દાદરાનગર હવેલીમાં કોંગ્રેસ દ્વારા ઉજવાઈ નહેરૂ જયંતિ

57

કોંગ્રેસ પાર્ટીના તમામ પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત.

દાદરાનગર હવેલી કોંગ્રેસ પાર્ટી દ્વારા દેશના પ્રથમ પ્રધાનમંત્રી સ્વ.જવાહર જયંતિની જન્મજયંતિ ઉજવાઈ હતી. પ્રદેશના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ પ્રમુખ મોહનભાઈ ડેલકરની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યાલયમાં યોજાયેલા કાર્યક્રમમાં મોહનભાઈ ડેલકર સહિત ઉપસ્થિત તમામ કોંગ્રેસ પક્ષના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા નહેરૂજીની તસવીર સામે દિપ પ્રાગટય અને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

મોહનભાઈ ડેલકરે પંડિત જવાહરલાલ નહેરૂ વિશે જણાવ્યું હતું કે, ભારતમાં આધુનિક ઉધોગોની આધારશીલા રાખવાનું કામ તેના કાર્યકાળમાં કરાયું હતું. જેના પરીણામે ઉધોગોનો વિકાસ થયો છે. આજ દેશને નવી દિશા મળી છે જે માટે નહેરૂજીનું યોગદાન ભુલાઈ શકે તેમ નથી. આ તકે કોંગ્રેસ પક્ષના ઉપાધ્યક્ષ ડો.ટી.પી.ચૌહાણ, કાકડ નિકુણીયા, જિલ્લા પંચાયત પ્રમુખ રમણ કાકવા, કોંગ્રેસ પાર્ટીના ખજાનચી સુરેશ કોટીયાન, ઈન્દ્રજીત પરમાર, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના કોંગ્રેસ પાર્ટીના પ્રતિનિધિઓ સહિત યુવા કોંગ્રેસ, સેવા દળના કાર્યકરો વગેરે હાજર રહ્યા હતા.

Loading...