Abtak Media Google News

હાલ આ સુવિધા સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી મળી રહી છે


નેશનલ ઈલેકટ્રોનિક ફન્ડ્સ ટ્રાન્સફર(NEFT) દ્વારા 24 કલાક ફન્ડ ટ્રાન્સફરની સુવિધા ડિસેમ્બરથી શરૂ થશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આરબીઆઈએ બુધવારે આ નિર્ણય લીધો.

હાલ બીજા અને ચોથા શનિવારને છોડીને બાકીના દિવસે સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી એનઈએફટી દ્વારા ઓનલાઈન ફન્ડ ટ્રાન્ફર કરી શકાય છે. તેના દ્વારા એક દિવસમાં 2 લાખ રૂપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.