Abtak Media Google News

Ipoint Logo For Header 1 4 1

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૧૪.૦૯.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૮૫૪.૫૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૯૦૭૩.૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૮૫૭૩.૧૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૫૬.૯૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૭.૯૨ પોઈન્ટના ઘટાડા સાથે ૩૮૭૫૬.૬૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૪૬૭.૧૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૫૧૮.૫૫ પોઈન્ટના મથાળેથી સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૧૩૯૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૩.૯૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૪૩૩.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક પોઝિટીવ પરિબળોની સાથે દેશભરમાં ચાલુ વર્ષે અસાધારણ વરસાદથી એક તરફ અતિવૃષ્ટિની ચિંતા સામે અનેક ભાગોમાં સારા વરસાદની કૃષિ-ગ્રામીણ અર્થતંત્ર પર પોઝિટીવ અસર થવાના અંદાજોએ અને દેશમાં સ્ટીમ્યુલસ પેકેજ આગામી દિવસોમાં અપેક્ષિત બનતાં ભારતીય શેરબજારમાં તેજી નોંધાઈ હતી. સેબી દ્વારા ગત સપ્તાહે મલ્ટિકેપ ફંડ્સ માટે નવા નિયમ સાથેનો સરક્યૂલર જાહેર કર્યો તેનાથી મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં મોટા ફેરફારના એંધાણ છે. અનેક ફંડ મેનેજરોએ તેમની સ્કીમમા મોટા ફેરફાર કરવા પડે તેવી સ્થિતિ ઊભી થતાં આગામી દિવસોમાં બજારમાં અફડાતફડી ન મચે તે માટે આ નિયમનો અમલ જાન્યુઆરી ૨૦૨૧થી થવાનો છે. પરંતુ તેમ છતાં બજાર પર આગામી દિવસોમાં જ તેની અસર જોવા મળે તેવી શક્યતા જોવાઈ રહી છે. આજે વૈશ્વિક સંકેતો અને રોકાણકારોના મંદ સેન્ટિમેન્ટના પગલે અંતે ભારતીય શેરબજાર નજીવા ઘટાડા સાથે બંધ રહ્યું હતું. મ્યુચ્યુઅલ ફંડ્સ માટે સેબીના નવા સરક્યૂલરને કારણે મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં ખરીદી જોવા મળતા બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૫૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૪.૦૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, યુટિલિટીઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, રિયલ્ટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે એનર્જી, એફએમસીજી, ફાઈનાન્સ, ટેલિકોમ, બેન્કેક્સ, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૨૬ અને વધનારની સંખ્યા ૧૮૩૨ રહી હતી, ૧૭૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, ગત સપ્તાહે રિલાયન્સના દમ પર ભારતીય શેરબજારમાં પોઝિટિવ મોમેન્ટમ જોવાયું હતું. સેન્સેક્સ સપ્તાહ દરમિયાન ૪૯૭ પોઈન્ટ વધ્યો હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૧૫ પોઈન્ટ વધ્યો હતો. કોરોના મહામારીના કાળમાં સતત વધી રહેલા કેસોની સાથે દેશનું અર્થતંત્ર સંકટની સ્થિતિમાં આવી ગયું છે. આર્થિક મોરચે હાલત કફોડી બનવા સાથે હવે ઔદ્યોગિક ઉત્પાદનમાં સતત ઘટાડાએ ઉદ્યોગો-કંપનીઓમાં વધતી જતી બેરોજગારીની સમસ્યા વિકરાળ રૂપ પકડે એવી શકયતાએ સરકારે ફરી રાહતો-પ્રોત્સાહનો માટે નવું જંગી સ્ટીમ્યુલસ પેકેજ આપવાની પણ ફરજ પડવાની પૂરી શકયતા છે. આ માટે જંગી ભંડોળની આવશ્યકતાને જોતાં આગામી દિવસો અર્થતંત્ર અને ભારતીય શેરબજારમાં ભારે અફડાતફડી જોવા મળી શકે છે. આગામી દિવસોમાં યુ.એસ.ફેડરલ રિઝર્વની ૧૬, સપ્ટેમ્બર ૨૦૨૦ના પોલીસી મીટિંગ, બેંક ઓફ ઈંગ્લેન્ડ, બેંક ઓફ જાપાનની મીટિંગ, ચાઈનાના ઔદ્યોગિક ઉત્પાદનના ઓગસ્ટના આંક અને અમેરિકાના રીટેલ વેચાણના જાહેર થનારા આંક પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારની નજર રહેશે.

તા.૧૫.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૪.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૪૩૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૧૫૦૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૪૦૪ પોઈન્ટ થી ૧૧૩૭૩ પોઈન્ટ, ૧૧૩૩૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૪.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૨૧૫૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૨૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૨૫૦૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૦૦૮ પોઈન્ટ થી ૨૧૯૭૦ પોઈન્ટ, ૨૧૯૦૯ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૩૦૨ ) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૩૨૩ થી રૂ.૨૩૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૩૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • બાટા ઈન્ડિયા ( ૧૩૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • સિપ્લા લિ. ( ૭૨૩ ) :- રૂ.૭૦૭ નો પ્રથમ તેમજ રૂ.૬૯૬ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૩૭ થી રૂ.૭૪૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • એક્સિસ બેન્ક ( ૪૪૦ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૫૩ થી રૂ.૪૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૨૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ICICI બેન્ક ( ૩૬૫ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૫૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૭૩ થી રૂ.૩૭૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.