નવી જીઆઈડીસીના કારણે નાના ઉદ્યોગકારોને ખુબજ ફાયદો થશે: ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા

નવનિર્મિત ખીરસરા જીઆઈડીસીના ખાતમુહૂર્ત પ્રસંગે નિમિત્તે ‘અબતક’ સાથે ભાજપની વિકાસગાથા વર્ણવતા આગેવાનો

નવી જીઆઈડીસીના કારણે નાના ઉદ્યોગકારોને ખુબજ ફાયદો થશે તેવું આજરોજ ‘અબતક’ની મુલાકાતે આવેલા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું. નવનિર્મિત ખીરસરા જીઆઈડીસીના ખાતમુહૂર્ત પ્રસંગે વિવિધ આયોજનની વિગતો આપવા આજરોજ ભાજપના આગેવાનો ‘અબતક’ની મુલાકાતે આવ્યા હતા. આ તકે લાખાભાઈ સાગઠીયાએ કહ્યું હતું કે, જીઆઈડીસીના કારણે આસપાસના ૪૦ થી ૫૦ ગામના લોકોને રોજીરોટી મળી રહેશે. ૪૦૦ મીટરી ૩૦૦૦ મીટર સુધીના પ્લોટ જીઆઈડીસીમાં હોવાના કારણે નાના ઉદ્યોગકારોને ફાયદો થશે. જીઆઈડીસીમાં ૪૭૧ પ્લોટ છે. જેના માટે ૯૯૦૦૦ અરજીઓ આવી છે. આ પ્લોટ ડ્રો સીસ્ટમી ફાળવવામાં આવશે. ૫૦ ટકા પૈસા ભરીને ત્યારબાદના હપ્તા લેખે ચૂકવવાના રહેશે. પરિણામે નાના ઉદ્યોગકારોને રાહત મળશે.

આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણી સરકારે રાજકોટને એરપોર્ટ, એઈમ્સ, નવું બસ સ્ટેન્ડ, રેસકોર્સ અને નવા ફલાઈ ઓવર સહિતની સગવડો આપી છે. વિજયભાઈ આવ્યા બાદ સૌરાષ્ટ્રનો વિકાસ ઝડપી યો છે. સીએએ સંબંધીત વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, સરકારે સીએએનો ખરડો પારીત કરી લોકોને નાગરિકત્વ આપવાનું કામ કર્યું છે તે ધન્યવાદને પાત્ર છે. ભાજપે લોકોને ઘરે-ઘરે જઈ સમજાવ્યું હતું. હવે લોકોએ પણ સર્મન આપ્યું છે.

આગેવાનોએ મુલાકાત દરમિયાન ખીરસરાની બાજુમાં લોધીકાના પીપેડી તેમજ કાલાવડના આણંદપર સહિતના સ્ળોએ જીઆઈડીસીના વિકાસની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જીઆડીસી નિર્માણ સહિતના પગલાના કારણે લોકોને ફાયદો થયો છે. આજરોજ ‘અબતક’ની મુલાકાતે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, જિલ્લાના મહામંત્રી ભાનુભાઈ મહેતા, તાલુકા પંચાયત પ્રમુખ હરીશચંદ્રસિંહ જાડેજા, લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, રા.લો.સંઘના વાઈસ ચેરમેન મનસુખ સરધારા સહિતના હાજર રહ્યાં હતા.

નવનિર્મિેત  ખીરસરા જી આઈ.ડી.સીના ખાતમુહૂર્ત પ્રસંગમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તા.૧૮ રોજ હોય અને સ્થળ પરજ પ્લોટ ફાળવવી માટે મુખ્યમંત્રીના હસ્તે ડ્રો થવાનો હોય ઉદ્યોગકરો અને લોધીકા તાલુકાના લોકોમાં ખુબજ ઉત્સાહ હોય તાલુકાભરમાં  લોકોને ઉમટી પડવા હાકલ કરવામાંઆવે છે.

