Abtak Media Google News

Ipoint Logo For Header 1 1 1 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૪૮૬૮.૯૮ સામે ૩૪૫૨૫.૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૪૪૯૯.૭૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૨૮.૮૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૫.૯૯ પોઈન્ટના ઘટાડા સાથે ૩૪૭૬૨.૯૯ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૨૯૫.૬૫ સામે ૧૦૧૯૬.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૧૮૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૭.૮૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૮.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૦૨૪૭.૪૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૪૮૧૧૪ ના મથાળેથી ખુલીને રૂ.૪૮૧૪૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૮૦૬૨ ના નીચા મથાળે નોંધાવી ૩૮ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૮૦૯૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૪૮૦૫૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૮૦૫૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૬૩૬ ના નીચા મથાળે નોંધાવી ૧૩૬ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૭૬૫૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક/વૈશ્વિક પરિબળોની વાત કરીયે તો…

સપ્તાહના ચોથા દિવસે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત ગેપ ડાઉન ઓપનીંગે થઈ હતી. વૈશ્વિક બજારોમાં યુરોપના દેશોના બજારોમાં મોટું ધોવાણ થવા સાથે ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિત કેસો વધીને રેકોર્ડ નવી ઊંચાઈએ પહોંચતાં વધી રહેલી ચિંતા અને એના પરિણામે ફરી આર્થિક પ્રવૃતિ રૂંધાવાના અને અર્થતંત્રમાં મોટી પીછેહઠના અંદાજોએ આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વભરમાં કોરોના વાઈરસના બીજા તબક્કાએ ફરી વૈશ્વિક ફફડાટ વધતા અને આજે ડેરિવેટીવ્ઝમાં જૂન વલણના અંત સાથે ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરતાં આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભારત-ચીન વચ્ચે સીમા વિવાદ અને દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમિત કેસોની સંખ્યાએ રોકાણકારોમાં ચિંતા અને આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (આઇએમએફ) દ્વારા વૈશ્વિક વૃદ્ધિ દર અનુમાન ઘટાડવાના કારણે વૈશ્વિક બજારની સાથે ભારતીય શેરબજાર પર તેની નેગેટિવ અસર જોવા મળી હતી. વૈશ્વિક બજારની વાત કરીએ તો ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૨.૭૨% ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે જઙ ૫૦૦ ૨.૫૯% અને નેસ્ડેક ૨.૧૯% ઘટીને સેટલ થયા હતા. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૪% ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે બીએસઈ પર હેલ્થકેર, ઋખઈૠ, પાવર અને એનર્જી સેક્ટર્સને છોડી અંદાજીત તમામ સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી હતી.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૦૪૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૫૪ અને વધનારની સંખ્યા ૧૦૨૭ રહી હતી. ૬૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૯૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૦૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, કોરોના મહામારીના સંકટમાંથી બહાર આવતાં વિશ્વને સમય લાગી જવાના અને એના પરિણામે થઈ રહેલા આર્થિક નુકશાનના અત્યારે વિવિધ અંદાજો લગાવવામાં આવી રહ્યા છે, કોરોનાના વિશ્વભરમાં હજુ કેસો વધતાં ચાઈનામાં અને અમેરિકામાં પણ કેટલાક સ્ટેટ્સમાં ફરી નવા કેસો આવતાં લોકડાઉનની ફરજ પડયાના અહેવાલોએ શકય છે કે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં અફડાતફડી જોવા મળી શકે છે. અલબત રિલાયન્સ ફેકટરની સાથે વિશ્વભરમાંથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની અત્યંત આકર્ષક વેલ્યુએશને ભારતીય બજારમાં કંપનીઓ ઉપલબ્ધ હોવાની સાથે સેટબેક ચાઈના સાથે એડવાન્ટેજ ઈન્ડિયાને ધ્યાનમાં લઈ આગામી દિવસોમાં વેલ્યુબાઈંગ વધતું જોવાય એવી પણ શકયતા છે. સ્મોલ-કેપ અને મિડ-કેપ શેરો છેલ્લાં બે વર્ષથી ઊતરતો દેખાવ કરતા હતા અને કોરોના વાઇરસને કારણે તેમાં તીવ્ર કરેક્શન આવ્યું હતું, પરંતુ હાલમાં આકર્ષક વેલ્યુએશન અને ઊંચી લિક્વિડિટીને કારણે સ્મોલ-કેપ શેરોમાં નાણાપ્રવાહ આવી રહ્યો છે, તેથી આ સેગમેન્ટના શેરોમાં વ્યાપક તેજી જોવા મળી રહી છે. એકંદરે બજારમાં આશાવાદી વલણ છે અને બજાર અર્થતંત્રની હાલની સ્થિતિની અવગણના કરી રહ્યું છે. સ્મોલ-કેપ શેરોમાં રોકાણ કરવા માટે ત્રણથી ચાર વર્ષનો સમયગાળો ધ્યાનમાં રાખવો જોઈએ, કારણ કે સ્મોલ-કેપ શેરોમાં તેજી આવે તે માટે અર્થતંત્રમાં માળખાગત મજબૂતાઈની જરૂર છે. મારા મતે હાલમાં આવેલી આ તેજી ટૂંકા ગાળાની બની શકે છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

ACC લિ. ( ૧૨૬૩ ) :- સિમેન્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૩૦ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૨૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૮૦ થી રૂ.૧૨૯૨ સુધી તેજી તરફી ધ્યાન…!!!

ઓરબિન્દો ફાર્મા ( ૭૯૪ ) :- રૂ.૭૮૩ નો પ્રથમ તેમજ રૂ.૭૭૦ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૮૦૩ થી રૂ.૮૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

બાયોકોન લિ. ( ૩૯૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૮૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૩૭૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૪૦૪ થી રૂ.૪૧૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

ભારત પેટ્રો ( ૩૭૮ ) :- ઙજઞ ઓઈલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૮૪ થી રૂ.૩૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૩૬૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

ટાટા મોટર્સ ( ૧૦૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કોમર્સિયલ વેહિકલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૨ થી રૂ.૧૧૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.