કોર્પોરેશનના તમામ ૧૮ વોર્ડના નવા સીમાડા જાહેર

મહાપાલિકાની હદમાં ભળેલા ઘંટેશ્વર ગામનો વોર્ડ નં.૧માં, માધાપર અને મનહરપુરનો વોર્ડ નં.૩માં, મુંજકા વોર્ડ નં.૯માં અને મોટા મવાનો વોર્ડ નં.૧૧માં સમાવેશ કરાયો: નવા વોર્ડ સીમાંકન સામે ૧૦ દિવસ સુધી વાંધા-સુચના રજૂ કરી શકાશે

રાજકોટ મહાનગરપાલિકા ની વર્તમાન ટર્મની મુદત આગામી ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે. ત્યારે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા જોરશોરથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોર્પોરેશનના તમામ ૧૮ વોર્ડના નવા સીમાડા ચૂંટણીપંચ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે જેની સામે ૧૦ દિવસ સુધી વાંધા-સુચનો રજૂ કરી શકાશે. મહાપાલિકાની હદમાં ભળેલા માધાપર-મનહરપુર ગામનો વોર્ડ નં.૩માં, ઘંટેશ્વરનો વોર્ડ નં.૧માં, મુંજકાનો વોર્ડ નં.૯માં અને મોટા મવા ગામનો વોર્ડ નં.૧૧માં સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી ૯મી ઓકટોબર સુધીમાં મહાપાલિકા દ્વારા મતદાર યાદી પણ પ્રસિધ્ધ કરી દેવામાં આવશે. તમામ ૧ થી ૧૮ વોર્ડના વિસ્તારના હદનું વર્ણન નીચે મુજબ છે.

વોર્ડ નં.૧માં સમાવિષ્ટ વિસ્તાર

ગામ ઘંટેશ્વર (રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારનું ગામ), ન્યારા તથા પરાપીપળીયાના ત્રિભેટાથી શરૂ કરી પૂર્વ તરફ ઘંટેશ્વર-પરાપીપળીયાના સીમાડા ઉપર ચાલતાં રાજકોટ-જામનગર રોડને ક્રોસ કરી પૂર્વ તરફ આગળ ચાલતાં રાજકોટ-જામનગર રેલ્વે લાઈનને ક્રોસ કરી ગામ ઘંટેશ્વર, પરાપીપળીયા તથા માધાપરના ત્રિભેટા સુધી, ત્યાંથી દક્ષિણ તરફ માધાપર-ઘંટેશ્વરના સીમાડા ઉપર આગળ ચાલતાં રાજકોટ-જામનગર રેલ્વે લાઈનને ક્રોસ કરી દક્ષિણ તરફ આગળ ચાલતાં, રાજકોટજામનગર રોડને ક્રોસ કરી દક્ષિણ તરફ માધાપર-ઘંટેશ્વરના સીમાડા ઉપર આગળ ચાલતાં, ગામ ઘંટેશ્વર, માધાપર તથા રૈયાના ત્રિભેટા સુધી, ત્યાંથી દક્ષિણ તરફ માધાપર-રૈયાના સીમાડા ઉપર આગળ ચાલતાં રાજકોટ, માધાપર તથા રૈયાના ત્રિભેટા સુધી, ત્યાંથી પૂર્વ તરફ રાજકોટ-માધાપર સીમાડા ઉપર આગળ ચાલતાં બી.આર.ટી.એસ. રીંગ રોડ સુધી, ત્યાંથી દક્ષિણ તરફ બી.આર.ટી.એસ. રીંગ રોડ ઉપર આગળ ચાલતાં શીતલ પાર્ક બી.આર.ટી.એસ. સ્ટોપ ચોક સુધી, ત્યાંથી પૂર્વ તરફ એરપોર્ટ તરફ આગળ ચાલતાં, મોચીનગર સોસાયટીનો વોર્ડમાં સમાવેશ કરી એરપોર્ટના ઉત્તર-પશ્ચિમ ખૂણા સુધી, ત્યાંથી એરપોર્ટની દીવાલે દીવાલે આગળ ચાલતાં જીવંતિકા નગરનો વોર્ડમાં સમાવેશ કરી, ગાંધીગ્રામ મેઈન રોડ સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ ગાંધીગ્રામ મેઈન રોડ ઉપર આગળ ચાલતાં ચાલતાં સત્યનારાયણ પાર્કને વોર્ડમાં સમાવેશ કરી, બી.આર.ટી.એસ. રીંગ રોડ ઉપરનું નાણાવટી ચોક સુધી,  ત્યાંથી બી.આર.ટી.એસ. રીંગ રોડ ક્રોસ કરી, સ્ટર્લીંગ હોસ્પિટલ અને તેની બાજુની આર.એમ.સી.આવાસ યોજના તથા સતાધાર પાર્કનો વોર્ડમાં સમાવેશ કરી, શ્રીજીપાર્ક પાસે, માર્બલના કારખાના પાસે, રૈયા રોડને રોડ મળે છે ત્યાં સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ રૈયા રોડ ઉપર આગળ ચાલતાં, આલાપગ્રીન સીટી, રૈયા ગામતળનો વોર્ડમાં સમાવેશ કરી, રૈયાથી વેજાગામ રોડ ઉપર વેજાગામ તરફ આગળ ચાલતાં, પરશુરામ મંદિરનો વોર્ડમાં સમાવેશ કરી, રૈયા-વેજાગામના સીમાડા સુધી, ત્યાંથી ઉત્તર તરફ રૈયા-વેજાગામના સીમાડા ઉપર આગળ ચાલતાં ગામ વેજાગામ, વાજડીગઢ તથા રેયાના ત્રિભેટા સુધી, ત્યાંથી ઉત્તર તરફ રૈયા-વાજડીગઢના સીમાડા ઉપર આગળ ચાલતાં ગામ વાજડીગઢ, રૈયા તથા ઘંટેશ્વરના ત્રિભેટા સુધી, ત્યાંથી ઉત્તર તરફ વાજડીગઢ-ઘંટેશ્વર સીમાડા ઉપર આગળ ચાલતાં ગામ ન્યારા, ઘંટેશ્વર અને ન્યારાના ત્રિભેટા સુધી, ત્યાંથી ઉત્તર તરફ ન્યારા-ઘંટેશ્વરના સીમાડા ઉપર આગળ ચાલતાં, ગામ ઘંટેશ્વર, ન્યારા તથા પરાપીપળીયાના ત્રિભેટા સુધીનો સમાવિષ્ટ તમામ વિસ્તાર.

