નવા સ્ટ્રેને લંડનમાં કટોકટી સર્જી: એક જ દિવસમાં સૌથી વધુ 1325 લોકોના મોત

કોરોનાના નવા સ્ટ્રેને સમગ્ર યુનાઈટેડ કિંગડમમાં તબાહી મચાવી દીધી છે. ૭૦ ટકાથી વધુ ઝડપે ફેલાતા આ નવા સ્ટ્રેને લંડનમાં કટોકટી સર્જી દીધી છે. પરિસ્થિતિ બેકાબુ થતા કટોકટીની ઘોષણા કરાઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૩૨૫ લોકો મોતને ભેટયા છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં આ સૌથી મોટો આંકડો છે. લંડનના મેયર સાદિક ખાને આ કેસને ‘મોટી અને ગંભીર’ ઘટના ગણાવી છે. લંડનમાં રહેનાર દર ત્રણ વ્યકિતએ એક વ્યકિત કોરોના પોઝીટીવ નોંધાઈ રહ્યો છે.

લંડનના મેયર સાદિક ખાને શુક્રવારે કોરોનાના નવા સ્ટ્રેનના સૌથી વધુ કેસને ‘મેજર ઘટના’ ગણાવી હતી. સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર લંડનમાં રહેતા દરેક 3જો વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય છે. લંડનમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા હવે 100,000 લોકો દીઠ 1,000 કરતાં વધી ગઈ છે. 30 ડિસેમ્બરથી 6 જાન્યુઆરીની વચ્ચે, પાટનગરમાં હોસ્પિટલના દર્દીઓની કુલ સંખ્યામાં 27 ટકાનો વધારો થયો છે.

Loading...