Abtak Media Google News

આધુનિક ચીપ, કયુઆર કોડ, ઈમરજન્સી નંબર, વાહન ચાલક તેમજ વાહનની વિગત સાથે ટેકનોસભર બનશે નવા લાયસન્સ

ડ્રાઈવીંગ લાયસન્સ વાહન ચાલકો માટે ફરજીયાત તેમજ જ‚રી છે. જો આપણે વાહન ચલાવવું હોય અને સલામતી રાખવી હોય તો ટ્રાફિકના તમામ નિયમોનું પાલન ચોકકસપણે કરવું જોઈએ. ડ્રાઈવીંગ લાયસન્સ મહત્વનુ દસ્તાવેજ છે પરંતુ તેમાં કેટલીક લીમીટેશનને કારણે તેમાં આધુનિકરણને લઈ ફેરફારો કરવાનો સરકારે નિર્ણય લીધો છે. વર્તમાન સમયમાં જે લાયસન્સ છે તેમાં નામ, એડ્રેસ, ઈસ્યુ તારીખ, વેલીડ તારીખ અને ડેટ ઓફ બર્થ જેવી માહિતી હોય છે. પરંતુ આ કાર્ડની બીજીબાજુ માત્ર સરકારનો લોગો હોય છે. જેને લઈ નવા લાયસન્સને લઈ વધુ ટેકનોલોજીસભર બનાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મીનીસ્ટરી દ્વારા ડ્રાઈવીંગ લાયસન્સને વધુ આધુનિક અને સુરક્ષીત બનાવવાની સાથે ટેકનોલોજીસભર કરવા નવા ડ્રાઈવીંગ લાયસન્સ ઓકટોમ્બરથી અમલી કરવાનું જાહેર કરાયું છે. ડ્રાઈવીંગ લાયસન્સના નવા નિયમો અંતર્ગત તમામ રાજયોના ડ્રાઈવીંગ લાયસન્સો કયુઆર કોડથી સજ્જ બનશે. આ કયુઆર કોડ વાહન ચાલકના તમામ ડેટાની નોંધણી રહેશે.

વર્તમાન સમયના ડ્રાઈવીંગ લાયસન્સમાં ખુબજ ઓછી માહિતી આપવામાં આવી છે. નવા ડ્રાઈવીંગ લાયસન્સની પાછળની બાજુ લાયસન્સ ધારકના ઈમરજન્સી કોન્ટેકટ નંબર, વાહન નોંધણી નંબર, ગાડીના નંબર, કોડ, વાહન ઈસ્યુ થયાની તારીખ, વાહનની કેટેગરી, બેઝ નંબર જેવી માહિતી આપવામાં આવશે.

નવા નિયમો અંતર્ગત વાહન તેમજ વાહન ચાલકના તમામ ડેટા ઓનલાઈન સ્ટોર કરવામાં આવશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસોને પણ કયુઆર કોડની તપાસ માટે અથવા ટ્રાફિક નિયમના ભંગ સમયે હેન્ડી ટ્રેકિંગ ડિવાઈસ આપવામાં આવશે. લાયસન્સમાં એડિશ્નલ ફિચર્સ તરીકે ચીપ પણ ઈન્સ્ટોલ કરવામાં આવશે. આ ઉપરાંત ડ્રાઈવીંગ લાયસન્સમાં વાહન ચાલક વાહન માટે કયાં પ્રકારના ફયુલનો ઉપયોગ કરે છે તેની પણ માહિતી દર્શાવવાની રહેશે.

સરકારે ડ્રાઈવીંગ લાયસન્સના કાર્ડની ગુણવત્તા, મજબુતાઈ અને પ્રિન્ટીંગ પણ મજબૂત બનાવવાની તૈયારી કરી છે. જેથી લાંબા સમય બાદ પણ ડ્રાઈવીંગ લાયસન્સમાં જે પ્રિન્ટીંગ છે તે ખરાબ થશે નહીં. લાયસન્સમાં રહેલ કયુઆર કોડમાં વાહન કયાં પ્રકારનું છે, ડ્રાઈવીંગ કેટલી લીમીટમાં કરવું જોઈએ તેની તમામ માહિતી ડિજીટલી સ્ટોર રહેશે. અકસ્માતોને નિવારવા ડ્રાઈવીંગ લાયસન્સમાં ઈમરજન્સી કોન્ટેકટ નંબરનો ઉમેરો કરવામાં આવશે. આ તમામ આધુનિક ફીચર્સ લાયસન્સ ધારક માટે ખુબજ ઉપયોગી સાબીત થશે.લાયસન્સની બીજીબાજુ તમામ પ્રકારની વિગતોનો ઝીંણવટપૂર્વક સમાવેશ કરવામાં આવશે. જેમાં એન્જીનના પ્રકારથી લઈ વાહનની ક્ષમતા, લોડ કેપેસીટી, માલીકની વિગત આ તમામ ઈન્ફોર્મેશન ઉમેરવામાં આવી છે. જેથી વાહન ધારકોને કોઈપણ પ્રકારની તકલીફ ન રહે અને ઈમરજન્સી સમયે પુરતી સુવિધા ઉપલબ્ધ થાય તેવા હેતુથી લાયસન્સનું નવીનિકરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.