વોર્ડ નં.૭માં સમાવિષ્ટ વિસ્તાર

રૈયા રોડ ઉપર રેલ્વે ક્રોસીંગથી શરૂ કરી પૂર્વ તરફ કિસાનપરા ચોક સુધી, ત્યાંથી પૂર્વ તરફ રેસકોર્સ રોડ ઉપર જિલ્લા પંચાયત ચોક થઇ ફૂલછાબ ચોક સુધી, ત્યાંથી પૂર્વ તરફ સદર બજાર મેઈન રોડ ઉપર આગળ ચાલતાં પૂર્વ તરફ આગળ ચાલતાં હરિહર ચોક સુધી, ત્યાંથી પૂર્વ તરફ આગળ ચાલતાં ગોંડલ રોડ ક્રોસ કરી જ્યુબેલી ચોક સુધી, ત્યાંથી પૂર્વ તરફ આગળ ચાલતાં નાગરિક બેંક ચોક થઈ પરાબજાર મેઈન રોડ ઉપર રૈયાનાકા ટાવર નીચેથી પસાર થઈ સોની બજાર રોડ સુધી, ત્યાંથી ઉત્તર તરફ જૂનો દરબારગઢ ચોક સુધી, ત્યાંથી પૂર્વ તરફ હવેલી વાળા રોડ ઉપ્પર આગળ ચાલતાં માંડવી ચોક અને ભીચરીનાકાના રોડ સુધી, ત્યાંથી પૂર્વ તરફ આજી નદીની પશ્ચિમ હદ સુધી, ત્યાંથી દક્ષિણ તરફ આજી નદીની પશ્ચિમ હદ ઉપર આગળ ચાલતાં સમનાથપરા સ્મશાનનો વોર્ડમાં સમાવેશ કરી, રામાનાથ મહાદેવ મંદિર પાસે આજી નદીની પશ્ચિમ હદ ઉપર આગળ ચાલતાં રામનાથપરા થી દૂધસાગર માર્ગ વાળા બેઠા પૂલ સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ રામનાથપરા મેઈન રોડ સુધી, ત્યાંથી ઉત્તર તરફ રામનાથપરા પોલિસ સ્ટેશન વાળા રામનાથપરા મેઈન રોડ ઉપર આગળ ચાલતાં, રામનાથપરા મેઈન રોડ અને હાથીખાના મેઈન રોડને જોડતા મસ્જિદવાળા રોડ ઉપર થઈ હાથીખાના મેઈનરોડ સુધી, ત્યાંથી દક્ષિણ તરફ હાથીખાના મેઈન રોડ ઉપર આગળ ચાલતાં જયરાજ પ્લોટ મેઈન રોડ સુધી એટલે કે હજૂર પેલેસની દક્ષિણનો સીધો રોડ, ત્યાંથી પશ્ચિમ તરફ આગળ ચાલતાં પેલેસ રોડ સુધી, ત્યાંથી પેલેસ રોડ ઉપર દક્ષિણ તરફ ગુંદાવાડી હોસ્પિટલ તરફ આગળ ચાલતાં સરદાર વલ્લભભાઈ પટેલ રોડ (કેનાલ રોડ) સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ સરદાર વલ્લભભાઇ પટેલ રોડ ઉપર આગળ ચાલતાં પ્રહલાદ પ્લોટનો વોર્ડમાં સમાવેશ કરી ઢેબરભાઈ રોડ ઉપરના ભુતખાના ચોક સુધી, ત્યાંથી દક્ષિણ તરફ ઢેબરભાઈ રોડ ઉપર આગળ ચાલતાં મનહર પ્લોટ, વિજય પ્લોટ નો વોર્ડમાં સમાવેશ કરી સર ગોપાલદાસ રોડ (૮૦ ફૂટ રોડ)ને ક્રોસ કરી ઢેબરભાઈ રોડ ઉપર આગળ ચાલતાં સ્વામિનારાયણ ગુરૂકુળને વોર્ડમાં સામાવી ગુરૂકુળની દક્ષિણ તરફ આવેલ ગુરૂકુળ પાણીના ટાંકાથી ઉત્તર તરફના રોડ સુધી, ત્યાંથી ગુરુકુળ હોસ્પિટલ તરફ આગળ ચાલતાં ગોંડલ રોડ સુધી, ત્યાંથી દક્ષિણ તરફ ગોંડલ રોડ ઉપર આગળ ચાલતાં રેલ્વે ક્રોસીંગ સુધી, ત્યાંથી ઉત્તર તરફ રેલ્વે લાઈન ઉપર ભક્તિનગર સ્ટેશન તરફ આગળ ચાલતાં લોહાનગર, ભક્તિનગર જી.આઈ.ડી.સી.નો વોર્ડમાં સમાવેશ કરી, મુખ્ય રેલ્વે લાઈન ઉપર ઉત્તર તરફ આગળ ચાલતાં ભક્તિનગર સ્ટેશન વાળા મકાનનો વોર્ડમાં સમાવેશ કરી, લક્ષ્મીનગરનું નાળું ક્રોસ કરી, રેલ્વે ટ્રેક ઉપર ઉત્તર તરફ આગળ ચાલતાં, વિરાણી હાઇસ્કૂલ, હેમુ ગઢવી હોલ, જનકલ્યાણ સોસાયટી, એલ.આઈ.સી. ઓફીસનો વોર્ડમાં સમાવેશ કરી, કાલાવડ રોડ ક્રોસ કરી, આગળ ચાલતાં, કિસાનપરાનો વોર્ડમાં સમાવેશ કરી અને રૈયા રોડ ઉપરના રેલ્વે ક્રોસીંગ સુધીનો સમાવિષ્ટ તમામ વિસ્તાર.

