કિડ્ઝથી માંડી સિનિયર્સને લોભાવતી દિવાળી સ્પેશ્યલ શુઝની અવનવી વેરાયટીઓ

124

મેરા જુતાં હૈ જાપાની…

વોક વે ફુટવેર, મેટ્રો શુઝ, મોચી શુઝ તેમજ બાટા શુઝમાં દરેક વર્ગના લોકોની જરૂરીયાત પ્રમાણેનું કલેક્શન ઉપલબ્ધ

દિપાવલી પર્વનો કાલથી ભવ્ય શુભારંભ થયો છે લોકો દિવાળીની વિવિધ ખરીદી કરી રહ્યા છે. હાલ કપડા, જવેલરી, ગૃહ સુશોભન ઉપરાંત બુટ – ચપ્પલની બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને શુઝમાં યુવાનો બ્રાન્ડની વેરાવટી ખરીદવા વધુ આગ્રહ રાખે છે ત્યારે મેટ્રો શુઝ, બાટા શુઝ, વોક વે શુઝ તેમજ મોચી શુજ વગેરેના અદ્યતન શો-રૂમ તેમજ દુકાનોમાં વિવિધ રેન્જમાં અલગ અલગ વેરાવટીઓ ઉપલબ્ધ છે.

બાટામાં સારી કવોલીટી મળતી હોવાનો ગ્રાહકોનો વિશ્વાસ

બાટા એ એક સ્ટાંડર્ડ બ્રાન્ડ છે. અને સૌથી જૂની બ્રાન્ડ છે. જેથી ક્સ્ટમરને એક વિશ્વાસ છે અને સારી કવોલીટીની વસ્તુ મળે છે. અને ઘણા એવા લોકો છે જે બાટાના કસ્ટમર બંધાયેલા છે. પહેલા બાટાની અંદર એક વર્ગ હતો એજ પ્રમાણે મળતા જેવા કે અમુક ઉમર સુધીના ને જ મળતા હતા. પણ અત્યારના યુગમાં બાટા ઘણુ બધુ કલેકશન લાવ્યા છે. અત્યારે લેડીસના ચપ્પલ ખૂબજ વધારે પ્રમાણમાં મળે છે. કેજયુઅલ ટ્રેન્ડી જેવી વધારે બ્રાન્ડ છે. એટલે વર્કીંગ વુમન માટે સારામાં સારૂ કલેકશન બાટા કંપની પાસેથી મળી રહે છે.

લાઈટ વેર ઈકો વેર છે. બાટા કંપની સૌથી સારી સર્વીસ આપે છે. વહેચ્યા પછી પણ સારી એવી સર્વીસ પ્રોવાઈડર કરી છે.જેમાં રીપેરીંગ, પીસ ટુ પીસ એકસચેંજ થઈ જાય છે. બાટા કંપનીએ તરત જ ફેરબદલી કરવાની હોય તો તે કરી આપે છે. દિવાળી નિમિતે કલેકશન રાખ્યા છે. બાટા કંપની સરપ્રાઈઝલી વસ્તુઓ ઓફર કરે જ છે. અને કયારેય જોયું નહી હોય તેવું કલેકશન બાટા કંપની આપે છે.

મેટ્રો શુઝમાં દિવાળીનું અવનવું કલેકશન

ગ્રાહકોને બધી જ બ્રાન્ડનું ફૂટવેર કલેકશન મળી શકશે: શેમશન બૌધ્ય દિવાળી બાદ લગ્નસરાની સીઝનનો સ્ટોક પણ ઉપલબ્ધ

ભારતીય પરંપરા અનુસાર દિવાળીની આપણે ત્યાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. સૌ કોઈ દિવાળી પહેલા કપડા, જવેલરી, ફૂટવેર, ઘર સુશોભનની વસ્તુઓની ખરીદી કરતા હોય છે. ત્યારે રાજકોટમાં જાણીતા મેટ્રો શુઝમાં દિવાળીને લઈને અવનવી ડિઝાઈનનું કલેકશન ઉપલબ્ધ લોકો દિવાળીનું તથા દિવાળી બાદ લગ્નસરાની સીઝનની પણ અગાઉની ખરીદી કરી રહ્યા છે. અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ બ્રાંચ મેટ્રો શુઝના મેનેજર શેમશન બૌધ્ધએ જણાવ્યું હતુ કે દિવાળીને લઈને અમારી પાસે ઘણી બધી નવી વેરાઈટી આવી છે. મેન્સવેર, લેડીઝવેર, તથા કીડઝ માટેના શુઝ, સેન્ડલ, લોફર ઉપલબ્ધ છે.

