Abtak Media Google News

Ipoint Logo For Header 1 1 1 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૫૪૩૦.૪૩ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૫૬૭૯.૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૫૫૧૫.૭૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૬.૧૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૪.૩૭ પોઈન્ટના ઉછાળા સાથે ૩૫૬૪૪.૮૦ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૪૬૭.૭૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૪૯૯.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૪૭૮.૭૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૯.૯૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૮.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૫૨૬.૫૦પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૪૮૩૩૩ ના મથાળેથી ખુલીને રૂ.૪૮૩૩૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૮૨૪૨ ના નીચા મથાળે નોંધાવી ૭૩ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૮૩૦૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૪૮૭૧૩ ના મથાળેથી ખુલીને રૂ.૪૮૮૦૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૮૬૬૦ ના નીચા મથાળે નોંધાવી ૨૭ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૮૭૫૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો… સપ્તાહના સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. ભારત અને ચાઇના વચ્ચે ટેન્શન હળવું થયાના અને ચાઈના સાથે મીલિસ્ટ્રી સ્તરે વાટાઘાટ પોઝિટીવ રહ્યાના અહેવાલો તેમજ કોરોના મહામારી વચ્ચે અર્થતંત્રને ફરી ધમધમતું કરવા માટે કેન્દ્ર અને રાજય સ્તરે થઈ રહેલા પ્રયાસોએ આર્થિક પ્રવૃતિ વધવા લાગતાં ભારતીય શેરબજારમાં શેરોમાં ફંડોની લેવાલી નીકળતા ઉછાળો જોવા મળ્યો હતો. સ્થાનિક સ્તરે પોઝિટીવ ડેવલપમેન્ટ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને યુરોપના દેશો દ્વારા જંગી સ્ટીમ્યુલસ પેકેજો જાહેર કરાયા હોય આ સ્ટીમ્યુલસનો જંગી રોકાણ પ્રવાહ ભારત સહિતના વિકાસશીલ રાષ્ટ્રોના શેરબજારોમાં ખરીદી કરતાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. વૈશ્વિક બજારની વાત કરીએ તો ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૫૦% ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે જઙ ૫૦૦ ૦.૪૩% અને નેસ્ડેક ૦.૭૫% પોઈન્ટ વધીને સેટલ થયા હતા. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૧% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે બીએસઈ પર ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, કેપિટલ ગુડ્સ, ઓઇલએન્ડગેસ, ઋખઈૠ, મેટલ એનર્જી અને પાવર સેક્ટરલ ઈન્ડાયસીસમાં પોઝિટિવ વલણ જોવા મળ્યું હતું, જ્યારે રિયાલ્ટી, ટેક, હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૩૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૯૮ અને વધનારની સંખ્યા ૧૬૧૬ રહી હતી, ૧૧૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વિવિધ દેશોમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા સાથે વૈશ્વિક અર્થતંત્ર હજુપણ નબળું હોવા સાથે રોકાણકારો સેફ હેવન તરફ વળી રહ્યા છે. ત્યારે ગોલ્ડમેન સાક્સના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગોલ્ડના વૈશ્વિક ભાવ આગામી  ૩, ૬ તથા ૧૨ મહિનામાં વધીને પ્રતિ ઔંસ ૧૮૦૦ ડોલર, ૧૯૦૦ તથા ૨૦૦૦ ડોલર પહોંચવા ધારણાં મૂકી છે. આજ રીતે ચાંદીના ભાવ પણ પ્રતિ ઔંસ વધીને ૧૯, ૨૧ તથા ૨૨ ડોલર પહોંચવા અંદાજ મુકાયો છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૮ની શરૂઆતથી જાન્યુઆરી વર્ષ ૨૦૨૦ સુધી માત્ર લાર્જકેપમાં જ તેજી જોવા મળી, જ્યારે આ સમયગાળા દરમિયાન મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે અઢી વર્ષ બાદ પ્રથમવાર સ્મોલ-કેપ અને મિડ-કેપ બેન્ચમાર્ક નિફ્ટીની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. માર્ચ મહિનાના તળિયાથી સ્મોલ-કેપ ઇન્ડેક્સ અંદાજીત ૪૦% જ્યારે મિડ-કેપ ઇન્ડેક્સ અંદાજીત ૩૪%નું રિટર્ન દર્શાવ્યું છે. બેન્ચમાર્ક નિફ્ટીફ્યુચરએ પણ ૧૦,૫૦૦નો સ્તર ફરી પાર કર્યો હતો. આગામી સમયગાળો સ્ટોક સ્પેસિફિક રહેવાની સંભાવના છે. આ સિવાય ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદની ચિંતા હાલ પણ રોકાણકારો વચ્ચે જોવા મળી રહી છે. ઉપરાંત, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇં-૧ઇ સહિત અન્ય ફોરેન વિઝા આ વર્ષના અંત સુધી માટે સસ્પેન્ડ કરવાની જાહેરાત બાદ આગામી દિવસોમાં આઈટી શેરોમાં દબાણ જોવા મળશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

ઇંઉઋઈ લિ. ( ૧૮૩૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૭૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૪૭ થી રૂ.૧૮૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

લુપિન લિ. ( ૯૪૦ ) :- રૂ.૯૧૯ નો પ્રથમ તેમજ રૂ.૯૦૯ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૫૭ થી રૂ.૯૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

ટેક મહિન્દ્રા ( ૫૫૮ ) :- ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૭૨ થી રૂ.૫૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૫૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

બાયોકોન લિ. ( ૩૯૬ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૮૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બાયોટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૦૪ થી રૂ.૪૧૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો ૂૂૂ.ક્ષશસવશહબવફિિંં.શક્ષ ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.