Abtak Media Google News

Ipoint Logo For Header 1 2

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૪૧૪૬૪.૬૧ સામે ૪૧૩૭૮.૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૯૪૯.૧૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૨૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૭૪ પોઈન્ટના  ઘટાડા સાથે ૪૦૯૯૦.૦૧ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૨૫૬.૪૫ સામે ૧૨૨૦૧.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૦૯૧.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૪ પોઈન્ટના ઘટાડા સાથે ૧૨૧૨૧.૦૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૪૦૨૫૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૧૦૯૬ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૦૨૫૦ ના નીચા મથાળે નોંધાવી ૯૧૬ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૪૧૦૨૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૪૮૩૦૦ ના મથાળેથી ખુલીને ૪૮૬૬૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૮૨૫૧ ના નીચા મથાળે નોંધાવી ૧૦૫૮ પોઈન્ટ ઉછાળા સાથે રૂ.૪૮૫૮૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના પ્રથમ દિવસની ટ્રેડીંગની શરૂઆત ઘટાડે થઈ હતી. અમેરિકા દ્વારા ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડસના કમાન્ડર કવાસેમ સોલેઈમાની પર કરાયેલા અચાનક હુમલાને કારણે બન્ને દેશો વચ્ચે તંગદિલીમાં વધારો થવાના ભયે ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં નવા વર્ષના સુધારાને બ્રેક લાગ્યો હતો અને મોટાભાગના બજારોમાં ઘટાડે જોવા મળ્યો હતો. અમેરિકાના આ હુમલાનો ઈરાન જો વળતો જવાબ આપશે તો બન્ને દેશો વચ્ચે તણાવ વધવાની શકયતા રહેલી છે જેને કારણે ક્રુડ તેલના ભાવમાં ઉછાળો આવી શકે છે. ક્રુડ તેલના ભાવ વધવાની સ્થિતિમાં ભારત સહિત ઊભરતી બજારોના ચલણ પર દબાણ આવશે એટલું જ નહીં ફુગાવામાં પણ વધારો જોવા મળશે. ક્રુડ તેલના ઊંચા ભાવ કંપનીઓની આવક પર અસર કરશે. આવી સ્થિતિમાં અર્થતંત્રમાં રિકવરી લંબાઈ જવાની તથા બેન્કો પર ફરી દબાણ વધવાનું જોખમ રહેલું છે. ભારતીય બેન્કોએ બેડ લોન્સ માટે રૂપિયા ૩૦,૦૦૦ કરોડની વધારાની જોગવાઈ કરવાનો વારો આવી શકે છે તેવા અહેવાલે પણ બેન્ક શેરો દબાયા હતા.બેન્ચમાર્ક સેન્સેકસ ભારે વોલેટાઈલ  નિફટી૫૦ વિક્રમી સપાટીએથી પાછો ફરી મંદી તરફી જોવા મળ્યા છે. બીએસઈ પર માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. બેન્ચમાર્કસને પગલે સ્મોલ કેપ્સ તથા મિડ-કેપ્સ સ્ટોકસમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૭૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૭૭ અને વધનારની સંખ્યા ૩૦૮ રહી હતી. ૭૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૯૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, કેલન્ડર વર્ષ ૨૦૨૦ની સ્મોલ, મિડ કેપ શેરોના રોકાણકારો માટે અપેક્ષિત ધમાકેદાર શરૂઆત થઈ હતી છે. વર્ષ ૨૦૧૯ ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ-નિફટીની વિક્રમી તેજીનું નીવડયા છતાં રોકાણકારો પોતાના પોર્ટફોલિયોમાં પડેલા સ્મોલ, મિડ કેપ શેરોના ભાવો હજુ અત્યંત નીચા હોવાની નિરાશા જોવાઈ રહી છે. આ રોકાણકારો માટે વર્ષ ૨૦૨૦ આશાનું કિરણ લઈ આવ્યો છે. રોકાણકારો માટે નવા વર્ષમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામન તરફથી કેન્દ્રિય બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ(એલટીસીજી) નાબૂદીની અપેક્ષા છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૨૦૯૪ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૨૦૬૦ પોઈન્ટના પ્રથમ અને ૧૨૦૩૩ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૧૨૦ પોઈન્ટ થી ૧૨૧૪૭ પોઈન્ટ, ૧૨૧૬૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૧૬૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • ટેક મહિન્દ્રા ( ૭૭૪ ) :- રૂ.૭૬૦ નો પ્રથમ તેમજ રૂ.૭૫૩ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૭૮૭ થી રૂ.૭૯૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • ઈન્ફોસીસ ( ૭૪૦ ) :- ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૫૩ થી રૂ.૭૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • સિપ્લા લિ. ( ૪૬૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૫૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૭૦ થી રૂ.૪૭૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.