Abtak Media Google News

પદાધિકારીઓ અને અધિકારીઓના મોબાઈલ ફોન સતત નેટવર્કની બહાર હોવાની કેસેટો વાગ્યા કરે છે: નગરસેવકો પણ મુંઝવણમાં

બીએસએનએલ મોબાઈલ સેવાના ધાંધીયા ફરી શરૂ થઈ ગયા છે.

આજે સવારથી મહાનગરપાલિકાની કચેરીમાં પદાધિકારીઓના અંગત સચિવ, અધિકારીઓ, કર્મચારીઓના મોબાઈલ લાગતા ન હોવાની અને તમે જે વ્યકિતનો સંપર્ક કરવા માંગો છો તે નેટવર્ક એરિયાની બહાર છે અથવા આપના દ્વારા ડાયલ કરવામાં આવેલો મોબાઈલ સેવામાં નથી તેવી જ કેસેટો સતત વાગ્યા કરે છે. અધિકારી કે કર્મચારીઓના મોબાઈલ લાગતા ન હોવાની ફરિયાદો નગરસેવકોમાંથી સતત ઉઠી રહી છે.

આજે સવારથી મહાપાલિકામાં બીએસએનએલની મોબાઈલ સેવામાં ધાંધીયા સર્જાયા છે.

કોઈપણ અધિકારી કે કર્મચારીને દશેક વાર પ્રયાસ કર્યા બાદ માંડ ફોન લાગે છે. સામે બેઠેલા વ્યકિતનો મોબાઈલ પણ આઉટ ઓફ સર્વિસ હોય તેવું બતાવવામાં આવે છે.

જે વ્યકિતને ફોન કરવામાં આવ્યો છે તે નેટવર્ક ક્ષેત્રની બહાર છે અથવા આ નંબર સેવામાં નથી. સતત એવી જ કેસેટો વાગ્યા કરે છે જેના કારણે પદાધિકારીઓના અંગત સચિવો કોઈ કામ માટે મ્યુનિસિપલ કમિશનર, ડીએમસી કે અન્ય કોઈ અધિકારીઓને ફોન કરે તો મોબાઈલ ફોન લાગતા ન હોવાની ફરિયાદો સતત ઉઠી રહી છે. નગરસેવકોમાંથી પણ ફરિયાદો ઉઠી રહી છે કે અધિકારીઓ કે કર્મચારીઓના મોબાઈલ લાગતા નથી.

હાલ કોરોનાએ મહાપાલિકા કચેરીમાં પણ ભરડો લીધો છે. તેથી નગરસેવકો કે અન્ય સામાન્ય અરજદારો રૂબરૂ કચેરીએ ધકકો ખાવાના બદલે જે કામો ફોનથી થાય છે તે મોબાઈલ કરીને જ નિપટાવી લેતા હોય છે પણ બે દિવસની રજા બાદ ઉઘડતા સપ્તાહે જ કોર્પોરેશનમાં બીએસએનએલ મોબાઈલ સેવાના નેટવર્કના ધાંધીયા સર્જાતા ભારે દેકારો બોલી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.