વોર્ડ નં.૧૧માં સમાવિષ્ટ વિસ્તાર

ગામ વાજડી વીરડા, મુંજકા તથા મોટામવાના ત્રિભેટાથી શરૂ કરી. ત્યાંથી પૂર્વ તરફ મોટામવામુંજકાના સીમાડા ઉપર આગળ ચાલતાં રીંગરોડ-૨ ને ક્રોસ કરી, ત્યાંથી આથમયો વોકળો ક્રોસ કરી પૂર્વ તરફ આગળ ચાલ, ગામ મુંજકા, મોટામવા તથા નાનામવાના ત્રિભેટા સુધી, ત્યાંથી દક્ષિણ તરફ નાનામવા-મોટામવાના સીમાડા ઉપર આગળ ચાલતાં કાલાવડ રોડ સુધી, ત્યાંથી પૂર્વ તરફ કાલાવડ રોડ ઉપર આગળ ચાલતાં એવરેસ્ટ પાર્ક, આંબેડકરનગરનો વોર્ડમાં સમાવેશ કરી, વોકળા સુધી, ત્યાંથી વોકળાની ઉત્તર હદે વામ્બે આવાસ યોજના, કેવલમ સોસાયટીનો વોર્ડમાં સમાવેશ કરી વૃંદાવન સોસાયટીમાંથી પસાર થતો ૨૪ મીટર ના રોડ સુધી ત્યાંથી ૨૪-મીટરના રોડ ઉપર દક્ષિણ તરફ આગળ ચાલતાં, વાછરાદાદા મંદિરનો વોર્ડમાં સમાવેશ કરી મોકાજી સર્કલ સુધી, ત્યાંથી પૂર્વ તરફ નાનામવા મેઈન રોડ ઉપર આગળ ચાલતાં, રાજકોટ મહાનગરપાલિકાની શાળા નંબર-૯૫, શાસ્ત્રી નગર, અર્જુન પાર્ક નો વોર્ડમાં સમાવેશ કરી બી.આર.ટી.એસ. રીંગ રોડ ઉપરના નાનામવા સર્કલ ક્રોસ કરી, પૂર્વ તરફ નાનામવા મેઈન રોડ ઉપર આગળ ચાલતાં, નહેરૂ નગર કો-ઓપરેટીવ સોસાયટીના ઉત્તર-પૂર્વ ખૂણા સુધી, ત્યાંથી દક્ષિણ તરફ નહેરૂ નગર કો-ઓપરેટીવ સોસાયટીના પૂર્વ તરફના રોડ ઉપર આગળ ચાલતાં નહેરૂ નગર કો-ઓપરેટીવ સોસાયટીનો વોર્ડમાં સમાવેશ કરી, માયાણીનગર આવાસ યોજના સુધી, ત્યાંથી દક્ષિણ તરફ વિશ્વનગર આવાસ યોજનાના ૧૫ મીટરના રોડ ઉપર આગળ ચાલતાં પટેલ બોર્ડીંગ રોડ સુધી, ત્યાંથી પૂર્વ તરફ પટેલ બોર્ડીંગ રોડ ઉપર આગળ ચાલતાં અલ્કા સોસાયટી શેરી નંબર-૬ ના જંક્શન સુધી, ત્યાંથી દક્ષિણ તરફ અલ્કા સોસાયટી શેરી નંબર-૬ માં આગળ ચાલતાં માલવીયા નગર પોલીસ સ્ટેશન થઇ મવડી રોડ સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ મવડી મેઈન રોડ ઉપર આગળ ચાલતાં, બી.આર.ટી.એસ. રીંગ રોડ ઉપરના મવડી ચોક ક્રોસ કરી, પશ્ચિમ તરફના રોડ ઉપર આગળ ચાલતાં, મવડી ગામ નજીકના બાપા સીતારામ ચોક સુધી, ત્યાંથી મવડી ગામ બાયપાસ રોડ ઉપર રામધણ થઇને મવડી થી પાળ સુધીના રોડ ઉપર પશ્ચિમદક્ષિણ તરફ આગળ ચાલતાં મવડી-પાળ ગામના સીમાડા ઉપર ક્રોસ થતો મવડી થી પાળ સુધીના રોડ સુધી, ત્યાંથી મવડી-પાળના સીમાડા ઉપર આગળ ચાલતાં મવડી, પાળ અને જસવંતપુરના ત્રિભેટા સુધી, ત્યાંથી મવડી-જસવંતપુરના સીમાડા ઉપર આગળ ચાલતાં મવડી, જસવંતપુર અને કણકોટના ત્રિભેટા સુધી, ત્યાંથી મવડી-કણકોટના સીમાડા ઉપર આગળ ચાલતાં મવડી, કણકોટ અને મોટામવાના ત્રિભેટા સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ મોટામવા-કણકોટના સીમાડા ઉપર આગળ ચાલતાં ગામ કણકોટ, વાજડી વીરડા તથા મોટામવાના ત્રિભેટા સુધી, ત્યાંથી ઉત્તર તરફ વાજડી વીરડામોટામવાના સીમાડા ઉપર આગળ ચાલતાં કાલાવડ રોડ ક્રોસ કરી, ગામ મોટામવા, વાજડી વીરડા તથા મુંજકાના ત્રિભેટા સુધીનો સમાવિષ્ટ તમામ વિસ્તાર.

વોર્ડ નં.૨માં સમાવિષ્ટ વિસ્તાર

ગામ રાજકોટ-માધાપરના સીમાડા ઉપર કે જ્યાં બી.આર.ટી.એસ. રીંગ રોડ ક્રોસ થાય છે, ત્યાંથી શરૂ કરી પૂર્વ તરફ માધાપર-રાજકોટના સીમાડા ઉપર આગળ ચાલતાં, ગાયત્રીધામ સોસાયટીનો વોર્ડમાં સમાવેશ કરી જામનગર રોડ સુધી, ત્યાંથી જામનગર રોડ ઉપર શહેર તરફ આગળ ચાલતાં વાંકાનેર સોસાયટી, બજરંગવાડી, રેડિયોકોલોની, રેલ્વેના ઓવરબ્રીજ થઇ પોલીસ હેડ ક્વાર્ટર, રૂડા કચેરીનો વોર્ડમાં સમાવેશ કરી, રૂડા કચેરી વાળા ચોક સુધી, ત્યાંથી હોસ્પિટલ ચોક સુધી, ત્યાંથી દક્ષિણ તરફ જવાહર રોડ ઉપર આગળ ચાલતાં બી.એસ.એન.એલ. કચેરી, મુસ્લિમ કબ્રસ્તાનનો વોર્ડમાં સમાવેશ કરી, બેલી ગાર્ડન ચોક સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ સદરબજાર મેઈન રોડ ઉપર આગળ ચાલતાં ગોંડલ રોડ ક્રોસ કરી, સદર બજાર મેઈન રોડ ઉપર આગળ ચાલતાં ફૂલછાબ પ્રેસ ચોક થઇ, જિલ્લા પંચાયત ચોક સુધી, જેમાં પોલીસ કમિશ્નર કચેરી, રેસકોર્સ સંકુલનો વોર્ડમાં સમાવેશ કરી, કિશાનપરા ચોક સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ રૈયા રોડ ઉપર આગળ ચાલતાં, રેલ્વે લાઈન ક્રોસ કરી, સુભાષ નગર, સદગુરૂ તીર્થધામ કોમર્શિયલ કોપ્લેક્ષનો વોર્ડમાં સમવેશ કરી, હનુમાન મઢી ચોક સુધી, ત્યાંથી ઉત્તર તરફ એરપોર્ટ રોડ ઉપર આગળ ચાલતાં, છોટુનગર કોમ્યુનીટી હોલ સુધી, ત્યાંથી ઉત્તર તરફ રંગઉપવનના ચોક સુધી, ત્યાંથી પૂર્વ તરફ ચાલતાં રંગઉપવન સોસાયટીનો વોર્ડમાં સમાવેશ કરી એરપોર્ટની દીવાલ સુધી, ત્યાંથી એરપોર્ટની પશ્ચિમ-દક્ષિણ ખૂણા તરફ એરપોર્ટની દીવાલે દીવાલે ઉત્તર તરફ આગળ ચાલતાં એરપોર્ટ વિસ્તારનો વોર્ડમાં સમાવેશ કરી, એરપોર્ટના ઉત્તર-પશ્ચિમ ખૂણા સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ ૧૮ મીટરના રોડ ઉપર આગળ ચાલતાં બી.આર.ટી.એસ. રીંગ રોડ ઉપરના શીતલ પાર્ક બસ સ્ટોપ વાળા ચોક સુધી, ત્યાંથી ઉત્તર તરફ બી.આર.ટી.એસ. રીંગ રોડ ઉપર આગળ ચાલતાં રાજકોટ-માધાપરના સીમાડા સુધીનો સમાવિષ્ટ તમામ વિસ્તાર.

