Abtak Media Google News

નખને સુંદર બનાવવા દરેક સ્ત્રીઓ માવજત લેતી હોય છે.વળી નેઈલ પેંટમાં આર્ટ અને કલરોની અવનવી ફેશન પણ આવી છે .નેઇલ કલર નખને સુંદર બનાવવામાં મદદ કરે છે.પણ એજ નઈલ પેંટ થોડા દિવસ પછી થોડી થોડી નીકળી જતાં ભડ્ડી દેખાય છે. ત્યારે જો વોડ્રરોબમાં નેઇલ રીમુવલ ન મળે તો મુશ્કેલી સર્જાય છે .પણ નેઇલ રીમુવલ ખત્મ થઈ જાય તો ચિંતા ના કરશો ઘરેલુ નુસખાથી પણ રીમુવલ તૈયાર કરી શકો છો . જો તમારી પાસે રબિંગ આલ્કોહોલ હોય તો તેને તમે નેઇલ રીમુવલની માફિક તેને  ઉપયોગમાં લઈ શકો છો જો તમારા નખમાં કોઈ ઇન્ફેકશન હોય તો રબિંગ આલ્કોહોલમાં એન્ટી બેકટીરિઅલ પ્રોપર્ટીઝ હોય છે . નખને 5 મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળી રાખો ત્યારબાદ સ્પિરિટમાં પલાળેલા કોટનના રુથી નેઇલ પેંટ રીમુવલ તરીકે તેનો ઉપયોગ કરી શકો છો .Best Nail Polish Remover

જો તમારું રીમુવલ ખત્મ થઈ ગયું હોય તો ડીઓડ્રેન્ટ લગાવી જડપથી નેઇલ પેન્ટ પોછવાથી કલર જતો રહે છે , અવિજ રીતે તમે જૂના હેર સ્પ્રેની મદદથી નેઈલ પૉલિશ હટાવી શકો છો  .ઘણી વખત આપણે નેઇલ કલર લઈ લેતા હોય બાદમાં તે રંગનો ઉપયોગ કરતાં નથી.તો આવી જુની અને નોન ફેવરેટ પૉલિશને નેઇલ કલર રીમુવલ તરીકે વાપરી શકો છો , પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે કોટ પાતળો લગાવવો. તમે હૅન્ડ સેનિટાઇઝરને હાથ સાફ કરવા ઉપરાંત રીમુવલ તરીકે પણ કરી શકો છો.તો વિનેગર અને લીંબુ મિક્સ કરી લગાવવાથી પણ નખ સાફ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.