રાજકોટ જીલ્લાના મેટોડા જી.આઈ.ડી.સી.માં ૨૦૦૦ યુનિટો ચાલુ છે અને લોધીકા તાલુકો કાલાવડ, પડધરીના લોકોને ભરપુર રોજગારી પુરી પાડે છે જેથી આ વિસ્તારમં નવી જી.આઈ.ડી.સી માટેની ખુબજ માંગણી હતી જેથી ખીરસરા ગામની સરકારી ખરાબાની જમીનમાં માન.મુખ્યમંત્રી શ્રી દ્વારા અને સ્થાનિક ધારાસભ્યશ્રી ના પ્રયત્નથી સરકાર દ્વારા ૯૨ હેકટર જમીન જી.આઈ.ડી.સીને આવી નવી જી.આઈ.ડી.સીને કાલાવડ રોડથી જી.આઈ.ડી.સી. સુધી ફોરલેનથી જોડવામાં આવશે અને આંતરીક રસ્તા મુખ્ય રોડ ૪૦ મીટર અને ૩૦ મીટર  ૧૮ મીટર રોડનાં કામ સ્પીડથી ચાલુ થયા છે. જી.આઈ.ડી.સી ૫૦૦ મીટર થી ૩૦૦૦ મીટર નાં ૪૭૧ પ્લોટરૂ ૩૭૫૦/- ના ભાવથી કોમ્પ્યુટરરાઈઝ ડ્રો થી સ્થળ પર ફાળવી થશે જે માટે ૯૦૦૦ અરજી આવેલ છે. તો આ મહત્વકાંક્ષી યોજનામાં તાલુકા ભરના લોકો અને ઉદ્યોગકારો બહોળી સંંખ્યામાં ઉમટી પડવા ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, જીલ્લાના મહામંત્રી ભાનુભાઈ મેતા, તાલુકા પંચાયત  પ્રમુખ  હરીચંદ્રસિંહ જાડેજા, લોધીકા તાલુકા ભાજપના પ્રમુખ ભરતસિંહ જોડજા, રા.લો સંઘ વાઈસ ચેરમેન મનસુખભાઈ સરધારા, જીલ્લા ભાજપ મંત્રી મોહનભાઈ દાફડા તા.પૂ. ઉપપ્રમુખ ઉમેશભાઈ પાંભર, લાખાભાઈ ચોવટીયા, દિલીપભાઈ કુંગશીયા વગેરેએ હાકલ કરેલ છે.

ટેકાના ભાવે ખરીદી ખુબજ સારી રીતે થઈ: ભાનુભાઈ મેતા

જિલ્લા ભાજપના મહામંત્રી ભાનુભાઈ મેતાએ આ તકે કહ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી ખુબજ સારી રીતે થઈ હતી. સરકાર ખેડૂતોના મતી ચૂંટાઈ છે. માટે ખેડૂતોની કાળજી રાખી હતી. ખેડૂતોને નુકશાનીની ચૂકવણી કરવામાં આવી હતી. ટેકાના ભાવે ખરીદી સારી રીતે થઈ તેનાથી કોંગ્રેસ અકળાઈ છે. આ વખતે ખેડૂતોની સાથે ભગવાન પણ રહ્યો છે. પરિણામે દસકાનું સૌથી સારૂ વર્ષ જોવા મળ્યું છે.

સીએએ માટે લોકો તરફી પણ બહોળુ સર્મન મળ્યુ: ડી.કે. સખીયા

આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણી સરકારે રાજકોટને એરપોર્ટ, એઈમ્સ, નવું બસ સ્ટેન્ડ, રેસકોર્સ અને નવા ફલાઈ ઓવર સહિતની સગવડો આપી છે. વિજયભાઈ આવ્યા બાદ સૌરાષ્ટ્રનો વિકાસ ઝડપી થયો છે. સીએએ સંબંધીત વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, સરકારે સીએએનો ખરડો પારીત કરી લોકોને નાગરિકત્વ આપવાનું કામ કર્યું છે તે ધન્યવાદને પાત્ર છે. ભાજપે લોકોને ઘરે-ઘરે જઈ સમજાવ્યું હતું. હવે લોકોએ પણ સર્મન આપ્યું છે.

લોધીકાનો વિકાસ અતુલ્ય: ભરતસિંહ જાડેજા

ભાજપના શાસનમાં લોધીકાનો વિકાસ ખૂબજ સારી રીતે યો હોવાનું લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું કોલેજમાં હતો ત્યારે રાજકોટી લોધીકા વચ્ચેનું અંતર કાપતા ૨ કલાક થતાં હતા. જ્યારે હવે માત્ર ૨૦ મીનીટમાં અંતર કપાઈ છે. ભાજપ સરકાર આવ્યા બાદ ખુબજ વિકાસ થયો છે. ૧૯૯૫માં કર્મચારીઓને સજાના ભાગરૂપે લોધીકામાં મુકવામાં આવતા હતા. પરંતુ હવે લોધીકા કર્મચારીઓ માટે પસંદગીનું સ્થળ બની ગયું છે. જીઆઈડીસી બનતા આગામી દિવસોમાં રોજગારીનું તકો ઉભી થશે.

Loading...