બીજા દિવસના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 216/5, ભારતથી 51 રન આગળ

ન્યૂઝીલેન્ડ ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં વેલિંગ્ટનના બેસીન રિઝર્વ ખાતે મજબૂત સ્થિતિમાં છે. ભારતને 165 રનમાં ઓલઆઉટ કર્યા પછી ન્યૂઝીલેન્ડે બીજા દિવસના અંતે 5 વિકેટે 216 રન કર્યા છે. કોલીન ડી ગ્રાન્ડહોમ 4 રને અને બીજે વોટલિંગ 14 રને અણનમ રહ્યા છે.

કેન વિલિયમ્સને ટેસ્ટ કરિયરની 32મી ફિફટી ફટકારતા 153 બોલમાં 11 ફોરની મદદથી 89 રન કર્યા હતા. જ્યારે રોસ ટેલરે 100મી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ટેલરે 71 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી 44 રન કર્યા હતા.

Loading...