Abtak Media Google News

શાળાઓ ફરી શરૂ કરવાના નિર્ણય બદલ રાજ્ય સરકારને આભાર વ્યક્ત કરૂ છું: અજયભાઈ પટેલ (શાળા સંચાલક ન્યૂ એરા સ્કૂલ)

કોરોના મહામારીના કારણે શાળાઓ ૧૦ મહિના બાદ ફરીથી ખોલી છે. કોરોના એ મહાભારત કાળની યાદ અપાવી દીધી છે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્ર રક્તવર્ણા ધરતી પર લડાયું. મહાભારતમાં આમ તો અનેક યોદ્ધાઓ હતા. આમ છતાં દરેક પાત્ર જાણે ખાસ હોય કે મુખ્ય હોય તેવું વર્ણન છે. આજે પણ તે સમયના કૌશલ્યની સ્થિતિની જેમ છાત્રોએ અનુકરણ કરવું ઘટે. એકલવ્યએ અપ્રતિમ લગનથી જાતે જ શીખી ધનુર્વિદ્યા. તેમણે ગુરુભક્તિનું જે ઉદાહરણ પૂરું પાડ્યું છે તે અજોડ છે.

કોરોના મહામારીએ માતા-પિતાને શિક્ષક બનાવી દીધા હોવાના કિસ્સા બહાર આવ્યા હતા. પપ્પાએ દીકરા-દીકરીના ટયુશન લીધા તો મમ્મીએ રસોડાની સાથોસાથ ભણતરનો ભાર પણ ઊંચક્યો હતો. ઓનલાઇન શિક્ષકે લાખો બાળકોનું ભણતર રઝળતું અટકાવી દીધું આજે પણ મોટાભાગના બાળકો ઓનલાઇન શિક્ષણને અપનાવી રહ્યા છે ત્યારે હવે શાળાએ જ બોર્ડના વિદ્યાર્થીઓનું શિક્ષણ શરૂ થઇ જતા સોનામાં સુગંધ ભળે તેવી સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે.

અજયભાઈ પટેલ એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે રાજય સરકારનો ફરી શાળા શરૂ કરવાના નિર્ણયથી અમે ખૂબ ખુશીથીછી તેમજ આ નિર્ણયને આવકારી અને સલામતીની તમામ તકેદારીઓ થી શાળાને ફરી શરૂ કરી છે હાલ ૪૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ શાળાએ આવવાના શરૂ થઈ ચૂક્યા છે સંમતિ પત્ર લઇ તેમના વાલી પાસેથી ત્યારબાદ જ વિદ્યાર્થીઓને અમે શાળામાં પ્રવેશ કરાવ્યો છે સૌ પ્રથમ અમે સોશિયલ ડિસ્ટન્સ થકી શાળા અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ કરવી ત્યારબાદ હેન્ડવોશ  સેનેટાઈઝર કરાવી થર્મલ ગનથી ચેકિંગ કરી અને વર્ગખંડમાં બેસાડી છી વર્ગખંડમાં પણ વિદ્યાર્થીઓ એક બેન્ચ પર એક વિદ્યાર્થીએ રીતે બેઠક વ્યવસ્થા ગોઠવી દીધી છે નાસ્તા બોક્સ અથવા તો નાસ્તા માટે નો રિસેસનો સમય રાખ્યો નથી હાલ બે કલાક નું શિક્ષણ આપી ૧૫ મિનિટ ના અંતર સાથે સવાર અને બપોરની સ્કૂલ નું સંચાલન કરવામાં આવી રહ્યું છે તેમજ મેડીકલની તમામ સુવિધાઓથી શાળાને સજ્જ રાખી છે ધીમે ધીમે આશા કરીએ છીએ કે ૧૦૦%ટકા વિધિયાર્થીઓ રાબેતા મુજબ શાળા શરૂ થઈ જાય.

શાળા અંદર પ્રવેશ કરી પરિવાર, શિક્ષકોના માર્ગદર્શન હેઠળ એક્ઝામની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી: (વિદ્યાર્થિની ન્યૂ એરા સ્કૂલ)

21

ન્યુ એરા સ્કૂલ વિદ્યાર્થીની એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા દસ મહિનાથી અમે ઘરે ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે પરંતુ ઓફલાઈન શિક્ષણની જો વાત કરવામાં આવે તો હાલ અત્યારે અમે ફરીવાર અમારા ગુરુ, શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આવી અને બોર્ડ એક્ઝામ ની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છીએ આ દસ મહિનાના અંતરમાં અમને સમજાણું કે એજ્યુકેશન ની મહત્વતા શું છે સ્કૂલ ની અંદર તમામ સલામતીની તકેદારીઓ થી અમને પ્રવેશ કરવામાં આવી રહ્યો છે વર્ગખંડ ની અંદર પણ સોશિયલ ડિસ્ટન્ટ નું પાલન ચુસ્તપણે કરાવવામાં આવી રહ્યું છે અમે ફરીવાર શાળામાં આવીને ખુશ થયા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.