Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન ભવન ખાતેથી યુવા ભારત નવા ભારત વિષય પર વિદ્યાર્થીઓને સંબોધન કર્યું. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદે અમેરિકામાં આપેલા ભાષણને આજે 125 વર્ષ પૂર્ણ થયા છે. પહેલા લોકોને આજની તારીખની ખબર નહતી. સ્વામી વિવેકાનંદે તે સમયે લોકોને માર્ગ બતાવ્યો હતો. સ્વામી વિવેકાનંદે સર્વ ધર્મ સમભાવનો સંદેશ આપ્યો હતો. અમેરિકાના શિકાગોમાં સ્વામી વિવેકાનંદે ભાષણ આપ્યું હતું. સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી તમામ લોકો સત્યની ખોજમાં જ હતા.પોતાના અલ્પ જીવનમાં તેમણે પોતાની છાપ છોડી હતી. તેઓ ગુરૂ શોધના નહોતા નિકળ્યા, સત્યની શોધમાં હતા. સ્વામી વિવેકાનંદે સમાજની ખામીઓ વિરુધ્ધ હંમેશા અવાજ ઉઠાવ્યો. સ્વામી વિવેકાનંદજીએ કહેલી વાત આજે પણ ઉર્જા આપે છે. વિશ્વને ખબર જ નહતી કે લેડીઝ એન્ડ જેન્ટલમેનના સિવાય કઇ શકે છે. પોતાના અલ્પ જીવનમાં તેમણે પોતાની છાપ છોડી હતી.

પીએમ મોદીની સ્પીચની મુખ્ય વાતો:

  • આપણે આપણી અંદરની બદીઓ સામે લડવાનું છે. આપણો દેશ કેમ આધુનિક ન બને?
  • ક્રિએટિવીટી વગર જીવન નથી. આપણે રોબર્ટ ન બની શકીએ. અંદરનો મનુષ્ય દરેક પળે ઉજાગર થવો જોઈએ, એવું કરે કે દેશની જરૂરિયાતોની પૂર્તિ કરે. વિવેકાનંદજી હંમેશા કૂવામાના દેડકાની વાત કરતા હતાં. આપણે કૂવામાના દેડકા ન બની શકીએ. એ આપણી સોચ ન હોઈ શકે.
  • દેશમાં દરેક રાજ્ય, ભાષા પ્રત્યે ગૌરવનો ભાવ પેદા કરીએ, આ લોકો આપણા છે…. યુનિવર્સિટીમાં એવો માહોલ બનાવીએ, એવા દિવસો ઉજવીએ.
  • કોલેજમાં અલગ અલગ ડેની ઉજવણી થાય છે, રોઝ ડે, વગેરે, કેટલાક લોકોના વિચારો તેના વિરોધમાં હોય છે પરંતુ હું તેના વિરોધમાં નથી. આપણે રોબર્ટ તૈયાર કરવાના નથી, ક્રિએટિવીટી જોઈએ, અંદરના મનુષ્યને બહાર કાઢવા માટે યુનિવર્સિટીથી ઉત્તમ કોઈ જગ્યા નથી. પરંતુ શું એવું ન થાય કે હરિયાણાની કોઈ કોલેજ હોય અને નક્કી કરે કે આજે તમિલ ડે મનાવીએ, પંજાબની કોલેજ નક્કી કરે કે આજે  મલિયાલમ ડે ઉજવીએ, હાથેથી ભાત ખાઈએ…. આ પ્રકારના ડેની ઉજવણી પ્રોડક્ટિવ હશે કે નહીં.
  • યુનિવર્સિટીઓમાં ચૂંટણી વખતે કોઈ એવું કહેતું નથી કે કેમ્પસને સાફ રાખીશું. ચૂંટણીના બીજે દિવસે કચરો જોવા મળે છે.
  • વિવેકાનંદે જે રામકૃષ્ણ મિશન શરૂ કર્યું હતું તેને 2022માં 125 વર્ષ થશે, ભારતની આઝાદીને 75 વર્ષ થશે. શું આપણે કોઈ સંકલ્પ લઈ શકીએ ખરા?
  • વિવેકાનંદની વિદેશ નીતિ શું હતી? ‘વન એશિયા’નો કોન્સેપ્ટ આપ્યો હતો. વિશ્વ જ્યારે સંકટોથી પરેશાન હશે ત્યારે તેને બહાર કાઢવાની તાકાત વન એશિયામાં હશે. આજે દુનિયા કહે છે કે 21મી સદી એશિયાની સદી. 125 વર્ષ પહેલા જે મહાપુરુષે વન એશિયાની કલ્પના કરી હતી, વિશ્વમાં વન એશિયા શું ભૂમિકા ભજવી શકશે તે દર્શન વિવેકાનંદજી પાસે હતું. આધુનિક સમયમાં વિવેકાનંદજીને ધ્યાનમાં લેવા જોઈએ. એકબાજુ એગ્રીકલ્ચરની વાત કરતા હતા, બીજી બાજુ ઈનોવેશન અને ત્રીજી બાજુ આંતરપ્રિન્યોરની વાત કરતા હતાં. દેશના દુશ્મનો સામે લડવાની પણ વાત કરતા હતાં.
  • ક્યારેક તો નિષ્ફળતા જ સફળતાનો રસ્તો બનાવે છે. પાણીમાં છલાંગ લગાવનાર ડુબવાની સાથે તરવાનું પણ શીખે છે જ્યારે કિનારે ઊભા રહેનારા લહેરો ગણતા રહે છે.
  • કેટલાકમાં ફેલ જવાની ભીતિ હોય છે. દુનિયામાં કોઈ માણસ એવો છે જેણે નિષ્ફળતા મેળવ્યા વગર સફળતા મેળવી હોય.
  • દેશની યુવાપેઢીમાં એ સાહસ જોઈએ, જઝ્બા જોઈએ જેમાં ઈનોવેશનનો ઈરાદો હોય.
  • નિત્ય નૂતન હોય ત્યારે જ સમાજ પ્રગતિ કરે- મોદી
  • દેશનો જવાન જોબ સીકર નહીં જોબ ક્રિયેટર હોવો જોઈએ, માંગનારો નહીં આપનારો હોવો જોઈએ- મોદી
  • સ્વામી વિવેકાનંદે નોલેજ અને જ્ઞાનને અલગ કર્યાં.
  • જે મહાપુરુષે મહાત્મા ગાંધીને જીવીને બતાવ્યું તેવા આચાર્ય વિનોબા ભાવેની પણ જન્મજયંતી છે.
  • મેક ઈન ઈન્ડિયાનો કેટલાક લોકો વિરોધ કરે છે પરંતુ જેને માલુમ હશે કે વિવેકાનંદજી અને જમશેદજી તાતાનો જે પત્રવ્યવહાર જોયો હશે તો ખબર પડશે કે તે સમયે ભારત ગુલામ હતું ત્યારે વિવેકાનંદ જમશેદજીને કહેતા હતા કે ભારતમાં ઉદ્યોગ લગાવો, મેક ઈન ઈન્ડિયા કરો. જમશેદજીના શબ્દો છે કે વિવેકાનંદજીના શબ્દોએ તેમને પ્રેરણા આપી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.