વોર્ડ નં.૮માં સમાવિષ્ટ વિસ્તાર

રૈયારોડ અને નિર્મલા કોન્વેન્ટ રોડ વાળો ચોક જે હનુમાનમઢી ચોકથી શરૂ કરી, પૂર્વ તરફ રૈયા રોડ ઉપર આગળ ચાલતાં અંબિકા પાર્ક, રાજહંસ સોસાયટી, વૈશાલીનગરનો વોર્ડમાં સમાવેશ કરી, રૈયા રોડ રેલ્વે ક્રોસીંગ સુધી, ત્યાંથી દક્ષિણ તરફ ભક્તિનગર સ્ટેશન તરફ જતી રેલ્વે લાઈન ઉપર આગળ ચાલતાં કાલાવડ રોડ, જનકલ્યાણ સોસાયટી પાસેનું રેલ્વે ક્રોસીંગ અને લક્ષ્મીનગરનું નાળું ક્રોસ કરી, દક્ષિણ તરફ મુખ્ય રેલ્વે લાઈન ઉપર આગળ ચાલતાં ભક્તિનગર સ્ટેશનને ક્રોસ કરીને ભક્તિનગર સ્ટેશન રેલ્વેની હદ સુધી, ત્યાંથી રેલ્વેની હદે પશ્ચિમ તરફ આગળ ચાલતાં મહાદેવવાડી મેઈન રોડ જે રેલ્વેની હદને અડે છે ત્યાં સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ મહાદેવવાડી મેઈન રોડ ઉપર આગળ ચાલતાં, નંદકિશોર, રામેશ્વરપાર્કની વોર્ડમાં સમાવેશ કરી, બેકબોન હોલ વાળા ચોક સુધી, ત્યાંથી માયાણીનગર તરફ આગળ ચાલતાં, માયાણીનગર આવાસ યોજનાના ચોક સુધી, ત્યાંથી ઉત્તર તરફ નાનામવા મેઈન રોડ તરફ આગળ ચાલતાં, લક્ષ્મી સોસાયટીના વોર્ડમાં સમાવેશ કરી, નાનામવા મેઈન રોડ સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ નાનામાવા મેઈન રોડ ઉપર આગળ ચાલતાં નાનામવા ચોક સુધી, ત્યાંથી બી.આર.ટી.એસ. રીંગ રોડને ક્રોસ કરી પશ્ચિમ તરફ નાનામવા મેઈન રોડ ઉપર આગળ ચાલતાં, સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ વાળા રોડ શરૂ થાય ત્યાં સુધી, ત્યાંથી ઉત્તર તરફ સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ વાળા રોડ ઉપર આગળ ચાલતાં, ગોલ્ડન પાર્ક, પ્રદ્યુમન પાર્ક નો વોર્ડમાં સમાવેશ કરી મારૂતિ નગર ચોક સુધી, ત્યાંથી ઉત્તર તરફ સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ વાળા રોડ ઉપર આગળ ચાલતાં કાલાવડ રોડ સુધી, ત્યાંથી પૂર્વ તરફ કાલાવડ રોડ ઉપર આગળ ચલતાં, સરકારી ક્વાર્ટર્સ, કોલેજવાડીનો વોર્ડમાં સમાવેશ કરી બી.આર.ટી.એસ. રીંગ રોડને ક્રોસ કરી, કે.કે.વી.હોલ નો વોર્ડમાં સમાવેશ કરી આગળ ચાલતાં સૂર્યોદય સોસાયટી, નાલંદા પાર્ક, નાલંદા સોસાયટીનો વોર્ડમાં સમાવેશ કરી કોટેચા ચોક સુધી, ત્યાંથી ઉત્તર તરફ નિર્મલા કોન્વેન્ટ સ્કુલ રોડ ઉપર આગળ ચાલતાં હનુમાન મઢી ચોક સુધીનો સમાવિષ્ટ તમામ વિસ્તાર.

વોર્ડ નં.૧૩માં સમાવિષ્ટ વિસ્તાર

માયાણી નગરમાં આવેલ માયાણી આવાસ યોજના પાસેના ચોક થી શરૂ કરી, માયાણી નગર મેઈન રોડ ઉપર પૂર્વ તરફ આગળ ચાલતાં બેકબોન ચોક સુધી, ત્યાંથી પૂર્વ તરફ મહાદેવ વાડી મેઈન રોડ ઉપર આગળ ચાલતાં લક્ષ્મીનગર મેઈન રોડને ક્રોસ કરી રેલ્વેની હદ સુધી, ત્યાંથી પૂર્વ તરફ ભક્તિ નગર રેલ્વે સ્ટેશનની હદ ઉપર આગળ ચાલતાં રેલ્વે લાઈન સુધી, ત્યાંથી દક્ષિણ તરફ રેલ્વે લાઈન ઉપર આગળ ચાલતાં મવડી રોડ થઇ ગોંડલ રોડ ક્રોસીંગ સુધી ત્યાંથી દક્ષિણ તરફ ગોંડલ જતી રેલ્વે લાઈન ઉપર આગળ ચાલતાં નેશનલ હાઈવે સુધી, ત્યાંથી નેશનલ હાઈવે ઉપર ગોંડલ તરફ આગળ ચાલતાં ગોંડલ ચોકડી સુધી, ત્યાંથી ઉત્તર તરફ બી.આર.ટી.એસ. રીંગ રોડ ઉપર આગળ ચાલતાં મવડી-વાવડીની હદ ક્રોસ કરી બી.આર.ટી.એસ. રીંગ રોડ ઉપરના પુનીત સોસાયટી બસ સ્ટોપ અને આંબેડકરનગર બસ સ્ટોપ થઇ, બી.આર.ટી.એસ. રીંગ રોડ ઉપર ગોકુલનગર મેઈન રોડ (ધાર ગેસ ગોડાઉન વાળો રોડ) શરૂ થાય છે ત્યાં સુધી, ત્યાંથી પૂર્વ તરફ ગોકુલનગર મેઈન રોડ ઉપર આગળ ચાલતાં ગોકુલ ધામ મેઈન રોડ સુધી, ત્યાંથી ઉત્તર તરફ ગોકુલ ધામ મેઈન રોડ ઉપર આગળ ચાલતાં ડાલીબાઈ ક્ધયા છાત્રાલય સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ અંકુર મેઈન રોડ ઉપર ચાલતાં નવલ નગર શેરી નંબર-૯ અને ધીરનાર સોસાયટી જ્યાં મળે છે. ત્યાં સુધી, ત્યાંથી ઉત્તર તરફ નવલ નગર શેરી નંબર-૯ ઉપર મવડી મેઈન રોડ તરફ આગળ ચાલતાં મવડી મેઈન રોડ સુધી, ત્યાંથી મવડી રોડ ઉપર માલવીયા નગર પોલીસ સ્ટેશન વાળા રોડ, થઇ અલ્કા સોસાયટી શેરી નંબર-૬ માંથી પસાર થઇ પટેલ બોડીંગ વાળા રોડ સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ પટેલ બોર્ડીંગ રોડ ઉપર આગળ ચાલતાં, વિશ્વનગર આવાસ યોજના વાળો રોડ શરૂ થાય છે ત્યાં સુધી, ત્યાંથી ઉત્તર તરફ વિશ્વનગર આવાસ યોજના વાળા રોડ ઉપર આગળ ચાલતાં ખીજડા વાળો રોડ ક્રોસ કરી માયાણી નગરમાં આવેલ માયાણી આવાસ યોજના પાસેના ચોક સુધીનો સમાવિષ્ટ તમામ વિસ્તાર.

