Abtak Media Google News

ભાઈઓની ૧૬ ટીમો અને બહેનોની ૮ ટીમોએ ભાગ લીધો ૨૯મી સુધી દરેક જિલ્લાઓ વચ્ચે ખરાખરીનો જંગ

નિધિ સ્કુલ દ્વારા સ્વ. સુખદેવસિંહ રાઠોડનાં સ્મરણાર્થે ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ફૂટબોલ ટુર્નામેન્ટનું રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમા ભાઈઓની ૧૬ટીમો અને બહેનોની ૯ ટીમોએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટ તા.૨૯મી સુધી ચાલશે.

જિલ્લા રમત ગમત અધિકારીઓની જાડેજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમારા ભૂતપૂર્વ જૂના ખેલાડી સ્વ. સુખદેવસિંહ રાઠોડ જે ફૂટબોલનાં સારા ખેલાડી હતા. તેમની સ્મૃતિમાં છેલ્લા બે વર્ષથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતનાં અલગ અલગ જિલ્લાની ભાઈઓની ૧૦ ટીમો અને બહેનોની ૮ ટીમોએ ભાગ લીધો છે.

નિધિ સ્કુલ અને રાજકોટ ડિસ્ટ્રીક ફૂટબોલના એસો.ના સંયુકત ઉપક્રમે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર તરફથી નવી નવી સમર કેમ્પ, ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. અને બાળકોને નવુ પ્લેટફોર્મ મળી રહે તેમાટે સરકાર અને રાજકોટ ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસો. સારી એવી ટુર્નામેન્ટનું આયોજન કરીને બાળકો આગળ વધે તે માટેની જહેમત ઉઠાવે છે.

નિધિ સ્કુલનાં મેનેજીંગ ટ્રસ્ટીએ જણાવ્યું કે સતત બીજાર્ષે સ્વ. સુખદેવજી રાઠોડના સ્મરણાર્થે નિધી સ્કુલ દ્વારા ઓપન ગુજરાત ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટ સાંજે ૬ થી ૧૨ સુધી યોજવામાં આવી છે.

અલગઅલગ ટીમોને રાઉન્ડ નોક આઉટ પધ્ધતીથી રમાડવામાં આવે છે. રહેવા અને જમવાની વ્યવસ્થા નીધી સ્કુલ દ્વારા કરવામાં આવી છે. અલગ અલગ સંસ્થાઓ અને રમત ગમત અધિકારીનો પણ સાથ સહકાર મળી રહ્યો છે. જે ખેલાડી અહી રમવા આવે છે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. તેમને ટ્રોફીથી સન્માનીત કરવામાં આવે છે. જે ટીમો ફાઈનલમાં વિજેતા બનશે તેમને ટ્રોફી દ્વારા અને પુરસ્કાર દ્વારા સન્માન કરવામાં આવશે. તે ઉપરાંત રનર્સઅપ ટીમને પણ ટ્રોફી અને પુરસ્કારથી સન્માનીત કરવામાં આવશે.

ખેલાડીઓ આગળ આવીને ગુજરાત લેવલે રમે આગળ જતા નેશનલ લેવલે અને આંતરરાષ્ટ્રીય લેવલે રમી શકે તેજ અમારો ધ્યેય છે. તે માટે જ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાઈ છે.મોરબી ફૂટબોલ કલબ એસો.ના ખેલાડી મુસ્તાક સુમરાએ જણાવ્યું કે આ ટુર્નામેન્ટના આયોજનના લીધે ખેલાડીઓને પ્લેટફોર્મમળશે. ઉપરાંત ટુર્નામેન્ટમાં ભાગ લેવાથી ખેલાડીઓની ગેમમાં પણ સુધારો આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.