ભારતીય શેરબજારોમાં પણ ફંડોએ મોટું ઓફલોડિંગ કર્યું હતું. ઈન્ડેક્સ બેઝડ દિગ્ગજો-ફંડોએ અફડા – તફડી બોલાવ્યાની સાથે બેંકિંગ-ફાઈનાન્સ, એફએમસીજી, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ શેરોમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૯૯૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૨૫ અને વધનારની સંખ્યા ૭૪૫ રહી હતી. ૧૨૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૩૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોર્પોરેટ પરિણામો એકંદર સાધારણ થી નબળા નીવડતાં અને આર્થિક મોરચે મોંઘવારી-ફુગાવાનો આંક વધી આવ્યા સાથે ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિનો આંક પણ ઘટી આવ્યાના આંકડાની નેગેટીવ અસર અને હવે ચાઈનાના કોરોના વાઈરસની ચાઈના સાથે વૈશ્વિક અર્થતંત્ર પર અપેક્ષિત માઠી અસરની અગમચેતીમાં ફંડોએ તેજીનો વેપાર હળવો કરવાની શરૂઆત કરી છે. પરંતુ હવે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માર્ચમાં પૂરું થવાનું છે, ત્યારે ફોરેન ફંડોના ભારતમાં રોકાણ માટે ફંડ એલોકેશનમાં આ વખતે જાન્યુઆરી બાદથી વૃદ્વિ અને સ્થાનિક ફંડોની વેચવાલી સામે ફોરેન ફંડોના જોરે આવેલી તેજીને ધ્યાનમાં લેતાં આગામી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં મોટાપાયે ફોરેન ફંડોનું રોકાણ આવે એવી શકયતા છે

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૦૮૮ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૦૩૦ પોઈન્ટના પ્રથમ અને ૧૨૦૦૮ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૧૩૦ પોઈન્ટ થી ૧૨૧૪૭ પોઈન્ટ, ૧૨૧૮૮ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૧૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • લાર્સેન લિમિટેડ ( ૧૨૮૭ ) :- રૂ.૧૨૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૬૦ ના બીજા સપોર્ટથી કન્સ્ટ્રકશન સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૩૦૩ થી રૂ.૧૩૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • HDFC બેન્ક ( ૧૨૨૨ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૪૪ થી રૂ.૧૨૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૨૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • રામકો સિમેન્ટ ( ૭૮૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૭૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૯૭ થી રૂ.૮૦૮ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

Loading...