ન્યૂઝીલેન્ડે ભારતને 5 વિકેટે હરાવ્યું, 31 વર્ષ પછી વ્હાઇટવોશ થયો

ન્યૂઝીલેન્ડે માઉન્ટ માઉનગુઈ ખાતેની અંતિમ વનડે વિકેટે જીતીને ભારતનો 3-0થી વ્હાઇટવોશ કર્યો છે. ટીમ ઇન્ડિયાનો વનડેમાં 3 કે તેથી વધુ વનડેની સીરિઝમાં 31 વર્ષ પછી વ્હાઇટવોશ થયો છે. છેલ્લે 1989માં વેસ્ટ ઇન્ડિઝે ભારતને 5-0થી હરાવ્યું હતું. 297 રનનો પીછો કરતા કિવિઝે 47.1 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઓપનર હેનરી નિકોલ્સે કરિયરની 11મી અને સીરિઝમાં બીજી ફિફટી મારી હતી.

તેણે 103 બોલમાં 9 ફોરની મદદથી 80 રન કર્યા હતા. માર્ટિન ગુપ્ટિલે વનડે કરિયરની 37મી ફિફટી ફટકારી હતી. તેણે 46 બોલમાં 6 ફોર અને 4 સિક્સની મદદથી 66 રન કર્યા હતા. જ્યારે ગ્રાન્ડહોમે 21 બોલમાં ફિફટી મારીને ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી હતી.

Loading...