Abtak Media Google News

સ્ટારકિડ્સને લોન્ચ કરવાનો ઠેકો જાણે કરન જોહરે લીધો છે એટલે એને લોન્ચ ગુનું ઉપનામ મળ્યું છે

બોલીવૂડમાં સ્ટાર કિડનો દબદબો છે. જાણે ફિલ્મ જગતમાં પ્રવેશનું તેમની પાસે ગ્રીન કાર્ડ છે. અત્યારે લગભગ અડધો ડઝન સ્ટાર પુત્ર કે સ્ટાર પુત્રી ફિલ્મ જગતમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમાં જાહન્વી કપૂર, સારા અલિ, અહાન શેટ્ટી, અનન્યા પાંડે, ઈશાન ખટ્ટર (શાહીદ કપૂરનો ઓરમાન ભાઈ) વિગેરે મુખ્ય છે. પ્રોડયુસર અને ડાયરેકટર કે અન્ય કલાકાર કસબીઓનાં સંતાનોની યાદી જુદી છે.

માયાનગરી, મુંબઈમાં સ્ટાર કિડસને લોન્ચ કરવામાં જાણીતા નિર્માતા નિર્દેશક અને ધર્મા પ્રોડકશન્સના માલિક કરન જોહર આગળ પડતા છે. યુવા ત્રિપુટી આલિઆ ભટ્ટ, વ‚ણ ધવન અને સિધ્ધાર્થ મલ્હોત્રાને તેમણે જ લોન્ચ કર્યા છે. આગળ પણ તેઓ જાહન્વી કપૂર, ઈશાન ખટ્ટર, અનન્યા પાંડે, વિગેરેને લોન્ચ કરશે. કરનના ખાસમખાસ મિત્ર શાહ‚ખ ખાનના પુત્ર આર્યનને કરને અત્યારથી જ બૂક કરી લીધો છે. શાહ‚ખપુત્રી સુહાની પણ કદાચ ગ્લેમરવર્લ્ડમાં આવે તો કરન જોહરનાં દરવાજા તેના માટે ખૂલ્લા છે.

કરન જોહર જેને પોતાના ‘બાપ’ ગણાવે છે તે યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા પણ નવોદિતોને તક આપે છે. પરંતુ તેઓ સ્ટારકિડ્સનો આગ્રહ રાખતા નથી. તેમણે લોન્ચ કરેલા રણવીરસિંઘ, અનુષ્કા શર્મા કે વાણી કપૂરનું કોઈ ફિલ્મી બેક ગ્રાઉન્ડ નથી.

કરન જોહરને તો લોન્ચ ગુ‚નું ટાઈટલ મળી જ ગયું છે. બોલીવૂડમાં બીજા લોન્ચ ગુ‚ કે સેમી લોન્ચ ગુ‚ કોણ છે, જાણો છો? તે છે ભાઈજાન સલમાન ખાન સલ્લુમિયાં ઘણા લોકોની ફિલ્મી કારકીર્દી શ‚ કરાવવા અથવા જેમની કારકિર્દી બેસી ગઈ છે તેને ફરીથી ઉભી કરવાની ચિંતા કરતા રહે છે. કદાચ આ વ્યાધીને કારણે જ સલ્લુમિયાંના વાળ ખરી ગયા છે. તેના વાળ ઓરિજિનલ નથી, ટ્રાન્સપ્લાન્ટેડ છે !

સલમાન ખાને ફિલ્મ ‘તુ મેરા હીરો’માં આદિત્ય પંચોલી અને ઝરીના વહાબના પુત્ર સૂરજ પંચોલીને લોન્ચ કર્યો છે. તેની સાથે સુનિલ શેટ્ટીની પુત્રી આથિઆ શેટ્ટીને પણ લોન્ચ કરી જો કે, આ બંનેની ગાડી હજુ પાટે ચઢી નથી.

સલમાન તેના બનેવી આયુષને પણ બોલીવૂડમાં લોન્ચ કરી રહ્યો છે. આ સિવાય કેટરીના કૈફ સરેઆમ એકરાર કરે છે. કે સલમાન ખાન જ મારો ગોડફાધર અત્યારે રોમેનીયન બ્યૂટી યુલિઆ વેન્તુરના મ્યુઝિક આલ્બમ જસ્ટ ફોર યૂ પણ સલમાનની જ દેણ છે. મણીરત્નમની ફિલ્મ ‘દિલ સે’થી બોલીવૂડમાં ડગ માંડનારી પ્રીટી ઝીન્ટાની લગભગ ઠરી ગયેલી કારકીર્દીને ફૂંક મારીને ફરી પ્રજવલીત કરવાનો પ્રયત્ન સલમાન કરી રહ્યો છે. બાય ધ વે, પ્રીટી તે સલ્લુની દોસ્ત છે. ટીવી સુપરસ્ટાર મૌની રોય બોલીવૂડમાં આવી તેમાં પણ સલમાનની શિફારિસ છે.

બોલીવૂડમાં લોન્ચગુ‚ શબ્દ હમણા આવ્યો. એ પહેલા ગોડફાધર શબ્દ પ્રચલિત હતો. ટાઈગરનાં પપ્પા જેકી શ્રોફ નિર્માતા-નિર્દેશક સુભાષ ધાઈને ગોડફાધર માને છે. આવા ઘણા ગોડફાધરો બોલીવૂડમાં મૌજુદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.