Abtak Media Google News

ન્યુ હરિઓમ કોવિડ-૧૯ હોસ્પિટલનું લોકાર્પણ કરતા ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય-માલતીબેન મહેશ્વરી

ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય અને ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ રાજયના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, કચ્છ કોવીડ-૧૯ના પ્રભારી રાજકુમાર બેનિવાલની ઉપસ્થિતિમાં કર્યુ કોવિડ-૧૯ હોસિપટલનુ લોકાર્પણ કર્યુ હતું.

કલેકટર પ્રવિણા તેમજ ન્યુ હરિઓમ હોસ્પિટલના ટ્રસ્ટી ડો.ખાનચંદાણી અને  ગાંધીધામ-અંજારના પદાધિકારીઓ, અધિકારીઓ અને તબીબો આ પ્રસંગે જોડાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ગાંધીધામ શહેર માટે ૧૦૪ રિસ્પોન્સ ટીમ વાનનું લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા અને સાવધાનીના પગલાંરૂપે કચ્છના ગાંધીધામ ખાતે અન્ય ત્રણ નવી હોસ્પિટલ ન્યુ હરીઓમ ૩૪ બેડની, સેટ જોસેફ હોસ્પિટલ ૪૦ બેડની અને ડીપીટી ગોપાલપુરી હોસ્પિટલ ૫૨ બેડવાળી આમ ત્રણ નવી ડેઝીગનેટેડ કોવીડ હોસ્પિટલ કાર્યરત થશે એમ કમિશનરએ જણાવ્યું હતું.

આ તકે આરોગ્ય કમિશનર જયપ્રકાશ કચ્છ કોવીડ પ્રભારી રાજકુમાર બેનિવાલએ  આઇએમએ ના સેવા માટે રોકાયેલા તબીબો સાથે ઉપલબ્ધ સુવિધાઓ, પ્રશ્નો અને સમસ્યાઓ બાબતે વિગતે છણાવટથી ચર્ચા કરી હતી. તબીબો અને પ્રજાની કોવીડ-૧૯ માટેની સુવિધા તેમજ સાવચેતી બાબતે ચર્ચા તેમણે જણાવ્યું હતું કે સરકાર સૌની સાથે છે કોરોનાને હરાવવા યોધ્ધા બની તબીબી સ્ટાફ અન્ય સહયોગી ટીમે તમામ તૈયારી કરી યુધ્ધના ધોરણે કોરાનાને હરાવવાનો છે.

રાજકુમાર બેનિવાલે પણ જિલ્લાની સુવિધા અને સમસ્યાઓ બાબતે સ્વનિર્ણય વગેરેની  વાત કરી હતી. ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય આ તકે ઉપસ્થિતોને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનનિમિતે તા.૧૪ થી ૨૧ દરમ્યાન સેવા સપ્તાહ ઉજવાશે.જિલ્લામાં દરેક કોવીડ હોસ્પિટલોમાં નોડલ ઓફિસર અને હેલ્પ ડેસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. દાખલ થનારા દર્દીઓની સગાવ્હાલાઓનું કાઉસીલીંગ દર્દીઓના ફીડબેક અને વ્યવસ્થાની સમીક્ષા સુનિશ્ચિત થઇ શકશે એમ આ તકે કલેકટર પ્રવિણા ડી.કે. જણાવ્યું હતું.તમામ કોવીડ હોસ્પિટલોની વિગતો એક જ જગ્યાએથી ઉપલબ્ધ થાય તેમજ કેન્દ્રિય સુપરવિઝન થઇ શકે તે માટે એસ.ડી.એમ. ઓફિસ અંજાર ખાતે ક્ધટ્રોલરૂમ સેટઅપ ગોઠવવામાં આવશે એમ પ્રાંત અધિકારી ડો.વી.કે.જોશી દ્વારા જણાવ્યું હતું.ગાંધીધામમાં આજથી પ્રારંભ ૧૦૪ રિસ્પોન્સટીમની ચાર વાન ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અર્પણ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.