વોર્ડ નં.૪માં સમાવિષ્ટ વિસ્તાર

આજી નદીની પશ્ચિમ હદ ઉપર, ગામ રાજકોટ, રોણકી અને બેડી ગામોના ત્રિભેટાથી શરૂ કરી પૂર્વ તરફ રાજકોટ-બેડીના સીમાડા ઉપર આગળ ચાલતાં આજી નદી તેમજ મોરબી રોડને ક્રોસ કરી પૂર્વ તરફ રાજકોટ-બેડીના સીમાડા ઉપર આગળ ચાલતાં રાજકોટ-બેડીના સીમાડા ઉપર આગળ ચાલતાં લાલપરી નદીને ક્રોસ કરી રાજકોટ, બેડી અને આણંદપર ગામના ત્રિભેટા સુધી, ત્યાંથી દક્ષિણ તરફ રાજકોટ-આણંદપરના સીમાડા ઉપર આગળ ચાલતાં રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે સુધી, ત્યાંથી રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર રાજકોટ શહેર તરફ આગળ ચાલતાં આણંદપર (નવાગામ)ના રસ્તાના જંકશન ઉપર આવેલ પોલીસચોકી સુધી, ત્યાંથી રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર શહેર તરફ આગળ ચાલતાં લાલપરી નદી પસાર કરી રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેનો ઉત્તર તરફનો સર્વિસ રોડ તરફ આગળ ચાલતાં ગ્રીનલેન્ડ ચોકડી સુધી જ્યાં મોરબી રોડ શરૂ થાય છે, ત્યાંથી પશ્ચિમ તરફ કુવાડવા રોડ ઉપર એટલે કે શહેર તરફ આગળ ચાલતાં ફોર્જ એન્ડ ફોર્જ ઔદ્યોગિક એકમ તથા રણછોડદાસ આશ્રમ, લાતી પ્લોટનો વોર્ડમાં સમાવેશ કરી ડીલક્સ ચોક સુધી, ત્યાંથી દક્ષિણ તરફે ભાવનગર રોડ ઉપર આગળ ચાલતાં બેડીપરા ના રોડ સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ આગળ ચાલતાં ફકરી પાર્કનો વોર્ડમાં સમાવેશ કરીને આજી નદીની પશ્ચિમ હદ ઉપર આગળ ચાલતાં આજી નદીનો વોર્ડમાં સમાવેશ કરી, કૈસરે હિન્દ પુતાના પશ્ચિમ છેડા સુધી, ત્યાંથી ઉત્તર તરફ આજી નદીની પશ્ચિમ હદ ઉપર આગળ ચાલતાં આજી નદીન. વોર્ડમાં સમાવેશ કરી, રાજકોટઅમદાવાદ રેલ્વેલાઈન ક્રોસ કરી, આજી નદીની પશ્ચિમ હદ ઉપર આગળ ચાલતાં રીંગ રોડ ક્રોસ કરી અને બેડીના ત્રિભેટા સુધીનો સમાવિષ્ટ તમામ વિસ્તાર

વોર્ડ નં.૯માં સમાવિષ્ટ વિસ્તાર

ગામ વેજાગામ-રૈયા ગામનો સીમાડો, જે રૈયા થી વેજાગામ જવાના રોડને ક્રોસ કરે છે, ત્યાંથી શરૂ કરી પૂર્વ તરફ રૈયા રોડ ઉપર આગળ ચાલતાં રૈયા ગામના સ્મશાનનો વોર્ડમાં સમાવેશ કરી રૈયા ગામ પાસેના ચોક સુધી, ત્યાંથી પૂર્વ તરફ રૈયા રોડ ઉપર આગળ ચાલતાં, માર્બલના કારખાના પાસેના ચોક સુધી, ત્યાંથી ઉત્તર તરફ આગળ ચાલી, શ્રીજી પાર્ક સ.નં.ર૫૬ ને વોર્ડમાં સમાવેશ કરી, પૂર્વ તરફ આગળ ચાલતાં, મીરાનગર, શાન્તિ નિકેતન, ગિરિરાજ નગર, નંદનવન પાર્કનો વોર્ડમાં સમાવેશ કરી, નાણાવટી ચોક સુધી, ત્યાં બી.આર.ટી.એસ. રીંગ રોડને ક્રોસ કરી, પૂર્વ તરફ ગાંધીગ્રામ મેઈન રોડ ઉપર આગળ ચાલતાં નેમિનાથ, વિતરાગ વાળા એપાર્ટમેન્ટનો વોર્ડમાં સમાવેશ કરી, એરપોર્ટ તરફ આગળ ચાલતાં એરપોર્ટની દીવાલ સુધી, ત્યાંથી એરપોર્ટની દીવાલે ને દીવાલે દક્ષિણ તરફ દીપક સોસાયટી તરફ આગળ ચાલતાં, નુરાની પરા, હીરામન નગર, શિવપરાનો વોર્ડમાં સમાવેશ કરી, રંગઉપવન સોસાયટી પાસેના રોડ સુધી, અહીં એરપોર્ટની દીવાલને છોડી રંગઉપવન સોસાયટી પાસેના રોડ ઉપર દક્ષિણ તરફ રંગઉપવન સોસાયટીની દક્ષિણની હદ ઉપર પશ્ચિમ તરફ આગળ ચાલતાં, એરપોર્ટ રોડ સુધી, ત્યાંથી દક્ષિણ તરફ એરપોર્ટ રોડ ઉપર આગળ ચાલતાં હનુમાન મઢી ચોક સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ રૈયા રોડ ઉપર આગળ ચાલતાં રૈયા ચોકડી સુધી, ત્યાંથી બી.આર.ટી.એસ. રીંગ સેલ ઉપર દક્ષિણ તરફ આગળ ચાલતાં ઇન્દીરા સર્કલ સુધી, જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ મળે છે ત્યાંથી પશ્ચિમ તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ ઉપર આગળ ચાલતાં, જલારામ૪, બોમ્બે હાઉસીંગ, સવગુણ સોસાયટી, ત્રિવેણીનગરનો વોર્ડમાં સમાવેશ કરી, રાજકોટ મહાનગરપાલિકા શાળા નં.૯૨ ના ચોક અને એસ.એન.કે. સ્કૂલ ચોક થઈ ને આકાશવાણી ક્વાર્ટર, અનામિકા સોસાયટી, આયુર્વેદિક હોસ્પિટલ, એફ.એસ.એલ.કચેરીનો વોર્ડમાં સમાવેશ કરી આગળ ચાલતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેઈટમાંથી પસાર થઈ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ પ્રથમ સર્કલ સુધી, ત્યાંથી રૈયા-મુંજકાના સીમાડા સુધી, ત્યાંથી દક્ષિણ તરફ રૈયા-મુંજકાના સીમાડા ઉપર આગળ ચાલતાં ગામ રૈયા, મુંજકા તથા નાનામવાના ત્રિભેટા સુધી, ત્યાંથી આથમય વોકળો ક્રોસ કરી મોટામવામુંજકાના સીમાડા ઉપર આગળ ચાલતાં રીંગ રોડ-ર ને ક્રોસ કરી, ત્યાંથી પશ્ચિમ તરફ મોટામવામુંજકાના સીમાડા ઉપર આગળ ચાલતાં, ગામ મુંજકા, મોટામવા તથા વાજડી વીરડાના ત્રિભેટા સુધી, ત્યાંથી ઉત્તર તરફ મુંજકા-વાજડી વીરડાના સીમાડા ઉપર આગળ ચાલતાં ગામ વાજડી વીરડા, હરીપરપાળ તથા મુંજકાના ત્રિભેટા સુધી. ત્યાંથી ઉત્તર તરફ હરીપરપાળ-મુંજકાના સીમાડા ઉપર આગળ ચાલતાં ગામ વેજાગામ, મુંજકા તથા હરીપરપાળના ત્રિભેટા સુધી, ત્યાંથી પૂર્વ તરફ મુંજકાવેજાગામના સીમાડા ઉપર આગળ ચાલી ગામ રૈયા, મુંજકા અને વેજાગામના ત્રિભેટા સુધી, ત્યાંથી ઉત્તર તરફ રૈયા-વેજાગામના સીમાડા ઉપર આગળ ચાલતાં રૈયાથી વૈજગામનો રોડ ક્રોસ થાય છે ત્યાં સુધીનો સમાવિષ્ટ તમામ વિસ્તાર.

