Abtak Media Google News

1 એપ્રિલથી એફોર્ડેબલ હાઉસિંગ પર 1 ટકા અને અન્ય હાઉસિંગ સ્કીમ્સ પર 5 ટકા જીએસટી લેવામાં આવશે
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) કાઉન્સિલની 34મી બેઠક મંગળવારે થઈ હતી. આ બેઠકમાં મકાનો પર નવા GST દરને લાગુ કરવાની યોજનાને સ્વીકૃતિ આપવામાં આવી છે. એટલે કે હવે 1 એપ્રિલથી એફોર્ડેબલ હાઉસિંગ પર 1 ટકા અને અન્ય હાઉસિંગ સ્કીમ્સ પર 5 ટકા જીએસટી લેવામાં આવશે. નવા દરો લાગુ થયા બાદ ઘર ખરીદવું પહેલાની સરખામણીમાં સસ્તું થશે.

કેન્દ્રીય નાણાં મંત્રાલયના રેવન્યુ સેક્રેટરી એ બી પાંડેએ જીએસટી કાઉન્સિલની બેઠક બાદ આ નિર્ણયની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારની સાથે વાતચીત કરીને રિયલ્ટી ક્ષેત્રમાં જોડાયેલી કંપનીઓને નવો ટેક્સ લાગુ કરવા માટે પર્યાપ્ત સમય આપવામાં આવશે. મિટિંગમાં રિયલ એસ્ટેટ સેકટર પર વર્તમાન ટેક્સમાંથી નવા ટેક્સને લાગુ કરવા સાથે જોડાયેલી વિવિધ બાબતોની અમલવારી કરવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા થયેલી આ બેઠકમાં આચાર સહિતાને કારણે નવો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.