Abtak Media Google News

NEET પરીક્ષાના પરિણામ જાહેર થઇ ચૂક્યાં છે. પરીક્ષાર્થીઓ પોતાના રિઝલ્ટ cbseneet.nic.in પર ચેક કરી શકે છે. NEET Exam એમબીબીએસ/બીડીએસમાં એડમિશન માટે સીબીએસઇ પરીક્ષાઓ કરાવે છે. નીટનું રિઝલ્ટ 5 જૂન, 2018ના રોજ આવવાનું હતું પરંતુ 1 દિવસ પહેલા જ રિઝલ્ટ જાહેર થઇ ગયું છે. મેડિકલ માટે નીટ 2018ની એન્ટ્રન્સ એક્ઝામ 6મેના રોજ લેવામાં આવી હતી. દેશભરમાં તેના 2255 સેન્ટર હતા.

13 લાખથી વધુ ઉમેદવારોએ આપી પરીક્ષા


આ વર્ષે NEETની પરીક્ષામાં 13,26,725 વિદ્યાર્થીઓએ હિસ્સો લીધો, જેમાં 7,46,076 ફીમેલ અને 5,80,648 મેલ કેન્ડિડેટ્સ હતા. આ ઉપરાંત એક ટ્રાન્સજેન્ડર ઉમેદવારે પણ NEETની પરીક્ષા આપી હતી આ પરીક્ષા માટે દેશભરના 136 શહેરોમાં 2225 એક્ઝામ સેન્ટર્સ બનાવવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.