Abtak Media Google News

સ્કુલનું ઇંગ્લીશ માઘ્યમનું ૧૦૦ ટકા અને ગુજરાતી માઘ્યમનું ૭૪ ટકા પરિણામથી વિઘાર્થીઓ વાલીઓ શિક્ષકો ખુશખુશાલ

આજરોજ ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચ્તર માઘ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ ૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. તેમાં ન્યુ એરા ઈગ્લીશ મીડીયમનું ૧૦૦ ટકા અને ગુજરાતીસ મીડીયમનું ૭૪ ટકા આવ્યું છે. વિઘાર્થીઓના આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળા પરિવારોએ તેમને બીરદાવીને શુભેચ્છાઓ પાઠવી છે.

ન્યુએરા સ્કુલના તેજસ્વી તારલા અને શિક્ષકોને અભિનંદન પાઠવતા અજય પટેલ

010અબતક સાથેની વાતચીત દરમિયાન ન્યુએરા સ્કુલના ઓનર અજય પટેલએ જણાવ્યું હતું કે આજે ધોરણ ૧ર કોમર્સનું રીઝલ્ટ સર્વોદય સ્કુલનું ગુજરાતી મીડીયમનું ૭૪ ટકા અને ઇગ્લીશ મીડીયમ નું ૧૦૦ ટકા આવ્યું છે. અમારી શાળામાં ૯૦ પીઆર ઉપર ૧પ સ્ટુડન્ટ છે જયારે ગુજરાતી મીડીયમમાં સૌથી અગ્રેસર છે.

વિઘાર્થીઓની મહેનતનું સરાહનીય પરિણામ: રૂપલ દવે

011ન્યુએરા ઇગ્લીશ મીડીયમ સ્કુલના પ્રિન્સીપલ રૂપલ દવેએ જણાવ્યું હતું કે ધોરણ ૧ર કોમર્સનું ૧૦૦ ટકા ઝળહતું રીઝલ્ટ આવ્યું છે જેના માટે અમે બાળકોને સતત પેપર લખાવીને મહાવરો કરાવ્યો હતો. અને બીજી વાત કરીએ તો જે ગુજરાત બોર્ડનું પુરેપુરુ કંટેન્ટ છે.

શિક્ષકોની અથાગ મહેનતથી સ્કુલનું પરિણામ ઝળકયું: ધારીણી

08ન્યુએરા ગુજરાતી મીડીયમના પ્રીન્સીપાલ ધારીણી આચાર્યએ જણાવ્યું હતું કે ધોરણ ૧રની અંદર ઝળહળતું પરીણામ અમારા વિઘાર્થીઓ લાવ્યા છે. જેમાં વગર ટયુશન દ્વારા શિક્ષકોની અર્થાગ મહેનત અને રેગ્યુલર પેપર રાઇટીંગ અને હાજરી પણ હોવાથી વિઘાર્થીઓએ આજે ઝળહળતું પરીણામ લાવ્યા છે.

સી.એ. બનવાનું સ્વપ્ન: મુસ્કાન માયાણી

07ન્યુએરા સ્કૂલનીવિઘાર્થીની મુસ્કાન માયાણીએ જણાવ્યું હતું કે, મારે ૯૮.૫૦ પીઆર મેળવી તૃતીય ક્રમાંક મેળવ્યો છે. મારો ફેવરીટ સબજેકટ એકાઉન્ટસ છે આજે મારી સફળતા પાછળ મારી શાળાના આચાર્ય, સર-મેડમ અને ખૂબ જ પેરેન્ટસનો ફાળો રહ્યો છે આજે હું બહુ જ ગૌરવ અનુભવી રહી છું

મારી સફળતાનો શ્રેય મારા માતા-પિતાને આપુ છું: વૈશાલી આશરા04

ન્યુએરા સ્કૂલનીવિઘાર્થીની આશરા વૈશાલીએ જણાવ્યું હતું કે, મારો શાળામાં તૃતીય ક્રમાંક મેળવી ૮૧ ટકા મેળવી અને ૯૮.૧ પીઆર મેળવ્યા છે. મારા બધા જ સર-ટીચર અને પેરેન્ટસને લીધે આજે મને સફળતા મળી છે તો એમનો બહુ જ મોટો ફાળો રહ્યો છે