વોર્ડ નં.૧૫માં સમાવિષ્ટ વિસ્તાર

આજી નદીની પશ્ચિમ હદ ઉપર દૂધસાગર માર્ગ શરૂ થાય છે તે બેઠા પુલથી શરૂ કરી પૂર્વ તરફ લાખાજીરાજ ઉદ્યોગનગર તરફ આગળ ચાલતાં ભાવનગર રોડ ક્રોસ કરી દૂધસાગર માર્ગ ઉપર પૂર્વ તરફ આગળ ચાલતાં શિવાજીનગર, ભગવતી નગર, એચ. જે. સ્ટીલનો વોર્ડમાં સમાવેશ કરી નેશનલ હાઇવે સુધી, ત્યાંથી દક્ષિણ તરફ અમદાવાદ-ગોંડલ નેશનલ હાઇવે ઉપર આગળ ચાલતાં આજી ડેમ ચોકડી સુધી, ત્યાંથી પૂર્વ-દક્ષિણ તરફ ભાવનગર રોડ ઉપર તરફ આગળ ચાલતાં રાજકોટ મહાનગરપાલિકાની હદ સુધી, ત્યાંથી દક્ષિણ તરફ રાજકોટ-થોરાળાના સીમાડા ઉપર આગળ ચાલતાં આજી ડેમ ક્રોસ કરી રાજકોટ, કોઠારીયા અને થોરાળાના ત્રિભેટા સુધી, ત્યાંથી કોઠારીયારાજકોટના સીમાડા ઉપર આગળ ચાલતાં ખોખડદડી નદીની પશ્ચિમ હદ સુધી, ત્યાંથી ઉત્તર તરફ ખોખડદડી નદીની પશ્ચિમ હદે આગળ ચાલતાં નેશનલ હાઈવે સુધી, ત્યાંથી નેશનલ હાઇવે ક્રોસ કરી ઉતર તરફ ખોખડદડી નદીની પશ્ચિમ હદ ઉપર આગળ ચાલતા આજી નદી અને ખોખડદડ નદી મળે છે ત્યાં સુધી, ત્યાંથી આજી નદીની પશ્ચિમ હદ ઉપર આગળ ચાલતાં, સર ગોપાલદાસ રોડને ક્રોસ કરી ઉત્તર તરફ આજી નદીની પશ્ચિમ હદે આગળ ચાલતાં દૂધસાગર રોડ શરૂ થાય છે તે બેઠા પુલ સુધીનો સમાવિષ્ટ તમામ વિસ્તાર.

વોર્ડ નં.૫માં સમાવિષ્ટ વિસ્તાર

કુવાડવા રોડ ઉપર આવેલ ડીલક્સ સિનેમા ચોક થી શરૂ કરી પૂર્વ તરફ કુવાડવા રોડ ઉપર આગળ ચાલતાં રણછોડવાડી, પટેલનગર વિસ્તારનો વોર્ડમાં સમાવેશ કરી મોરબી રોડ શરૂ થાય છે ત્યાં સુધી, ત્યાંથી ગ્રીનલેન્ડ હોટલનો વોર્ડમાં સમાવેશ કરી, ઉત્તર તરફના સર્વિસ રોડ ઉપર પૂર્વ તરફ આગળ ચાલતાં લાલપરી નદી ક્રોસ કરી આગળ ચાલતાં રાજકોટ-આણંદપરનો સીમાડો જ્યાં રાજકોટઅમદાવાદ હાઇવે ક્રોસ થાય છે ત્યાં સુધી, ત્યાંથી દક્ષિણ તરફ રાજકોટ-આણંદપરના સીમાડા પર આગળ ચાલતાં લાલપરી તળાવનો વોર્ડમાં સમાવેશ કરી, ગામ આણંદપર, અમરગઢ તથા રાજકોટના ત્રિભેટા સુધી, ત્યાંથી પૂર્વ તરફ રાજકોટ અને અમરગઢ(ભીચરી)ના સીમાડા ઉપર આગળ ચાલતાં રાજકોટ- અમરગઢ ભીચરીં)ના રોડ સુધી, ત્યાંથી રાજકોટ તરફ પ્રદ્યુમન પાર્ક અને ઝૂ વાળા રોડ ઉપર આગળ ચાલતાં સંતકબીર ટેકરી તથા માર્કેટીંગ યાર્ડનો વોર્ડમાં સમાવેશ કરી, નેશનલ હાઇવે ક્રોસ કરી, સંતકબીર રોડના જંકશન સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ સંતકબીર રોડ ઉપર શાક માર્કેટ વાળો રોડ શરૂ થાય છે ત્યાં સુધી, ત્યાંથી ગોવિંદ બાગ શાક માર્કેટના વોર્ડમાં સમાવેશ કરી પેડક મેઈન રોડ ઉપર પાણીના ઘોડા વાળા ચોક સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ પેડક મેઈન રોડ ઉપર આગળ ચાલતાં પટેલ વાડીનો વોર્ડમાં સમાવેશ કરી, ભાવનગર રોડ સુધી, ત્યાંથી ઉત્તર તરફ ભાવનગર રોડ ઉપર આગળ ચાલતાં ડીલક્સ સિનેમા ચોક સુધીની તમામ વિસ્તાર.

