ચણાની ખરીદીનો નવો સરકારી નિયમ ખેડૂતોની મશ્કરી સમાન: કિસાન સંઘ

નવી નવી સુચનાથી ખેડૂતોમાં તંત્ર સામે રોષ

ખેડૂત ૧૮ મણ લઇ વેચવા જાય તો કિંમત કરતાં વાહન ભાડુ વધી જાય

ચણાની ખરીદીમાં જે નવા નિયમો ઉમેરાયા છે તે જોતા ખેડૂતોની ક્રૂર મજાક થઇ હોવાની રજુઆત સાથે આજરોજ ભારતીય કિસાન સંઘે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીએ આવેદન પાઠવ્યું હતું.

આવેદનમાં જણાવ્યાનું મુજબ  સરકાર તરફથી નવી ચણાની ખરીદીમાં માત્ર રર૦૦ મેટ્રિક ટનની ખરીદી કરવાનું નકકી કરેલ છે. તે પ્રમાણમાઁ બહુ ઓછી કહેવાય. પરંતુ તેની સાથે ખેડૂતોની મોટામાં મોટી મજાક પણ કરેલ છે. પહેલા ખેડૂતોને એક ખાતા દીઠ ૧રપ મણ ચણાની ખરીદી કરતા હતા. બાકી રહેલા ખેડૂતોને એમએસપી યોજનાનો લાભ મળે અને તેમને ટેકાના ભાવે વેચવાની તક મળે તેવી વાત કરી સરકારે ખેડૂતોની મશકરી કરેલ છે. નવી જાહેરાત મુજબ ૧.૫ હેકટરથી ઓછા વાવેતર ધરાવતા ખેડૂતો પાસેથી માત્ર ૧૮ મણ અને ૧.૫ હેકટરથી વધારે વાવેતર ધરાવતા ખેડૂતો પાસેથી માત્ર ૨૭ મણની જ તા. ૩૦-૫-૨૦ થી આ પ્રમાણે ખેડૂતોની ખરીદી કરતો સરકારી પરિપત્ર નાયબ સચિવ રવિન્દ્ર ખતાલે બહાર પાડીને ખેડુતની આ મોટામાં મોટી મશ્કરી કરેલ છે માત્ર ૧૮ મણ ચણા લઇને વાહન બાંધીને ખરીદી કેન્દ્રે જાવું તે તો જાહેર બજારના ભાવના ડીફરન્સ કરતા વાહન ભાડાનો ખર્ચો વધી જશે આવું કરીને સરકારે ખેડૂત ઉપર મશ્કરી કરેલ છે.

ચણા ખરીદીમાં સતત વિલંબ રોજ નવી નવી સુચનાઓથી કર્મચારી કિસાનોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.

મુખ્યમંત્રી સીઘ્ધી દરમ્યાનગીરી કરી સામે ચોમાસા અને નવી સીઝનની તૈયારી વચ્ચે તમામ પાકોના રજીસ્ટ્રેશન થયેલ તમામ ખેડૂતોનો માલ લેવા સ્વયખુદ રાજય સરકારે નિર્ણય કરી યુઘ્ધના ધોરણે કામગીરી કરવા કિસાન સંઘ દ્વારા અનુરોધ કરાયો છે.આગોતરા વાવેતર માટે ૧ર કલાક વીજ પુરવઠો તેમજ કોરોના મહામારીમાં કિશાનોને તાત્કાલીક દયનીય સ્થિતિમાંથી બહાર કાઢવા ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દીલીપભાઇ સખીયા, રમેશભાઇ ચોવટીયા, મનોજભાઇ ડોબરીયા, ઠાકરશીભાઇ પીપળીયા, રમેશભાઇ હાપલીયા, ધર્મેશભાઇ સોરઠીયા, જીવનભાઇ વાછાણી, બચુભાઇ ધામી વગેરેએ આજરોજ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.

Loading...