નેટફ્લિક્સની જોરદાર ઑફર: એકાઉન્ટ બનાવ્યા વગર મફતમાં માણો ફિલ્મો અને સિરીઝ

નેટફ્લિક્સ હવે તેના કેટલાક ટીવી શો અને મૂવીઝને મફત જોવા આપી રહ્યું છે. જે જોવા માટે તમારે નેટફ્લિક્સ પર કોઈ એકાઉન્ટ બનાવવાની જરૂર નથી અથવા સબ્સ્ક્રાઇબ કરવાની જરૂર નથી.

નેટફ્લિક્સની આ ઑફર હેઠળ તમે નેટફ્લિક્સની મુખ્ય શ્રેણી સ્ટ્રેન્જર ગેમ્સ સહિતની લોકપ્રિય શ્રેણી બર્ડ બોક્સ જોઈ શકો છો. આ સિવાય જ્યારે વ્હેન ધે સી અસ, લવ ઇઝ બ્લાઇન્ડ અને બોસ બેબી જેવુ કન્ટેન્ટ પણ મળી જશે.

નોંધનીય છે કે, નેટફ્લિક્સ પર આવી ઓફર આ પહેલાં ક્યારેય નહોતી. જો કે, અગાઉ કંપની એક મહિનાની ટ્રાયલ ઓફર આપતી હતી. જેમાં એકાઉન્ટ બનાવીને, ક્રેડિટ કાર્ડની વિગતો ભરવી પડતી હતી. હવે નેટફ્લિક્સ ઉપર કેટલીક ફિલ્મ અને સિરીઝ વિનામૂલ્યે તેમજ એકાઉન્ટ બનાવ્યા વગર માણી શકાશે.

Loading...