Abtak Media Google News

ડો.કૃતિબેન કંસારાએ સંપૂર્ણ પણે માટીના ગણપતિની સ્થાપના કરી

રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ભાવભેર ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. લોકોએ વાજતે ગાજતે ઘરમાં અને શેરી મહોલ્લામાં ગણેશ ભગવાનની મૂર્તિનું સ્થાપન કર્યું છે.ગણેશ ઉત્સવ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓના કારણે પર્યાવરણ જોખમાય તેવી ભીતિના કારણે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી સર્વેનો એક ઉદેશ્ય માટીના હોય ગણેશ સુત્ર સાર્થક કરવા લોકો પણ આગળ આવ્યા છે.હાલ ગણપતિ મહોત્સવનું આયોજન ઠેર ઠેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકો પોતાના ઘરમાં ગજાનંદ ગણપતિની મૂર્તિની સ્થાપના કરતા હોય છે. પરંતુ પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ દ્વારા પર્યાવરણ જોખમાય છે. ત્યારે સરકાર દ્વારા લોકોને જાગૃત કરવા માટીના હોય ગણેશ જેવી ઉકિતઓ લાવવામાં આવી છે. પરંતુ એરપોર્ટ રોડ, પટેલ વિહાર ખાતે રહેતા એક પરિવારે આ ઉકિતને સાર્થક કરી છે.આ વિશે જેમણે માટીના ગજાનંદની સ્થાપના કરી છે.તેવા કૌશલભાઈ કંસારા તથા તેમની બહેન ડો. કૃતિબેન કંસારા એ જણાવ્યું હતુ કે અમે છેલ્લા ૧૧ વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ પરંતુ આ વખતે સંપૂર્ણ પણે માટીના ગજાનંદ બનાવામાં આવ્યા છે.જે અમે પોતે જ બનાવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતુકે વિસર્જન સમયે જો ગણપતિ માટીના હોય તો સરળતાથી વિસર્જન થઈ શકે છે. તેની સાથે સાથે જયારે વિસર્જન કરવામાં આવશે ત્યારે વિવિધ છોડના બીની સાથે કરવામાં આવશે ત્યારે નવા નવા છોડની ઉત્પતિ બનશે અને પર્યાવરણ હરીયાળુ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.