વોર્ડ નં.૧૬માં સમાવિષ્ટ વિસ્તાર

સોરઠીયાવાડી સર્કલ થી શરૂ કરી પૂર્વ તરફ સર ગોપાલદાસ રોડ ઉપર આગળ ચાલતાં આજી નદીની પશ્ચિમ હદ સુધી, ત્યાંથી દક્ષિણ તરફ આજી નદીની પશ્ચિમ હદ ઉપર આગળ ચાલતાં ૮૦ ફૂટ રોડ સ્મશાન, જંગલેશ્વર વિસ્તારનો વોર્ડમાં સમાવેશ કરી આજી નદીની પશ્ચિમ હદ ઉપર આગળ ચાલતાં ખોખડદડી નદી મળે છે ત્યાં સુધી ત્યાંથી ખોખડદડી નદીની પશ્ચિમ હદે આગળ ચાલતાં નેશનલ હાઈવે સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ નેશનલ હાઇવે ઉપર આગળ ચાલતાં કોઠારીયા ચોકડી સુધી, ત્યાંથી ઉત્તર તરફ કોઠારીયા રોડ ઉપર આગળ ચાલતાં હુડકો પોલીસ ચોકી, કેદારનાથ સોસાયટી, જૂનું નીલકંઠ સિનેમાના વોર્ડમાં સમાવેશ કરી, સોરઠીયાવાડી સર્કલ સુધીનો સમાવિષ્ટ તમામ વિસ્તાર.

વોર્ડ નં.૬માં સમાવિષ્ટ વિસ્તાર

બેડીનાકા ટાવર પાસેથી કપીલા હનુમાન તરફનો આજી નદીના કાંઠે આવેલ રોડ પાસે આજી નદીની પશ્ચિમ હદથી શરૂ કરી આજી નદી ક્રોસ કરી પૂર્વ તરફ ફકરી પાર્ક બેડીપરા વાળા રોડ ઉપર ભાવનગર રોડ તરફ આગળ ચાલતાં ભાવનગર રોડ સુધી, ત્યાંથી દક્ષિણ તરફ ભાવનગર રોડ ઉપર પટેલવાડી વાળા ચોક સુધી, ત્યાંથી પૂર્વ તરફ પેડક મેઈન રોડ આગળ ચાલતાં પાણીના ઘોડાવાળા ચોક સુધી, ત્યાંથી દક્ષિણ તરફ ગોવિંદબાગ શાકમાર્કેટ વાળા રોડ ઉપર થઈને સંતકબીર રોડ સુધી, ત્યાંથી પૂર્વ તરફ સંતકબીર રોડ ઉપર આગળ ચાલતાં સદગુરૂ રણછોડનગર, ગોકુલપાર્ક, ગઢીયાનગર વોર્ડમાં સમાવેશ કરી અમદાવાદ-ગોંડલ નેશનલ હાઈવે સુધી, ત્યાંથી નેશનલ હાઇવે ક્રોસ કરી રાજકોટ માર્કેટીગ યાર્ડની દક્ષિણના રોડ ઉપર સંતકબીર ટેકરી વાળા ચોક સુધી, ત્યાંથી અમરગઢ જવાના રસ્તા ઉપર આગળ ચાલતાં ઝૂ અને પ્રદ્યુમન પાર્ક ને વોર્ડમાં સમાવી અમરગઢ અને રાજકોટના સીમાડા સુધી, ત્યાંથી દક્ષિણ તરફ રાજકોટ-અમરગઢ ગામના સીમાડા ઉપર આગળ ચાલતાં રાજકોટ, અમરગઢ અને મહિકા ત્રિભેટા સુધી, ત્યાંથી દક્ષિણ તરફ રાજકોટ-મહિકાના સીમાડા ઉપર આગળ ચાલતાં રાજકોટ, મહિકા અને થોરાળાના ત્રિભેટા સુધી, ત્યાંથી મહિકાના માર્ગને ક્રોસ કરી રાજકોટથોરાળાની હદ ઉપર આગળ ચાલતાં રાજકોટ-ભાવનગર રોડ જયાં રાજકોટની હદને ક્રોસ કરે છે ત્યાં સુધી, ત્યાંથી ઉત્તર તરફ ભાવનગર રોડ ઉપર આગળ ચાલતાં બી.કે. ફાર્મસી કોલેજનો વોર્ડમાં સમાવેશ કરી અમદાવાદ-ગોંડલ નેશનલ હાઇવે ઉપર આજીડેમ ચોકડી સુધી, ત્યાંથી ઉત્તર તરફ નેશનલ હાઇવે ઉપર આગળ ચાલતાં દૂધની ડેરી વાળો દૂધસાગર માર્ગ નેશનલ હાઇવેને ટચ થાય છે ત્યાં સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ દૂધસાગર માર્ગ ઉપર આગળ ચાલતાં રાજકોટ ગોપાલડેરી, પી.જી.વી.સી.એલ., જેટકો કચેરીઓનો વોર્ડમાં સમાવેશ કરી, ભાવનગર રોડ ક્રોસ કરી, દૂધસાગર માર્ગ ઉપર આજી નદી તરફ લાખાજીરાજ નગરના રોડ ઉપર આગળ ચાલતાં આજી નદીને ક્રોસ કરી, આજી નદીની પશ્ચિમ હદ સુધી, ત્યાંથી ઉત્તર તરફ આજી નદીની પદ્યમ હદ ઉપર આગળ ચાલતાં રામનાથપરાનું રામનાથ મહાદેવના મંદિરને વોર્ડમાં સમાવી ઈન્દિરા બ્રીજના પશ્ચિમ છેડા સુધી, ત્યાંથી ઉત્તર તરફ આજી નદીની હદ ઉપર આગળ ચાલતાં ભીચરીનાકા સુધી, ત્યાંથી ઉત્તર તરફ આજી નદીની હદ ઉપર આગળ ચાલતાં કપીલા હનુમાન પાસેથી શરૂ કરી ને નદીના કાંઠા સુધીનો સમાવિષ્ટ તમામ વિસ્તાર,

