Abtak Media Google News

ક્વિઝ ટીમની કેપ્ટન સુજીએ ૯૪ બોલમાં સૌથી વધુ ૧૫૧ રન ફટકાર્યા

ન્યુઝીલેન્ડ વુમન્સ ક્રિકેટ ટીમે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઈનિંગમાં સૌથી વધુ સ્કોર કરી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ન્યુઝીલેન્ડે આયર્લેન્ડ સામેની મેચમાં ટોસ જીતીને પહેલા બેટીંગ કરી ચાર વિકેટ ગુમાવી ૪૯૦ રનનો વિશાળ સ્કોર કર્યો હતો. જે ઈન્ટરનેશનલ લેવલે મેન્સ અને વુમન્સ ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર છે. આ મેચમાં કિવી ટીમની કેપ્ટન સુજી બેટસે ૯૪ બોલમાં સૌથી વધુ ૧૫૧ રન ફટકાર્યા હતા. જે તેણે ૨૪ ચોગ્ગા અને બે સિકસર ફટકારી હતી આ ઉપરાંત જદેસ વાકિસન ૬૨ અને અમેલિયા કેર ૮૧ રનની ઈનિંગ્સ રમ્યા હતા.

બંને ખેલાડીઓ અણનમ રહી હતી. આયર્લેન્ડની કારમેરએ ૧૦ આવેરમાં ૧૨૧ રન આપી બે વિકેટ ઝડપી હતી જયારે લોઉસી લિટલ અને લારા મરિન્ઝે ૯૨-૯૨ રન આપ્યા હતા. આ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોરનો રેકોર્ડ ન્યુઝીલેન્ડના નામે જ હ તો. કિવી મહિલાઓએ ૧૯૯૭માં ૨૯મી જાન્યુઆરીએ ક્રાઈસ્ટ ચર્ચ મેદાન પર પાંચ વિકેટે ૪૫૫ રન નોંધાવ્યા હતા મેન્સ ક્રિકેટમાં એક ઈનિંગ્સમાં સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ ઈગ્લેન્ડના નામે છે. ૨૦૧૯માં ૩૦મી ઓગષ્ટે ઈગ્લેન્ડની ટીમે પાકિસ્તાન સામે નોટિંગહામમાં ત્રણ વિકેટે ૪૪૩ રનનો સ્કોર બનાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.