Abtak Media Google News

નવા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા નીતિ આયોગે તમામ પક્ષકારો સાથે બેઠકો યોજી

ખેતીપ્રધાન ગણાતા આપણા દેશ ભારતમાં ઝડપભેર વિકાસ થઈ રહ્યો છે. જેના કારણે છેલ્લા એક દાયકામાં તમામ ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ જોવા મળી રહી છે. આ પ્રગતિને વધુ ઝડપી બનાવીને ભારતને ફરીથી વિશ્ર્વની મહાસત્તા બનાવવા કેન્દ્રની મોદી સરકાર કટીબદ્ધ બની છે. જેથી આ વિકાસ પ્રક્રિયામાં બાધારૂપ એવા તમામ જૂના કાયદાઓમાં ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. આવો જ એક કાયદો છે લેન્ડ ટાઈટલનો જમીનની સંપાદન પ્રક્રિયામાં જમીન માલિકીનો વિવાદ બાધારૂપ બનતો હોય. લાંબા સમયથી કાયદાકીય વિવાદમાં પડે છે. જેના કારણે વિકાસ પ્રક્રિયા ઘોંચમાં પડે છે. જેથી ટાઈટલના વિવાદોને ઝડપથી ઉકેલવા નીતિ આયોગે નવો લેન્ડ ટાઈટલ એકટ-૨૦૧૯ બનાવવાનો મુસદો તૈયાર કર્યો છે.

7537D2F3

કેન્દ્ર સરકાર દ્વારા મહેસુલી ક્ષેત્રે આમુલી પરિવર્તન અને ખાસ કરીને જમીનોના માલિકી હકને લગતા નિયમોમાં સુધારો કરીને જમીનોના ખરા માલિકોના હક્ક હિતને સુરક્ષા પ્રદાન કરવા કમરકસી છે. જેના ભાગરૂપે નીતિ આયોગ દ્વારા સુધારેલા ભૂમિ માલિકી ખરડા-૨૦૧૯ના મુસદ્દા તૈયાર કર્યો છે. જેનાથી જમીનના માલિકીના હક-હિતોની સુરક્ષાની સરકારી બાંહેધરીને વધુ વ્યાપક બનાવવા આવનારી છે.  કેન્દ્ર સરકાર જમીન મહેસુલી કાયદામાં સુધારાઓ કરી સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અને સરકારી યોજનાના લાભોની સાથો-સાથ જમીનની માલિકીના વિવાદોના કિસ્સાઓ વચ્ચે સરકાર એવી વ્યવસથા ઊભી કરવા માંગે છે કે જે જમીનના મુળ માલિકોમાં અધિકારોને સુરક્ષિત કરી શકે. ભારતમાં પણ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સિંગાપુર અને યુકે જેવા જમીનના માલિકી હકો સુરક્ષિત કરવાના કાયદાકિય મુસદ્દાઓ લાગુ કરવાની તૈયારીઓ થઈ રહી છે.

સરકાર આ નવા મહેસુલી સુધારાથી ખેડૂતને વહિવટી સરળતા સહાય અને જમીનને લગતા વિવાદોના ઉકેલ માટે આ નવા કાયદો મદદરૂપ થાય આ કાયદાનો મૂળ હેતુ રિયલ એસ્ટેટના વિનિમય, ભૂમિ અધિગ્રહણ કરવાની આંતર માળખાકીય વિકાસ માટેની પ્રક્રિયામાં ફાયદારૂપ બનાવવાનો છે. આ અંગે એક બેઠક  સચિવ કક્ષાએ પક્ષકારોના રૂપમાં કેન્દ્રિય મંત્રીઓ સાષ પરામર્શ કરીને આ સુધારાને વધુમાં વધુ અસરકારક કેમ બનાવી શકાય અને દેશના તમામ રાજ્યોમાં તેને સરળતાથી કેમ લાગુ કરી શકાય તે અંગેની ચર્ચા-વિચારણા કરશે.

નિતી આયોગ ધારા સરકારના વિવિધ મંત્રીઓ સાથે ચર્ચા કરીને ટૂંક સમયમાં જ આ નવો મુસદ્દો રાજ્ય સરકારો દ્વારા અમલીય કરવા માટે જારી કરવામાં આવશે. ભુતકાળના જમીન સુધારણા અંગેના કાયદાઓને બનાવવાના પ્રયત્નો થયા હતા પરંતુ રાજકીય ઈચ્છા શક્તિના અભાવે તેના અમલ થઈ શકયો નથી. ભારત જમીન માલિકી વિવિધ દસ્તાવેજો દ્વારા નિર્ધારિત થાય છે. જેમાં વેચાણ દસ્તાવેજ, કરારો અને મિલકત ખરીદનાર અને વેંચનાર વચ્ચેનું હસ્તાંતર મિલકત વેરાની પહોંચ અને સર્વેના દસ્તાવેજો સરકારી માન્ય ટાઈટલ નથી પરંતુ માત્ર મિલકતોનું વિનિમય આ માટે દાવેદાર ગણવામાં આવે છે. હવે સરકાર નિષ્પક્ષ રીતે જમીનના માલિકીપણાના અધિકારો પ્રસપિત કરીને વળતર સહિતની પ્રક્રિયામાં તેનો ઉપયોગ કરવા માંગે છે.

સરકારની ડિજીટલ ઈન્ડિયા યોજના હેઠળ દેશભરના લેન્ડ રેકર્ડનું આધુનિકરણ કરવાના કાર્યક્રમ હેઠળ દેશની ૯૦ ટકાથી વધુ મિલકતોનું ડીજીટલાઈઝેશન કરવામાં આવ્યું છે. દેશમાં આવેલા ૬,૫૫,૯૫૯ ગામોમાંથી ૫,૯૧,૨૨૧ ગામો એટલે કે ૯૦ ટકાથી વધુ જમીનોની તમામ વિગતોનું કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવ્યું છે. મોદી સરકારની આ નવા કાયદા બનાવવી તજવીજી જમીનની માલિકીને લગતા વિવાદો ઉકેલાશે, ખેડૂતોનો સહાય ઝડપભેર મળશે, જમીન સંપાદન સરળ બનતા વિકાસ્તા ઝડપથી બનવાની સાથે મિલકતોનું હસ્તાંતરણ પણ સરળ બનશે. આ નવો કાયદો બનાવવા નીતિ આયોગે મુસદ્દો બનાવવા પ્રક્રિયા બનાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.