વોર્ડ નં.૧૭માં સમાવિષ્ટ વિસ્તાર

ઢેબરભાઈ રોડ ઉપર ઢેબરભાઈ રોડ અને ગોપાલનગર શેરી નંબર-૧ નું “ટી જંક્શન છે ત્યાંથી શરૂ કરી પૂર્વ તરફ ગોપાલનગર શેરી નંબર-૧ ઉપર આગળ ચાલતાં ગાયત્રીનગર મેઈન રોડ સુધી, ત્યાંથી ગાયત્રીનગર મેઈન રોડ ક્રોસ કરી, પૂર્વ તરફ કેસર મંડપ વાળા રોડ ઉપર આગળ જૂના પારડી માર્ગ સુધી, ત્યાંથી ઉત્તર તરફ પારડી રોડ ઉપર આગળ ચાલતાં આનંદનગર મેઈન રોડ સુધી, ત્યાંથી પૂર્વ તરફ આનંદનગર મેઈન રોડ આગળ ચાલતાં કંઠારીયા મેઈન રોડ સુધી, ત્યાંથી દક્ષિણ તરફ કોઠારીયા રોડ ઉપર આગળ ચાલતાં ઘનશ્યામનગર, સિંદુરીયા ખાણ, નંદા હોલ, ન્યુ સુભાષનગર, હુડકો ટાઇપ એનો વોર્ડમાં સમાવેશ કરી કોઠારીયા રોડ ચોકડી સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ નેશનલ હાઈવે ઉપર આગળ ચાલતાં ખોડીયાર ટેકરી વાળા ટી.પી.રોડ સુધી, ત્યાંથી ઉત્તર તરફ ખોડીયાર ટેકરી વાળા ટી.પી.રોડ ઉપર આગળ ચાલતાં કિરણ સોસાયટી પાસેના રોડ ઉપર થઈ હરીભાઈ ધવા માર્ગ સુધી, ત્યાંથી ઉત્તર તરફ હરિભાઈ ધવા માર્ગ ઉપર આગળ ચાલતાં નહેરુનગર ’૮૦ ફૂટ રોડ શરૂ થાય છે ત્યાં સુધી એટલે કે રાજલક્ષ્મી ચોક સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ નહેરુનગર ૮૦ ફૂટ રોડ ઉપર આગળ ચાલતાં શ્યામ હોલ, બાબરીયા કોલોનીનો વોર્ડમાં સમાવેશ કરી, જૂનો પારડી માર્ગ ક્રોસ કરી આગળ ચાલતાં ઢેબરભાઈ રોડને ક્રોસ કરી, ત્યાંથી રેલ્વે લાઈન સુધી, ત્યાંથી ઉત્તર તરફે રેલ્વે લાઈન ઉપર આગળ ચાલતાં નારાયણનગર નજીકના રેલ્વે ક્રોસીંગ સુધી, ત્યાંથી ઢેબરભાઈ ઉપર આવી, ઉત્તર તરફ ઢેબરભાઈ રોડ ઉપર આગળ ચાલતાં ઢેબરકોલોની નો વોર્ડમાં સમાવેશ કરી ઢેબરભાઈ રોડ ઉપર ઢેબરભાઈ રોડ અને ગોપાલનગર શેરી નંબર-૧ નું “ટી જંકશન છે ત્યાંથી સુધીનો સમાવિષ્ટ તમામ વિસ્તાર.

વોર્ડ નં.૧૮માં સમાવિષ્ટ વિસ્તાર

ઢેબરભાઈ રોડ ઉપર નહેરૂ નગર ૮૦ ફુટ રોડ જ્યાંથી શરૂ થાય છે તેની સામે રેલ્વે લાઈનથી શરૂ કરી નહેરૂ નગર ૮૦ ફુટ રોડ ઉપર પૂર્વ તરફ આગળ ચાલતાં પારડી રોડ ક્રોસ કરી હરિભાઈ ધવા માર્ગ સુધી, ત્યાંથી દક્ષિણ તરફ હરિભાઈ ધવા માર્ગના છેડા સુધી, ત્યાંથી કિરણ સોસાયટી થઇ ખોડીયાર ટેકરીવાળા ટીપી રોડ સુધી, ત્યાંથી ખોડીયાર ટેકરીવાળા ટીપી રોડ ઉપર આગળ ચાલતાં નેશનલ હાઇવે સુધી, ત્યાંથી પૂર્વ તરફ નેશનલ હાઇવે ઉપર આગળ ચાલતાં કોઠારીયા ચોકડી ક્રોસ કરી ખોખડદડી નદીના પુલના પશ્ચિમ છેડા સુધી, ત્યાંથી ખોખડદડી નદીના પશ્ચિમ હદ ઉપર આગળ ચાલતાં રાજકોટ-કોઠારીયાના સીમાડા સુધી, ત્યાંથી રાજકોટ-કોઠારીયા સીમાડા ઉપર પૂર્વ તરફ આગળ ચાલતાં રાજકોટ, કોઠારીયા અને થોરાળાના ત્રિભેટા સુધી, ત્યાંથી દક્ષિણ તરફ કોઠારીયા-થોરાળાના સીમાડા ઉપર આગળ ચાલતાં લાપાસરી, થોરાળા અને કોઠારીયાના ત્રિભેટા સુધી, ત્યાંથી કોઠારીયાલાપાસરીના સીમાડા ઉપર દક્ષિણ તરફ આગળ ચાલતાં લાપાસરી, ખોખડદડ અને કોઠારીયાના ત્રિભેટા સુધી, ત્યાંથી પશ્ચિલ તરફ ખોખડદડ-કોઠારીયાના સીમાડા ઉપર આગળ ચાલતાં કાંગસીયાળી, કોઠારીયા અને ખોખડદડના ત્રિભેટા સુધી, ત્યાંથી કાંગસીયાળી-કોઠારીયાના સીમાડા ઉપર આગળ ચાલતાં રાજકોટ-ગોંડલ રેલ્વે લાઈનને ક્રોસ કરી કાંગસીયાળી-કોઠારીયાના સીમાડા ઉપર આગળ ચલતાં રાજકોટ-ગોંડલ હાઇવે સુધી, ત્યાંથી ઉત્તર તરફ એટલે કે રાજકોટ શહેર તરફ નેશનલ હાઈવે ઉપર આગળ ચાલતાં કોઠારીયા રેલ્વે સ્ટેશન, કોઠારીયા સોલ્વન્ટ, કોઠારીયા ગામતળ, રોલેક્ષ ઔદ્યોગિક એકમનો વોર્ડમાં સમાવેશ કરી ગોંડલ ચોકડી સુધી, ત્યાંથી ઉત્તર તરફ નેશનલ હાઇવે ઉપર આગળ ચાલતાં રેલ્વે લાઈન સુધી, ત્યાંથી ઉત્તર તરફ રેલ્વે લાઈન ઉપર આગળ ચાલતાં ઘનશ્યામ નગર ઇન્ડસ્ટ્રીઝ એરિયા, લાલ બહાદુર શાસ્ત્રી નગર, આરતી, અમરનાથ પાર્ક, અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરિયાને વોર્ડમાં સમાવેશ કરી આગળ ચાલતાં, ઢેબરભાઈ રોડ ઉપર નહેરૂ નગર ૮૦ ફુટ રોડ જ્યાંથી શરૂ થાય છે તેની સામે રેલવે લાઈન સુધીનો સમાવિષ્ટ તમામ વિસ્તારમાં

Loading...