Abtak Media Google News

૪૦૦ ફિલ્ડ ઓફિસરો સહિત નવી રેન્જ માટે સરકારે લગાવી મંજુરીની મહોર

વિશ્ર્વનાં એકમાત્ર ગીરમાં વસતા એશિયાટીક સિંહોની પ્રજાતિને સલામત રાખવા માટે ભારત સરકારમાં સવિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેનાં ભાગરૂપે સિંહોની સલામતી માટે ગુજરાતમાં નવાં જંગલ વિભાગની પણ સ્થાપના કરી છે. ગત વર્ષ ૨૦૧૮માં ધારીનાં દલખાણીયા રેન્જમાં ૨૯ સિંહોનાં મૃત્યુ બાદ સરકારે સિંહો માટે શૈત્રુંજયનાં કાંઠાળા વિસ્તારને આવરીને એક નવો જ વનવિભાગની માન્યતા આપવાની જાહેરાત કરી હતી. જે અન્વયે ભાવનગર, બોટાદ, અમરેલીને જોડતી નવી રેન્જ ઉભી કરાશે.

ગત ૬ થી ૮ માસ પહેલા ૩૬ સિંહો ઝીંકા વાઈરસનો ભોગ બન્યા હતા જેથી તેઓની જાળવણી અને સાર-સંભાળ માટે તેઓને સકકરબાગ ધારીની સેરસીયા રેન્જ તથા જાફરાબાદ ખાતે રાખવામાં આવ્યા છે. હાલ તેઓને બહાર કાઢવામાં આવતા ન હોવાનું કારણ એ પણ સામે આવ્યું છે કે, તેમનાં રહેલો રેસીસ્ટન્ટ પાવરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જયારે બીજું કારણ એ પણ સામે આવે છે કે, જો તે પાંજરાની બહાર છોડવામાં આવે તો તે મુખ્ય શિકારી પણ બની શકે ત્યારે આવા ડરનાં કારણે કેટલા સમય સુધી સિંહોને પુરવામાં આવશે તે તો આવનારો સમય જ જણાવશે.

New-Ranges-Connecting-Bhavnagar-Botad-And-Amreli-For-Breeding-Of-Lions-Will-Be-Raised
new-ranges-connecting-bhavnagar-botad-and-amreli-for-breeding-of-lions-will-be-raised
New-Ranges-Connecting-Bhavnagar-Botad-And-Amreli-For-Breeding-Of-Lions-Will-Be-Raised
new-ranges-connecting-bhavnagar-botad-and-amreli-for-breeding-of-lions-will-be-raised

બૃહદ ગીરમાં વિસ્થાપિત થયેલા સિંહોની હાજરી ધરાવતા ગીરમાંથી નિકળેલી અને વિશાળરૂપ ધારણ કરનારી શૈત્રુંજ નદીનાં કાંઠે વસતા સિંહો માટે અલગ વન વિસ્તારની માન્યતા સરકારે આપવાનો નિર્ણય કર્યો છે. સિંહોની વસ્તી ગીર ઉપરાંત ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને બોટાદનાં વિસ્તારોમાં વસી રહી છે. જંગલ વિભાગ દ્વારા સાસણ ગીર વન વિભાગની જેમ જ વિશાળ સતાઓ અને ખાસ અધિકારીઓ અને પુરતા નાણાભંડોળની જોગવાઈ અને ૪૦૦નાં સ્ટાફ સાથેનું એક નવું જ મહેકમ ઉભું કરવામાં આવશે. સિંહોની જાળવણીની વિશેષ સુવિધાઓ ઉભી થાય તે માટે વન વિભાગની રચના કરી ૧૦૪ નવી જગ્યાઓ કે જેમાં નાયબ વન સંરક્ષણ-૨, સહાયક વન સંરક્ષણ અને ૭ આરએફઓની જગ્યાઓ ઉભી કરવામાં આવશે. વરીષ્ઠ વન અધિકારીનાં જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષોમાં ઓછામાં ઓછા ૨૩૦૦થી વધુ વન્યપ્રાણીઓને જંગલની બહારનાં વિસ્તારોમાંથી રેસ્કયુ કરીને જંગલમાં લઈ જવામાં આવ્યા હતા. શૈત્રુંજયનાં કાંઠે ઉભી થનારી નવી રેન્જમાં રાજુલા, જાફરાબાદ, લીલીયા, મહુવા, જેસર, પાલિતાણા અને તળાજાનો સમાવેશ થશે. ૪૦૦ ફિલ્ડ ઓફિસરો સિંહોની ગતિવિધિઓ પર અને ગેરકાનુની પ્રવૃતિ જેવી કે ગેરકાયદે સિંહ દર્શન પર લગામ કસાશે.

New-Ranges-Connecting-Bhavnagar-Botad-And-Amreli-For-Breeding-Of-Lions-Will-Be-Raised
new-ranges-connecting-bhavnagar-botad-and-amreli-for-breeding-of-lions-will-be-raised
New-Ranges-Connecting-Bhavnagar-Botad-And-Amreli-For-Breeding-Of-Lions-Will-Be-Raised
new-ranges-connecting-bhavnagar-botad-and-amreli-for-breeding-of-lions-will-be-raised
New-Ranges-Connecting-Bhavnagar-Botad-And-Amreli-For-Breeding-Of-Lions-Will-Be-Raised
new-ranges-connecting-bhavnagar-botad-and-amreli-for-breeding-of-lions-will-be-raised

નવા વન વિભાગની માન્યતાની કવાયતની પહેલ શાસનનાં મુખ્ય વન સંરક્ષક ભરત પાઠકે શરૂ કરી હતી. સિંહોની વધતી જતી વસ્તી અને તેનાં વિસ્તારને ફેલાવવા સાથે માનવ અને પ્રાણીઓની સંઘ પક્ષી પરિસ્થિતિનાં ઉકેલ માટે સાસણની જેમ શૈત્રુંજયમાં નવા અભ્યારણની જરૂરીયાત દર્શાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.