Abtak Media Google News

Ipoint Logo For Header 1 5

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
તા.૨૫.૧૧.૨૦૧૯ ના રોજ સવારે ૧૦ કલાકે….

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૦૩૫૯.૪૧ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૦૪૩૯.૬૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૩૯૩.૯૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૨ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૫૮૧ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૯૧૪.૫૦ સામે ૧૧૯૨૮.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૯૧૭.૬૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૯૭૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ગોલ્ડ રૂ.૩૭૯૩૫ ના મથાળેથી ખુલીને રૂ.૩૭૯૩૫ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૩૭૮૦૩ ના નીચા મથાળે નોંધાવી ૬૬ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૩૭૮૨૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સિલ્વર રૂ.૪૪૪૫૦ ના મથાળેથી ખુલીને ૪૪૪૫૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૪૨૪૩ ના નીચા મથાળે નોંધાવી ૧૮૦ પોઈન્ટ ઘટાડા સાથે રૂ.૪૪૩૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

વૈશ્વિક મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ ફરી વિલંબમાં પડતા અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી ચાઈનાની આયાતો પર આકરી ટેરિફ લાદવાની ચીમકીએ અને હોંગકોંગમાં અશાંતિના નેગેટીવ પરિબળે ભારતીય શેરબજારોમાં ફંડોએ મેટલ-માઈનીંગ શેરોમાં ઓફલોડિંગ કર્યા સાથે ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ શેરોમાં સતત ખરીદી જોવા મળી હતી. કોર્પોરેટ પરિણામોની સીઝન પૂરી થયા બાદ બજાર માટે હાલ તુરત નવું ટ્રીગર કોઈ નહીં રહેતાં બજારમાં શેરોમાં તેજી જોવાયું  છે. આર્થિક મોરચે કેન્દ્ર સરકાર દ્વારા મંદ પડતાં જતાં અર્થતંત્રને ફરી ધમધમતું કરવા પ્રોત્સાહનો-રાહતોના સંખ્યાબંધ પગલાં-નિર્ણયો લેવાયા છતાં ટૂંકાગાળામાં રિકવરી આવવાના કોઈ સંકેત નહીં મળતાં આ પડકારો વચ્ચે આર્થિક વૃદ્વિના સતત નબળા આવતાં આંકડા બજારનું સેન્ટીમેન્ટ ડહોળી રહ્યા છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમને કેન્દ્ર સરકારના જાહેર સાહસો-પીએસયુ કંપનીઓમાં બીપીસીએલ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સહિતમાં મેગા ડિસઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંટ્રોલ આપવા સાથે કરવાનો પ્રોગ્રામ જાહેર કર્યા મેગા એનાઉન્સમેન્ટ શેરબજારોમાં તેજીને આગળ વધી હતી. આ સાથે દેશમાં હજુ ૫૬૬ રોડ ઈન્ફ્રા પ્રોજેક્ટો તેના નિયત સમય માળખાથી વિલંબથી ચાલી રહ્યા હોવાનું રોડ ટ્રાન્સપોટેશન પ્રધાન નીતિન ગડકરીએ જાહેર કરતાં ઈન્ફ્રાસ્ટ્રકચર શેરોમાં પણ આરંભિક તેજીનો ઊભરો જોવા મળિયો હતો. સેન્સેક્સ-નિફટી બેઝડ તેજી સામે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, સતત ખરીદી જોવા મળી હતી.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૫૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૧૮ અને વધનારની સંખ્યા ૯૬૨ રહી હતી. ૯૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૬૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ વાટાઘાટની પ્રગતિ પર નજર વચ્ચે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)માં નવેમ્બર વલણના અંતનું સપ્તાહ ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી સાથે ઓવરબોટ પોઝિશન હળવી થવાની શકયતાનું બની રહેશે. તેમજ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો પસંદગીનું વેલ્યુબાઈંગ વધવાની શકયતા રહેશે. આગામી દિવસોમાં જારી થનારા જીડીપી ડેટા ભારતીય અર્થતંત્રની સ્થિતિનો સ્પષ્ટ સંકેત આપશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- ( ૧૧૯૪૪ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૧૧૮૮૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૯૭૩ પોઈન્ટ થી ૧૧૯૮૮ પોઈન્ટ, ૧૨૦૦૮ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • ઇન્ડીગો ( ૧૩૯૭ ) :- રૂ.૧૩૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૭૭ ના બીજા સપોર્ટથી એરલાઇન્સ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • HDFC બેન્ક ( ૧૨૭૦ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૯૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૨૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • લ્યુપિન લિમિટેડ ( ૭૭૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૮૭ થી રૂ.૭૯૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.