લોફરની વાત કરૂ તો લોફરમાં પુષ્કળ ડિઝાઈન ઉપલબ્ધ છે.  દાવીન્ચી અમારૂ પ્રીમીયમ બ્રાન્ડ છે. કસ્ટમર દાવીન્ચી વધુ પ્રિફર કરે છે. દાસીન્ચીમાં લોફર, સ્પોટસ, કેઝયુલ વગેરે અમે મલ્ટીબ્રાન્ડસ રાખીએ છીએ જેમકે જેનેકસ, દાવીન્ચી, કલાર્ક સ્કેચર્સ સહિતની અનેક વેરાયટી ઉપલબ્ધ છે. અમારા સ્ટોરમાં ગ્રાહકોને લગભગ બધી જ બ્રાન્ડનું ફૂટવેર કલેકશન મળી શકે. કિડસમાં પણ સ્લીપરથી લઈ સ્પોર્ટસ સુધીની અનેક વેરાયટી ઉપલબ્ધ છે. દિવાળી બાદ લગ્નસરાની સીઝન અનુસંધાને અમે અત્યારથી જ સ્ટોક કરી રાખ્યો છે. દિવાળીને લઈ છેલ્લા ચાર દિવસથી કસ્ટમરનો વધુ ફલો છે. ઉમીદ છે કે આવો જ સારો રીસપોન્સ અમને મળી રહેશે. અમરે ત્યાં ફૂટવેર સાથે શોકસ, બેલ્ટ, વોલેટ ફૂટકેર એસેસરીઝ વગેરે મળી રહે છે.

વોક-વે ફૂટવેરના અદ્યતન શો-રૂમમાં અલગ અલગ રેન્જમાં વિવિધ વેરાયટી ઉપલબ્ધ

અવનવી વેરાયટીના શુઝના શોખીનો માટે રાજકોટના ક્રિષ્ટલ મોલ ખાતે વોક-વે ફૂટવેરનો અદ્યતન શો-રૂમ છે. અહીં ક્વોલીટી, કમ્ફર્ટ અને ફીનીશીંગનો સમન્વય છે. વોક-વેમાં ચિલ્ડ્રન ફૂટવેર, લેડીઝ ફૂટવેર અને જેન્ટસ ફૂટવેરની વિવિધ વેરાયટી બજેટ પ્રમાણે ઉપલબ્ધ છે. વોક-વે ફૂટવેરના ૩૦ શહેરોમાં ૭૫થી વધુ શો-રૂમ આવેલા છે. આ બધા સ્ટોરમાં મુખ્યત્વે ૩ વસ્તુને પ્રાધાન્ય આપવામાં આવે છે. કવોલીટી, કમ્ફર્ટ અને ફીનીશીંગને પકડી રાખવામાં આવે છે. આ ઉપરાંત માર્કેટ કરતા ખૂબજ નીચી કિંમતે સારી કવોલીટી ગ્રાહકોને આપવામાં આવે છે. વોક-વેમાં નાના બાળકોી લઈ મોટી ઉમરના લોકો સુધી એટલે કે દરેક ઉંમરના લોકોની જરૂરીયાત મુજબનું પ્રોડકશન વોક-વે કરે છે. વેડિંગ સીઝનમાં બ્રાઈડની વિવિધ ડિમાન્ડ જેવી કે ડાયમંડ ચપ્પલ, હિલ વાળા સેન્ડલ જેવું તમામ કલેકશન ઉપલબ્ધ છે.

વિવિધ તહેવારો પ્રમાણે પણ ફૂટવેરનું અલગ અલગ કલેકશન અલગ અલગ રેન્જમાં અહીં મળી રહે છે. હાલ વોક-વેમાં દિવાળી ધમાકા ઓફર ચાલી રહી છે. રૂા.૨૫૦૦ની ખરીદી ઉપર ડાયમંડ ડયુરા કડાઈ અને રૂા.૪૦૦૦ની ખરીદી પર ટુ-પીસ કુકવેર સેટ આપવામાં આવે છે તો દરેક કસ્ટમર્સ રાજકોટ-જામનગરમાં વોક-વેના શો-રૂમની અચૂક મુલાકાત લે.

ગ્રાહકોને ઉત્તમ વેરાયટી પુરી પાડતું મોચી શુઝ

મોચી શુઝ શોપ ડો. યાજ્ઞીક રોડ ખાતે આવેલી છે. તેઓની દુકાનમાં બધી જ બ્રાન્ડ રાખેલ છે. પ્રીમીયમ બ્રાન્ડમાં લેગ્વેજ, ક્રીક લેડીઝ માટે વેડીંગ કલેકશન પર છે. સાથે રેગ્યુલરમાં પણ ચપ્પલ બૂટ મળી રહે છે. પાર્ટીવેર, લોફર, તેમજ બધી જ એસેસરીઝ મળી શકશે.

ગ્રાહકને બને તેટલી સારી વસ્તુઓ મળે છે અને અહી બીજીવાર જે ગ્રાહક આવે છે. તેમને કોઈ પ્રશ્ર્ન હોતા જ નથી. દિવાળી નિમિતે ખાસ કલેકશન ઉપલબ્ધ છે.રેક રેન્જમાં વિવિધ વેરાયટીઓ રાખવામાં આવી છે. જે ખરીદવા હાલ ગ્રાહકોનો સારો ઘસારો છે. તેમજ ગ્રાહકોને બેસ્ટ સર્વિસ પણ પુરી પાડવામા આવે છે.

Loading...