મેનેજમેન્ટ ક્ષેત્રે કારકિર્દી ઘડવી છે: નિશા રાજયગુરૂ

02ન્યુએરા સ્કૂલની વિઘાર્થીની રાજયગુરુ નિશાએ જણાવ્યું હતું કે, મારે દ્વિતીય ક્રમાંક મેળવી ૯૯.૩૫ ટકા સો ગૌરવ અનુભવી રહી છું. સોથી વધુ ફાળો સ્કૂલનો રહ્યો છે જેમાં બધા ટીચર્સએ ઘણો સપોર્ટ કરેલો અને પેરેન્ટસનો પણ એટલો જ સપોર્ટ રહ્યો છે. મારો ફેવરીટ સબજેકટ અકાઉન્ટ છે અને આજના દિવસને હું ખૂબજ સારી રીતે સેલીબ્રેટ કરીશ. આજે મને ખૂબ જ પ્રાઉડ થાય છે અને ફયુચરમાં હું બીબીએ અને એમબીએ કરવા માંગુ છું.

આજનો દિવસ કયારેય ભુલી નહિ શકુ: સેહઝાદ ડાંગરીયા09

ન્યુએરા સ્કૂલના વિઘાર્થી ડાંગસીયા સેહઝાદએ જણાવ્યું હતું કે, અંગ્રેજી માધ્યમમાં ૯૮.૮૨ પીઆર મેળવ્યો છે. ન્યુએરા સ્કૂલમાં મેડમ અને સરનો ખાસ કરીને આભાર મીનાશ અને રૂપલ મેડમનો મહત્વનો ફાળો રહ્યો છે. મારો અકાઉન્ટમાં હાઈએસ્ટ સ્કોર છે.

એમ.બી.એ. કરી મલ્ટીનેશનલ કંપની સો જોડાયું છે: ક્રિષ્ના ઉપાધ્યાય

06ન્યુએરા સ્કૂલની વિઘાર્થીની ક્રિષ્ના ઉપાધ્યાયએ બીજો નંબર મેળવી જણાવ્યું હતું કે, મારે ૮૨ ટકા મેળવી અને ૯૮.૭ પીઆર મેળવ્યા હતા. મારો ફેવરીટ સબજેકટ એકાઉન્ટ છે. મારી સફળતાનું કારણ મારી શાળા અને રૂપલ મેડમ અને વાલીનો રહ્યો છે

ન્યુએરા સ્કુલનું ગૌરવ વધારતી મૈત્રી ઝીંઝુવાડીયા

01 1ન્યુએરા ગુજરાતી મીડીયમ ની વિઘાર્થીની ઝુંઝુવાડીયા મૈત્રીએ જણાવ્યું હતું કે મારે ૯૯.૦૬ પીઆર મેળવ્યા છે. અમારા શિક્ષકો તથા ધારીણી મેડમએ ઘણી મહેનત કરાવી હતી અને એના જ દ્વારા બોર્ડમાં કેવી રીતે પેપર લખવું વગેરે નું માર્ગદર્શન આપ્યું હતું. મને સ્કુલનો વાલીઓ તો અને સોસાયટી બધા તો સપોર્ટ મળ્યો હતો.

કલાસ ૧-૨ના અધિકારી બનવું છે: નસરીન બેગમ

03ન્યુએરા સ્કૂલની વિઘાર્થીની સૈયર નસરીન બેગમએ જણાવ્યું હતું કે, મારે ૯૭.૩૮ ટકા મેળવી શાળામાં ચોથો ક્રમાંક મેળવ્યો છે. આજે હું ગૌરવ અનુભવી રહી છું તો એ બધી જ ક્રેડીટ સ્કૂલને જાય છે. જે ફેમીલી જેવી છે અને પેરેન્ટસનો સહયોગ રહ્યો છે જે સારી રીતે માર્ગદર્શન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.